ધરમપુરના ખારવેલ મુકામે આયોજિત રક્તદાન કેમ્પમાં 118 યુનિટ રક્તદાન ભેગું કરવામાં આવ્યું.

On: November 13, 2022 8:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • ખારવેલ મુકામે આયોજિત રક્તદાન કેમ્પમાં 118 યુનિટ રક્તદાન ભેગું કરવામાં આવ્યું.
  • મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતુ.
  • રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ મુંબઈ , Rainbow warriors ધરમપુર, ગ્રામ પંચાયત ખારવેલ તથા માં શક્તિ કૃપા બોરવેલ તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ધરમપુર રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ, માં શક્તિ કૃપા બોરવેલના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતુ.
રેઈન્બો વોરિયર્સ ગ્રુપની અનોખી પરંપરા મુજબ વ્યક્તિ વિશેષ તરીકે કેતનભાઇ ગવળી ( શિક્ષક, દાંડી હાઇસ્કુલ) શિક્ષણ સેવા વર્ગ-૨ની પરીક્ષા પાસ કરનારનું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ખારવેલ ગામના સરપંચ રાજેશભાઈ પટેલ, મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્ય ડૉ. વર્ષાબેન પટેલ, શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતીભાઈ પટેલ, ખારવેલ શાળાના આચાર્ય કૌશિકભાઈ પટેલ, મહેશભાઈ ગરાસીયા આરટીઓ કચેરી વલસાડ, જયેશભાઈ ગરાસીયા પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર, પુખરાજભાઈ (બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ) કેતન ગરાસીયા (મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) ડૉ. વિરેન્દ્ર ગરાસીયા , રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયેશભાઈ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર, ભાવિકાબેન પાનેરિયા, નલીનીબેન ગરાસિયા, મયુરીબેન પટેલ, દર્શનાબેન પટેલ, રીટાબેન પટેલ, રાધાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ મુંબઈ , Rainbow warriors ધરમપુર, ગ્રામ પંચાયત ખારવેલ તથા માં શક્તિ કૃપા બોરવેલ તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ ભાઈ પટેલ સરપંચ ખારવેલ, જીતુભાઈ ચાવડા , અજિત પટેલ, મેહુલભાઈ ચાવડા , ઉમેશ પટેલ, અંકિત પટેલ, મિતેશ પટેલ, રસિક પટેલ , જમનાબેન પટેલ, રાજુભાઈ પટેલ,યજ્ઞેશ ચાવડા, પરેશભાઈ પટેલ , ખારવેલ ગામના યુવાનો, આગેવાનો તથા Rainbow warriors Dharampur ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રાજેશ પટેલ સરપંચ ખારવેલ , જીતુભાઈ ચાવડા, અજિત પટેલ, મેહુલભાઈ, ઉમેશભાઈ , અંકિતભાઈ , નિતા પટેલ , હિરલ પટેલ, ભગવતીબેન પટેલ Rainbow warriors Dharampur ટીમના સભ્યો તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક તથા Rainbow warriors Dharampur ના કો. ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.

AD…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!