કપરાડા તાલુકામાં મિશન મંગલમ્ યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ

On: September 2, 2025 1:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડામાં મિશન મંગલમ્ હેઠળ 30 લાખના ચેક વિતરણ

  • ગ્રામ્ય બહેનોને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન – કપરાડામાં કેશ ક્રેડિટ કેમ્પ
  • કપરાડા તાલુકાના 5 સ્વ સહાય જૂથોને મળ્યા 30 લાખના ચેક
  • મિશન મંગલમ્ યોજના કપરાડામાં બહેનો માટે સશક્તિકરણનું પગલું

કપરાડામાં સખી મંડળોને 6–6 લાખના ચેક અર્પણ

કપરાડા તાલુકામાં મિશન મંગલમ્ યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તાલુકાના વિવિધ સ્વ સહાય જૂથોને આર્થિક સશક્તિકરણ માટે કેશ ક્રેડિટ ચેક વિતરણ કરવામાં આવ્યા. કુલ 5 સખી મંડળોને 30 લાખ રૂપિયાનાં ચેક અર્પણ કરવામાં આવ્યા. તેમાં શૈશવ સ્વ સહાય જૂથ, મોટીપલસાણને રૂ. 6 લાખ, સપ્તશૃંગી સ્વ સહાય જૂથ, બાલચોંઢીને રૂ. 6 લાખ, ઉનિયમ સ્વ સહાય જૂથ, જીરવલને રૂ. 6 લાખ, શ્રીયાંસ સ્વ સહાય જૂથ, પેંઢારદેવીને રૂ. 6 લાખ તેમજ જય યોગેશ્વર સ્વ સહાય જૂથ, આમધાને રૂ. 6 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

Ad.

મહાનુભાવોએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, સરકારની મિશન મંગલમ્ યોજના ગ્રામ્ય મહિલાઓના આર્થિક વિકાસ, રોજગાર સર્જન અને આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહી છે. આવા જૂથો દ્વારા ગ્રામ્ય સ્તરે નાના-મોટા વ્યવસાયોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે પરિવારોમાં આવકના નવા સ્ત્રોતો ઉભા થઈ રહ્યા છે.

આ પ્રસંગે હાજર તમામ મહાનુભાવોએ લાભાર્થી બહેનોને અભિનંદન પાઠવતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!