વલસાડના આદિવાસી યુવા ખેલાડીએ રાજ્યનું નામ રોશન કર્યું, ખેલો ઇન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં કાંસ્ય પદક જીત્યો

On: April 4, 2026 7:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ગામ નજીક આવેલા છેવડા ગામના આદિવાસી યુવા ખેલાડી મોર્યા હર્ષદ રાવજીભાઈએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ગુજરાત તથા વલસાડ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે અને ગામના લોકોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે.
છત્તીસગઢ રાજ્યમાં તા. 25 માર્ચથી 3 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા Khelo India Tribal Gamesમાં દેશભરના આશરે 3800 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા દેશના આદિવાસી ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી છે, જ્યાં તેમની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય દેશભરમાં થાય છે. વિવિધ રમતો સાથે એથ્લેટિક્સમાં પણ કડક સ્પર્ધા જોવા મળી હતી.
આ સ્પર્ધામાં 4×100 મીટર રિલે દોડમાં કુલ 16 ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ સ્પર્ધામાં મોર્યા હર્ષદ રાવજીભાઈએ પોતાની ટીમ સાથે ઉમદા રમત બતાવી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને કાંસ્ય પદક હાંસલ કર્યો હતો. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના લોકો માટે ગૌરવની વાત બની છે.
હર્ષદની સફળતા પાછળ તેમના કોચ હિમાંશુ સોલંકીનો વિશેષ ફાળો રહ્યો છે, જેમણે સતત માર્ગદર્શન આપીને તેમની રમતને વધુ મજબૂત બનાવી છે. સાથે જ તેમના માતા-પિતાએ પણ દરેક પરિસ્થિતિમાં તેમને પ્રોત્સાહન આપીને આગળ વધાર્યા છે, જે તેમના સફળતાનો મુખ્ય આધાર બન્યો છે.
આ સિદ્ધિ બાદ છેવડા અને આસપાસના ગામોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ગામના લોકોએ હર્ષદનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સ્થાનિક યુવાનો માટે હર્ષદ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે, જે દર્શાવે છે કે મહેનત અને લગનથી કોઈપણ મંજિલ પ્રાપ્ત કરી શકાય છે.
વલસાડ જિલ્લાને ગૌરવ અપાવનાર હર્ષદ જેવી પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ મળી રહે તો તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!