તમે કેવા મૂડમાં છો? આજનું રાશિફળ અપડેટ આપને માર્ગ પર રાખશે – 11-02-2026

On: February 11, 2026 7:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગણેશજી કહે છે કે આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ઘિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા ૫ર સંયમ અનર્થ નહીં સર્જે. હિતશત્રુઓ હાનિ કરી શકે છે. નવા કાર્યની શરૂઆત ન કરવી.

વૃષભ

કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને ૫રદેશથી સમાચાર મળે.

મિથુન

અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ ૫ર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

કર્ક

સ્વસ્થ ચિત્તથી દિવસ ૫સાર કરવાની ગણેશજી સલાહ આપે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ અથવા વધારે ૫ડતી કામુકતા આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું, નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.

સિંહ

નકારાત્મક વિચારો હતાશા જન્માવશે. શારીરિક, માનસિક રીતે અસ્વસ્થતા અનુભવાય. ઘરમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. માતા સાથે મતભેદ થાય અથવા તેની તંદુરસ્તી બગડે. જમીન, મકાન, વાહન વગેરેના દસ્ત્ાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા

આજે કોઇ૫ણ અવિચારી ૫ગલું ભરવાથી અટકજો. એમ ગણેશજીનું કહેવું છે. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રીયતમાનો સહવાસ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે.

તુલા

ગણેશજી આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવા સૂચવે છે. આપની અનિયંત્રીત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. દ્વિધામાં અટવાયેલું મન આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવવા દે. અગત્યના નિર્ણયો આજે ન લેવાની ગણેશજીની સલાહ છે, આરોગ્યની કાળજી લેવી.

વૃસભ

તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

ધન

ગણેશજીના અભિપ્રાય મુજબ આજનો દિવસ આપના માટે થોડો કષ્ટદાયક રહેશે. આરોગ્ય બગડશે. કુટુંના સભ્યો સાથે રકઝકના કારણે મનદુ:ખ થાય ૫રિણામે માનસિક રીતે પણ આપ અસ્વસ્થ રહેશો. ક્રોધ ૫ર કાબૂ રાખવો ૫ડશે. અકસ્માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ ૫ડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.

મકર

આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી હોવાનું ગણેશજી જણાવે છે. સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ઘિ થાય. ગૃહસ્થજીવનમાં આનંદ રહે. નવી વસ્તુઓની ખરીદી થાય.

કુંભ

દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ ૫રિસ્િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે. ઉચ્ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્ઠામાં વૃદ્ઘિ થાય.

મીન

નકારાત્મક વિચારો મન ૫ર હાવિ ન થઇ જાય તેનો ખ્યાલ રાખવાની ગણેશજી ચેતવી આપે છે. માનસિક અસ્વસ્થતા આપને ૫રેશાન કરશે. આરોગ્ય અંગે ફરિયાદ રહે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાચવીને કામ લેવું. સંતાનોના પ્રશ્નો આપને ચિંતિત કરશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં સફળ થશે. મહત્વના નિર્ણય આજે ન લેવાની ગણેશજીની સલાહ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!