
By : વિરમભાઇ કે. આગઠ
છાયાના દીપક મોકરિયા સાથે થઈ હતી પૈસાની લેતદેતી. અને તેમના ભાઈ મનસુખભાઇ મોકરિયા નામનું થયું હતું અપહરણ.
પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં થી ખંભાળિયા વિસ્તારનાહરદાસ ગઢવી રાણાવાવના હિતેશ કેશુ ભાઈ કારાવદરા સહિતનાઓ એ હસમુખભાઈ મોકારીયા નામના યુવાનનું અપહરણ કર્યાનો ગુન્હો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા કમલાબાગ પોલીસે અપહરણનો ભોગ બનનાર અને આરોપીઓને પકડી પાડવા ચક્રો તેજ ગતિમાન કર્યા હતાં.
પોરબંદરના છાયામાં ગત તારીખ ૧૭ જુલાઈના રોજ પૈસાની લેતી દેતીમાં દીપકભાઈ મોકરિયા નામના યુવાને જામનગરના ખંભાળિયા ના હરદસભાઈ ગઢવી પાસેથી પૈસાની લેતી દેતી કરેલ તેના મન દુઃખને લઈને તેમના ભાઈ મનસુખભાઇ મોકારિયા નામના યુવાનું સાત જેટલા શખ્સોએ અપહરણ કર્યાના ગુન્હો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયાના ગણતરીના કલાકોમાં ભોગ બનનારને છોડાવી અને આરોપીઓને પણ પકડી પાડતી કમલાબાગ પોલીસ.
જુનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોલીસ અધિક્ષક સાહિત્યા વી.નાઓએ પોરબંદર જિલ્લામાં બનતા શરીર સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હા બનતા અટકાવવા તેમજ આવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી કડક સૂચનાઓ પોરબંદર જિલ્લાને પણ આપવામાં આવેલ
જે સૂચના અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના છાયા જ્યોતિ પાર્ક સોસાયટીમાં ગઈ તા.૧૭/૦૭/૨૦૨૫ના રાત્રિના સમયે એક ઈસમને ૮ માણસો બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી લઈ ગયેલ હોય જે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર આર સી કાનમિયાનાઓએ સર્વ લન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એ ડોડીયાનાઓને ભોગ બનનાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવાની સૂચના આપેલ
જે સૂચના અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફે બનાવ વાળી જગ્યાએ જઈને વિઝીટ કરી આરોપી તથા ભોગ બનનારની તપાસ ચાલુ કરેલ હતી
તે દરમિયાન સર્વલન્સ સ્ટાફના પોલીસ હેડ કોસ્ટેબલ એનટી ભટ્ટ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ભાઈ કીશાભાઈ તથા વિજયભાઈ ખીમાભાઈ તથા સાજનભાઈ રામશીભાઈનાઓને સંયુક્ત હકીકત મળેલ કે આ ગુન્હાના ભોગ બનનારને આરોપીઓને ફોરવ્હીલમાં દ્વારકા તરફ લઈ ગયેલ હોય જેથી આરોપીઓને પાછળ તપાસમાં જતા તે દરમિયાન આરોપીઓને જાણ થતા ભોગ બનનારને દ્વારકા નજીક ભોગાત ગામ પાસે હાઈવે પાસે ઉતારી નાસી ગયેલ જેથી કમલાબાગ સર્વલન્સ સ્ટાફના માણસોએ ભોગ બનનારને સહી સલામત તેમના ઘરે મૂકી આવેલ અને આ બનાવ બાબતે ભોગ બનનારની માતા કારીબેન કારા ભાઈ મોકરિયાએ ફરીયાદ આપતા કમલાબાદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૨૧૮૦૦ ૯૨૫૦૩૭૨/૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૫૨, ૧૪૦(૩),૫૪ મુજબનો ગુનો તારીખ ૧૮/૦૭)૨૦૨૫ ના રોજ રજીસ્ટર થયેલ.