ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. નાણાંમંત્રી તરીકે બીજી વખત દેસાઇ દ્વારા રજૂ થનારા અંદાજપત્રમાં ગુજરાતના વિકાસનો 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયાનું જાણવા મળ્યુ છે

On: February 23, 2023 9:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • આઉટસોર્સિંગમાં કાપ, નવી નોકરીઓ સહિત અનેક યોજનાઓનો પટારો ખૂલશે
  • અંદાજપત્રમાં ગુજરાતના વિકાસનો 25 વર્ષનો રોડમેપ જાહેર થશે
  • વર્ષ 2023-24ની બજેટ સાઇઝ રૂપિયા 2.90 લાખ કરોડ આસપાસ રહેશે
  • બજેટનું કદ વિતેલા એક દાયકામાં સૌથી વધુ અર્થાંત 20 ટકા સુધીના વધારા સાથેનું બની રહેશે. જંત્રીમાં વધારાના નિર્ણય બાદ આવકમાં વૃદ્ધિ થતા વર્ષ 2023-24ની બજેટ સાઇઝ રૂપિયા 2.90 લાખ કરોડ આસપાસ રહેશે.

વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ આજે સવારે 11-15 કલાક પછી ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. નાણાંમંત્રી તરીકે બીજી વખત દેસાઇ દ્વારા રજૂ થનારા અંદાજપત્રમાં ગુજરાતના વિકાસનો 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયાનું જાણવા મળ્યુ છે. જેમાં આઉટસોર્સિંગ સેવાના કાપ સામે નવી નોકરી, રોજગારીની તકોમાં વધારો, અનેકવિધ નવી યોજના અને હયાત આયોજનોના વ્યાપ વિસ્તારવાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વેળા બજેટનું કદ વિતેલા એક દાયકામાં સૌથી વધુ અર્થાંત 20 ટકા સુધીના વધારા સાથેનું બની રહેશે. જંત્રીમાં વધારાના નિર્ણય બાદ આવકમાં વૃદ્ધિ થતા વર્ષ 2023-24ની બજેટ સાઇઝ રૂપિયા 2.90 લાખ કરોડ આસપાસ રહેશે. જેનો ઉપયોગ રોજગાર અને અર્થતંત્રને ગતિ આપી શકે તેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં પરંતુ માનવ વિકાસ સૂચકાંક-HDI સંલગ્ન ક્ષેત્રોમાં સૌથી વધુ ભંડોળની ફાળવણી થશે.

ગત વર્ષે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વનબંધુ 2.0માં ફંડ વધારવા, આદિવાસી બહુલ 14 જિલ્લામાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા, 50 એસટી તાલુકામાં મોતીલાલ તેજાવત ઇન્કયુબેટર્સની સ્થાપના, કુંવરબાઇના મામેરાની સહાય વધારીને રૂ.25 હજાર કરવા, આંગણવાડીઓને આધુનિક બનાવવા મીનળ દેવી મિશન માટે રૂ.100 કરોડ ફાળવવા તેમજ પાંચ વર્ષમાં એક લાખ મહિલાઓને સરકારી નોકરીઓ આપવાની પણ જાહેરાત કરાઇ હતી. જેનું આયોજન આ બજેટમાં જોવા મળશે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!