
ખેરગામમાં આજે ઐતિહાસિક અને યાદગાર ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન આહીર યુથ ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેરગામથી બહેજ રૂપાભવાની સુધી નીકળેલી આ ભવ્ય યાત્રામાં આહીર સમાજના અબાલવૃદ્ધોએ મોટી સંખ્યામાં જોડાઈ અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો.
યાત્રામાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, ગુજરાત એલર્ટ તંત્રી હર્ષદભાઈ આહીર, શિવુ આહીર, કૃતેશ આહીર, પિંકલ આહીર, અંકિત આહીર, રિંકુ આહીર, જયેશ આહીર, પીકુ આહીર સહિત અનેક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. યાત્રા દરમ્યાન ભજન, ઢોલ–નગારાં, પરંપરાગત નૃત્ય અને ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
Ad.

ખાસ કરીને કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આંગણેથી જયારે યાત્રા પસાર થઈ ત્યારે “જય શ્રી રામ”ના નારાઓથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. આશીર્વાદ આપતા પ્રફુલભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, “આહીર યુથ ફોર્સની આ વિસર્જન યાત્રા ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. અહીં રામપ્રેમ સાથે રાષ્ટ્રપ્રેમનું દર્શન થાય છે. સમાજના યુવાનોના આ પ્રયાસને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
એક કિલોમીટર લાંબી આ યાત્રા સમાજના ઇતિહાસમાં યાદગાર બની ગઈ હતી. ગાણપતિ બાપ્પાના વિસર્જન પ્રસંગે આહીર યુથ ફોર્સે સમાજની એકતા, સંસ્કાર અને દેશપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો.
Ad.







