
- સત્ય સાઈબાબાની 100મી જન્મશતાબ્દી પ્રસંગે ભવ્ય રથયાત્રા પ્રેમ, શાંતિ અને માનવતા વચ્ચે ભાઈચારોનો સંદેશ
- સુખાલા ગામના સાઈધામ ખાતે પ્રકાશભાઈ પટેલના પરિવાર અને ગ્રામજનો દ્વારા પૂજા-અર્ચના કરી યાત્રાનું સ્વાગત કરાયું. આ પહેલીવાર આંધ્રપ્રદેશથી આવી વિશિષ્ટ રથયાત્રા અહીં આવી પહોંચી હતી. ગામજનો માટે આ પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર બની ગયો.
- ભક્તો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે મળીને મહાપ્રસાદનો લાભ લેવાયો. ખાસ કરીને બાળકોને ટોપી અને સ્કૂલ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તિભાવ સાથે સામાજિક સેવા પણ જોવા મળી.

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત માહોલ સર્જાયો છે. સમગ્ર દેશમાં સત્ય સાઈબાબાની 100મી જન્મશતાબ્દી ઉજવણીના પાવન પ્રસંગે પ્રેમ, શાંતિ અને માનવતા વચ્ચે એકત્વનો સંદેશ આપવા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં ભક્તોને સાઈબાબાના દર્શન અને આશીર્વાદનો સુઅવસર આપી રહી છે.

રથયાત્રા જિલ્લામાં આવેલા અનેક મંદિરો તથા ગામોમાં ફરતી રહે છે. ખાસ કરીને કપરાડા તાલુકાના સુખાલા, અંભેટી, ધોધડકુવા અને બાલચોંડી ગામોમાં ભવ્ય સ્વાગત સાથે રથયાત્રાનું આગમન થયું હતું. ગામોમાં ભક્તિગીતો, જયઘોષ અને સુંદર સજાવટ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તો દ્વારા પૂષ્પવર્ષા કરી સાઈબાબાની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. રથમાં વિરાજમાન મૂર્તિએ સમગ્ર યાત્રાને દૈવી અને ભવ્ય બનાવતા સૌના દિલને સ્પર્શ્યા.

વિશેષ નોંધનીય છે કે પ્રથમવાર આંધ્ર પ્રદેશથી આવી વિશિષ્ટ રથયાત્રા અહીં પહોંચતા સ્થાનિક લોકો માટે આ પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર બની ગયો. સુખાલા ગામના સાઈધામ ખાતે પ્રકાશભાઈ પટેલના પરિવાર સાથે ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. પૂજા-અર્ચના બાદ મોટી સંખ્યામાં ભક્તોએ સત્ય સાઈબાબાના દર્શનનો લાભ લીધો હતો.

Ad…

યાત્રા દરમિયાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક મૂલ્યોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું. ભક્તો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સાથે રાખીને મહાપ્રસાદનો લાભ અપાયો. ખાસ કરીને બાળકોને ટોપી અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે પ્રસંગને વધુ યાદગાર બનાવે છે. આ આયોજનમાં ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો.

યાત્રા દરમ્યાન સ્થાનિક યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા સાથે સૌને એકતાનો સંદેશ આપવામાં આવ્યો.

આ રથયાત્રા માત્ર ધાર્મિક ભક્તિ સુધી સીમિત રહી નથી પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતિક સાબિત થઇ છે. ભજન, કીર્તન અને સેવા કાર્યો દ્વારા ભક્તોએ સત્ય સાઈબાબાના પ્રેમ, શાંતિ અને માનવતાના સંદેશને પ્રસરાવ્યો.

આયોજકો તરફથી તમામ સાઈભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં જોડાઈને આ યાત્રાનો લાભ લે. વલસાડ જિલ્લાની આ ભવ્ય રથયાત્રા આધ્યાત્મિક જાગૃતિ સાથે સાથે સામાજિક એકતા અને ભાઈચારો મજબૂત બનાવે છે તેવું સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
Ad.

સત્ય સાઈબાબાની રથયાત્રા વલસાડ જિલ્લાના ગામડાંમાં માત્ર ભક્તિના રંગ જ નહીં પરંતુ માનવતા, એકતા અને ભાઈચારા ના સુગંધિત સંદેશનો પ્રસાર કરી રહી છે.






