નાનાપોઢા તાલુકાની આદિવાસી દીકરી પાયલ ભૂરકુંડનો ધમાકેદાર ખેલ, 3 ઓવરમાં 66 રન ફટકારી ‘મેન ઓફ ધ મેચ’

On: March 9, 2026 8:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડમાં ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ – 8 ટીમોની ભાગીદારી, શાહ એન.એચ. કોમર્સ કોલેજ ચેમ્પિયન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા વલસાડના શાહ એન.એચ. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની સાથે નાનાપોઢા અને કપરાડા તાલુકાની ટીમોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ 8 ટીમોએ ભાગ લઈ મેચોને રોમાંચક બનાવી હતી.

ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કેયુરભાઈ પટેલ, સેક્રેટરી નિલેશ કોસીયા, સામાજિક કાર્યકર વિનોદભાઈ પટેલ, સી.બી.આઈ. વલસાડના સી.એમ. મકવાણા, ભાગડાવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ બકુલભાઈ જોષી તેમજ ભરતભાઈ બલસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી અને રિબન કાપી ટૂર્નામેન્ટનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્પર્ધામાં ખાસ આકર્ષણ બની નાનાપોઢા તાલુકાના ભંડારકચ્છ ગામની આદિવાસી દીકરી પાયલ ભૂરકુંડ. પાયલે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 3 ઓવરમાં જ 66 રન ફટકારી તોફાની પ્રદર્શન કર્યું હતું. તેના આ દમદાર ખેલ બદલ તેને “મેન ઓફ ધ મેચ”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારની આદિવાસી દીકરીનું આ પ્રદર્શન મહિલા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બન્યું હતું.

ટૂર્નામેન્ટમાં દિવસભર રસપ્રદ મુકાબલા જોવા મળ્યા હતા. અંતિમ મુકાબલામાં શાહ એન.એચ. કોમર્સ કોલેજની ટીમે ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યું, જ્યારે કળશ ઇલેવન ટીમ રનરઅપ રહી હતી. સમાપન પ્રસંગે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના સભ્યો તેમજ સ્થાનિક કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી આ રમતોત્સવથી મહિલા ખેલાડીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!