ચીખલી તાલુકાના સારવણી ગામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS ધરમપુર તથા ગ્રામ પંચાયત સારવણીના સંયુકત ઉપક્રમે રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્ત એકત્ર થયું

On: September 18, 2022 10:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

માતા- પિતા તથા પુત્રએ એક સાથે રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. શ્રેયા પટેલે પણ રક્તદાન કરી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. જેના કારણે ગામની 4 મહિલાઓએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું

પાર્થ ટ્રેડર્સ વાપી તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા RAINBOW WARRIORS ધરમપુર , ગ્રામ પંચાયત સારવણી તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામે
પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS ધરમપુર તથા ગ્રામ પંચાયત સારવણીના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળા સારવણી મુકામે આયોજિત રક્તદાન કેમ્પનું ઉદઘાટન ડૉ. સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું.RAINBOW WARRIORS ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામની દીકરી રશ્મિકાબેન હિતેશભાઈ પટેલ (B.E ઇલેક્ટ્રિક એન્જિનિયર ) નું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે ડૉ. સૌરભ પટેલ, ડૉ.શ્રેયા પટેલ , હિતેશ પટેલ સરપંચ સારવણી, અનિલ પટેલ R.O વાપી, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયેશ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર, જયંતિ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી ધરમપુર, ધીરુ ભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ શિક્ષક, રાજેશ પટેલ શિક્ષક, રાકેશ પટેલ આચાર્ય સારવણી પ્રા. શાળા વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તથા રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા. આજના કાર્યક્રમ માં માતા- પિતા તથા પુત્રએ એક સાથે રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. શ્રેયા પટેલે પણ રક્તદાન કરી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. જેના કારણે ગામની 4 મહિલાઓએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પાર્થ ટ્રેડર્સ વાપી તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા RAINBOW WARRIORS ધરમપુર , ગ્રામ પંચાયત સારવણી તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.
રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે હિતેશભાઈ પટેલ સરપંચ સારવણી, નટુભાઈ ડે.સરપંચ, મનોજભાઈ, ભીખુભાઈ, હિતેશ પટેલ, ધર્મેશભાઈ, વિરલભાઈ, બક્લેશભાઈ ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશ પટેલ, અંકિત પટેલ, નિતા પટેલ, જીજ્ઞેશ પટેલ, દીપક પટેલ સુરેન્દ્ર પટેલ તથા RAINBOW WARRIORS ધરમપુરના કો.ઓર્ડીનેટર તથા આવધા પ્રા.શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતુંAd….

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

વલસાડમાં ‘આપ’ને મોટો ફટકો: ફલધરામાં સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં ૪૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા !

ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની વિપક્ષો ધોરણ 8 પાસ કહીને ઠેકડી પણ ઉડાવે છે. પણ યાદ રાખો, આ યુવા નેતા ગુજરાતનું ભવિષ્ય છે.

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

error: Content is protected !!