ખોટી ઓળખ ધરાવતા પત્રકારોની વધતી પ્રવૃત્તિ સામે વલસાડ જિલ્લામાં સજાગ બનવાની અપીલ

On: February 14, 2026 10:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લામાં આજે અનેક લોકો પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી રહ્યા છે, જેમાં ઘણા પરપ્રાંતિય લોકો પણ સામેલ છે. આવા બિનઅધિકૃત પત્રકારોની વધતી સંખ્યા સમાજ માટે ચિંતાજનક બાબત બની રહી છે. સાચા અને જવાબદાર પત્રકારિતાની આડમાં કેટલાક લોકો વ્યક્તિગત ફાયદા, દબાણ કે ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે. તેથી આવા લોકોની નોંધ લેવાઈ ખૂબ જરૂરી બની છે.
તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો, દુકાનદારો, શિક્ષકો, ઉદ્યોગકારો તેમજ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોએ સજાગ રહેવું જરૂરી છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ પત્રકાર હોવાનો દાવો કરીને અયોગ્ય માંગણી કરે, ધમકી આપે કે ગેરવર્તન કરે તો તરત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. સાથે સાથે સ્થાનિક વિશ્વસનીય પત્રકારોને જાણ કરવી પણ મહત્વપૂર્ણ છે, જેથી સાચી માહિતી બહાર આવી શકે.
સમાજની સુરક્ષા અને પત્રકારિતાની પવિત્રતા જાળવવા માટે દરેક નાગરિકની જાગૃતિ અનિવાર્ય છે. ખોટી ઓળખ સામે એકતાથી ઊભા રહીને જ આપણે સ્વચ્છ અને ન્યાયસભર વ્યવસ્થા બનાવી શકીશું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!