ગુજરાત આગમન પર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનનું ભવ્ય સ્વાગત

On: February 20, 2026 11:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની પવિત્ર ધરા પર પધારેલા શ્રી નિતિન નબીનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આગેવાનો દ્વારા શ્રી નિતિન નબીનનું પુષ્પગુચ્છ અર્પણ કરીને અને ઉષ્માભર્યા અભિવાદન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને એરપોર્ટ પર સ્વાગતનું ઉત્સાહી વાતાવરણ સર્જાયું હતું.
શ્રી નિતિન નબીનના ગુજરાત આગમનને ભાજપ સંગઠન માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. તેમના પ્રવાસ દરમિયાન વિવિધ સંગઠનાત્મક બેઠકો તથા આગેવાનો સાથે ચર્ચા યોજાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુલાકાતથી રાજ્યમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી કાર્યકર્તાઓમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!