કપરાડાના મોટી પલસાણ કરંજલીમાં BSNL ટાવર બંધ : ગ્રામજનો મુશ્કેલીમાં

On: September 30, 2025 12:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ યોગ્ય તપાસ કરીને તાત્કાલિક ધોરણે સેવા શરૂ કરાવે. લોકોની લાગણી છે કે સાંસદશ્રી સીધો હસ્તક્ષેપ કરશે તો BSNL તંત્ર હરકતમાં આવશે અને ટાવર ફરીથી કાર્યરત થશે

વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના મોટી પલસાણ (કરંજલી) ગામમાં BSNLનો મોબાઇલ ટાવર લાંબા સમયથી બંધ પડ્યો છે. પરિણામે હજારો ગ્રામજનો કોલ કરવાના કે પ્રાપ્ત કરવાની આધુનિક સુવિધાઓથી વંચિત થઈ ગયા છે. હાલ તો ઇનકમિંગ કોલ્સ પણ ઉપલબ્ધ નથી, જેને કારણે રોજિંદા જીવનમાં ગંભીર અસર જોવા મળી રહી છે.

ગ્રામજનોએ જણાવ્યું કે ટાવર સેવા બંધ હોવાને કારણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સંબંધિત કામગીરીઓમાં ભારે અવરોધ ઉભા થયા છે. સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડે છે, શહેરોમાં કામ કરતા પરિવારજનો સાથે સંવાદ તૂટ્યો છે અને ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલા ગ્રાહકો માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની છે.

BSNL તેમજ વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં સંતોષકારક પગલાં લેવાયા નથી. પરિણામે લોકોમાં ગુસ્સો અને અસંતોષ વધી રહ્યો છે. “ડિજિટલ ઇન્ડિયા”ના સ્વપ્ન સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આવા વિસ્તારોમાં ટેલિકમ્યુનિકેશન સુવિધાઓ ન મળવી મોટા પ્રશ્ન સમાન છે.

આ વિસ્તારમાં BSNL સિવાય બીજું કોઈ મજબૂત નેટવર્ક ઉપલબ્ધ નથી, તેથી લોકો પાસે વિકલ્પ નથી. સ્થાનિક ગ્રામજનો સરકાર તથા તંત્રને તાકીદે ટાવર ફરી કાર્યરત કરવાનો આગ્રહ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે જો ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે.

ગ્રામજનોની માંગ છે કે વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ યોગ તપાસ કરીને તાત્કાલિક ધોરણે સેવા શરૂ કરાવે. લોકોની લાગણી છે કે સાંસદશ્રી સીધો હસ્તક્ષેપ કરશે તો BSNL તંત્ર હરકતમાં આવશે અને ટાવર ફરીથી કાર્યરત થશે. ડિજિટલ સુવિધાઓથી વંચિત આ વિસ્તારને ફરી કનેક્ટિવિટી મળે તે સમયની તાકીદ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!