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા બાદ તપાસ દરમિયાન હકીકતને આધારે બે આરોપીઓ મળી આવતા તા.૧૮/૦૭/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગ્યે અટક કરવામાં આવેલ અને બનાવવામાં ઉપયોગ કરેલ કાર કબજે કરેલ બાદ આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અજાણ્યા માણસોના નામ મળી આવતા જે બાબતે તપાસ ચાલુ કરવામાં આવેલ અને હકીકતને આધારે આરોપીઓ(૧) હરદાસ ખીમાણંદ મશુરા ઉ.વ.૩૦, રહે. પરોડીયા ગામ તળાવ ની બાજુમાં તા. ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા (૨) હિતેશ કેશુભાઈ કારાદરા ઉ.વ.૩૨, રહે રણાવાવ સ્ટેશન પ્લોટ તા રાણાવાવ જી પોરબંદર (૩) જયેશ ઉર્ફે ભીખુ દેવાભાઈ ગઢવી ઉ.વ.૨૩ તથા (૪) દેવદાસ દેવાભાઈ ગઢવી ઉ.વ.૨૪,રહે બંને
શિવ સ્ટુડિયો પાછળ ડિફેન્સ કોલોની જામનગર (૫) નંગશી ઉર્ફે નાગશી બાલાભાઈ માણેક ઉ.વ. ૨૬, રહે કરુંગા ગામ વાડી વિસ્તાર તાજી દેવભૂમિ દ્વારકા (૬) નીરજ રાજેશભાઈ રાઠોડ ઉ.વ ૨૫ તથા (૭) ધર્મેશ થારીયાભાઈ સાખરા ઉ.વ.૨૩, રહે બંને ડિફેન્સ કોલોની એરફોર્સ-૧ પાસે જામનગર અને(૮) મહેશ ઉર્ફે હરધોળભાઈ વાલાણી ઉ.વ.૨૬ રહે માળીગામ તા કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળાઓ પૈકી ક્રમ નંબર (૧) અને(૨) આરોપીઓ ને પકડી પાડયા બાદ ક્રમ નંબર (૩)થી (૮) આ છ આરોપીઓને તા.૧૯/૦૭/
૨૦૨૫ ના ક.૦૨/૨૦ વાગ્યા ના ધોરણસરની અટક કરી બનાવમાં ઉપયોગ કરેલ બે કાર કબજે કરવામાં આવેલ. આમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને ભોગ બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેમજ આ કામે ના તમામ આરોપીઓને પણ ગણતરીને કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલા આરોપીઓમાં થી હરદાસ ખીમાણંદ મશુરા જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વી. ગુનામાં તેમજ આરોપી મહેશ ઉર્ફે હરધોળભાઈ વાલાણી જામનગર જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વી.ગુન્હાઓમાં બને આરોપીઓ નાસતા ફરતા હોય જેથી લગત પોલીસ સ્ટેશનમાં આગળ ને કાર્યવાહી કરવા જાણ કરેલ છે આમ કમલાબાદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સકોડ દ્વારા ખુબજ પ્રસંશનીય કામગીરી કરેલ
આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાન મિયા તથા સર્વલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ. તથા ડોડીયા તથા સર્વલન્સના એ.એસ. આઇએસ.એ.બકોત્રા તથા અનાર્મ હેડ કોસ્ટેબલ એનટી ભટ્ટ બી.પી. માળીયા,એસ.એમ. જાંબુચા તથા સી.જી.મોઢવાડિયા અનાર્મ પોલીસ કોસ્ટેબલ સાજન રામશી ભાઇ,સુરેશ કિશાભાઇ,વિજય ખીમાભાઇ મિલનભાઇ લીલાભાઇ દક્ષાબેન ગીજુભાઈ તથારાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ વાલાભાઈ તથા જયમલભાઈ સામતભાઈ તથા નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ) સ્ટાફ વિગેરે રોકાયેલ હતા






