મહાશિવરાત્રી પર 300 વર્ષ બાદ રચાશે અદભૂત સંયોગ: જાણો પૂજાના ચાર પ્રહરના મુહૂર્ત

On: February 11, 2026 7:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દેવોના દેવ મહાદેવની આરાધનાનો સૌથી મોટો પર્વ એટલે મહાશિવરાત્રી જે દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે ભોલેનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. શાસ્ત્રોમાં શિવલિંગને મન, બુદ્ધિ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીના સમન્વયનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર કરવામાં આવેલી સાધનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.મહાશિવરાત્રી 2026 ની તારીખ અને નિશિતા કાલ વર્ષ 2026માં ચતુર્દશી તિથિનો પ્રારંભ 15 February ના રોજ સાંજે 05:04 વાગ્યે થશે અને તેની પૂર્ણાહુતિ 16 February ના રોજ સાંજે 05:34 વાગ્યે થશે
મહાશિવરાત્રીનો પર્વ ત્યારે જ મનાવવામાં આવે છે જ્યારે ચતુર્દશી તિથિ રાત્રિના નિશિતા કાલમાં આવતી હોય. આથી મહાશિવરાત્રી 15 February ના રોજ મનાવવામાં આવશે. નિશિતા કાલ પૂજાનો સમય મોડી રાત્રે 12:09 થી 01:01 સુધી રહેશે.રાત્રિના ચાર પ્રહરના પૂજા મુહૂર્તપ્રથમ પ્રહર: સાંજે 06:11થી રાત્રે 09:23 સુધીદ્વિતીય પ્રહર: રાત્રે 09:23થી 16 Februaryના રોજ સવારના 12:35 સુધીતૃતીય પ્રહર: 16 Februaryના રોજ સવારે 12:35 થી 03:47 સુધીચતુર્થ પ્રહર: 16 Februaryના રોજ સવારે 03:47 થી 06:59 સુધી300 વર્ષ પછી રચાતા દુર્લભ રાજયોગ આ વર્ષે મહાશિવરાત્રી પર અત્યંત દુર્લભ જ્યોતિષીય સંયોગો સર્જાઈ રહ્યા છે. બુધ અને શુક્રની યુતિથી લક્ષ્‍મી નારાયણ રાજયોગ, બુધ-સૂર્યથી બુધાદિત્ય રાજયોગ અને સૂર્ય-શુક્રથી શુક્રાદિત્ય યોગ બનશે.

આ ઉપરાંત શનિ પોતાની સ્વરાશિ કુંભમાં હોવાથી શશ નામનો મહાપુરુષ રાજયોગ રચાશે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની હાજરીથી ચતુર્ગ્રહી યોગ પણ આ પર્વની અસરમાં વધારો કરશે.શિવના પ્રાગટ્યની પૌરાણિક કથા શિવપુરાણ અનુસાર સૃષ્ટિના સર્જન બાદ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે શક્તિ પ્રદર્શનને લઈને વિવાદ થયો હતો. આ સમયે એક રહસ્યમય તેજસ્વી પથ્થર પ્રગટ થયો અને આકાશવાણી થઈ કે જે આનો અંત શોધી કાઢશે તે સર્વશક્તિમાન ગણાશે. જ્યારે કોઈને તેનો અંત ન મળ્યો ત્યારે મહાદેવ પ્રગટ થયા અને તેમણે જણાવ્યું કે શિવલિંગનો ન કોઈ આરંભ છે કે ન કોઈ અંત. આ કથા આપણને સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ બતાવે છે.મહાશિવરાત્રીનો પર્વ સ્ત્રીઓ માટે પણ વિશેષ ફળદાયી ગણાય છે. પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે જ્યારે અપરિણીત યુવતીઓ આદર્શ જીવનસાથી મેળવવા માટે આ દિવસે વ્રત અને ઉપાસના કરે છે. ભગવાન શિવ પોતાના ભક્તોને કામ, ક્રોધ અને લોભ જેવી સાંસારિક અશુદ્ધિઓ પર વિજય મેળવવાની શક્તિ અર્પે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!