ધગડમાળના પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડાનું અવસાન, 35 વર્ષ સુધી ગામની સેવા કરનાર નેતાને ભાવભીની વિદાય !

On: March 20, 2026 3:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધગડમાળ ગામના પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડાનું દુઃખદ અવસાન
નાનાપોઢા તાલુકાના ધગડમાળ ગામના પૂર્વ સરપંચ શરદભાઈ ભીખાભાઈ ગાંગોડાનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર ધગડમાળ ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના વડીલો, યુવાનો તેમજ સગા-સ્નેહીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગામ માટે જીવનભર સેવા આપનાર એક સક્રિય અને સેવાભાવી વ્યક્તિ ગુમાવ્યાનો અહેસાસ ગામલોકોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.
શરદભાઈ ગાંગોડા લગભગ 35 વર્ષ સુધી સરપંચ તરીકે ગામની જવાબદારી સંભાળતા રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગામના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામમાં રસ્તાઓનું સુધારણું, પાણીની સુવિધા, લાઈટ વ્યવસ્થા અને સામાજિક વિકાસના કામોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. સામાન્ય લોકોની સમસ્યાઓને તરત સાંભળીને તેનો ઉકેલ લાવવાનો તેમનો સ્વભાવ હતો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે તેઓ હંમેશા મદદરૂપ બનતા હતા.
શરદભાઈ ગાંગોડા માત્ર રાજકીય કે સામાજિક ક્ષેત્રે જ નહીં, પરંતુ ડિજિટલ મીડિયા ક્ષેત્રે પણ સક્રિય રહ્યા હતા. તેઓ “શરદ ટાઇમ્સ” નામના વેબપોર્ટલના ઓનર તરીકે ઓળખાતા હતા અને સ્થાનિક સમાચારને લોકો સુધી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરતા હતા. ગ્રામ્ય વિસ્તારોના સમાચારને પ્રાથમિકતા આપતા હોવાથી તેઓ ગામ અને વિસ્તારના લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના પ્રયત્નોથી અનેક સામાજિક પ્રશ્નો પણ લોકો સુધી પહોંચ્યા હતા.
તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત અનેક સરપંચો, આગેવાનો અને સામાજિક કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્થાનિક મીડિયા મિત્રો તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકો ભાવવિભોર બની તેમને યાદ કરી રહ્યા હતા અને તેમના સેવાકાર્યોને યાદ કરી દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા.
શરદભાઈ ગાંગોડાની અંતિમ યાત્રા ભાવુક માહોલમાં નીકળી હતી. મોટી સંખ્યામાં ગામલોકો અને સગા-સ્નેહીઓએ અંતિમ દર્શન કરીને તેમને વિદાય આપી હતી. સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી હતી. તેમના અવસાનથી ગામે એક નિષ્ઠાવાન અને સેવાભાવી નેતા ગુમાવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સૌએ પ્રાર્થના કરી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!