
- વલસાડમાં 3 માસથી પત્ની સાથે ન રહેતા વાપી કોટક મહિન્દ્રા બેંકના મેનેજરનો આપઘાત
- લગ્નેત્તર સંબંધમાં પતિ છેલ્લા ત્રણ માસથી ચાલી જતા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું મનાય રહ્યું છે.
- પોલીસ ફરિયાદ મૃજબ મૃતકની પત્નીના અન્ય યુવક સાથે લગ્નેત્તર સંબંધ હોવાથી માનસિક તાણમાં આવીને આ પગલું ભર્યાની આશંકા છે.
- પોતાના ઘરના બેડરૂમમાં મોટાભાઇ કવલજિતસિંગની પંખા સાથે ઓઢણી બાંધી તેનો એક છેડો ગળે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક મહેન્દ્ર બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) ગુરૂવારે બપોર પછી પોતાના મકાનમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર મચી હતી. લગ્નેત્તર સંબંધમાં પતિ છેલ્લા ત્રણ માસથી ચાલી જતા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું મનાય રહ્યું છે.વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં રહેતા અમરજિતસિંગના પત્ની શીવાએ ગુરૂવારે તેમના મકાનના બેડરૂમમાં પોતાના 35 વર્ષીય જેઠ કવલજિતસિંગનો મૃતદેહ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં હોંશ ઊંડી ગયા હતા. તેણીએ તાત્કાલિકા પતિ અમરજિતસિંગને મોબાઇલ પર જાણ કરતા તેઓ સેલવાસથી જૂજવા આવી ગયા હતા. જ્યાં પોતાના ઘરના બેડરૂમમાં મોટાભાઇ કવલજિતસિંગની પંખા સાથે ઓઢણી બાંધી તેનો એક છેડો ગળે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે મૃતકના ભાઇ અમરજિતસિંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વલસાડ નજીકના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં બ્લોક નં.799માં રહેતા અમરજીસિગ રાજવીરસિંગ ઉ.32 અને મોટાભાઇ કવલજિતસિંગ ઉર્ફે સની પોતાના પરિવારના સભ્યો પત્ની અને સંતાનો સાથે રહે છે.
જેમાં નાનો ભાઇ અમરજિતસિંગ વાપી ખાતે આવેલી ફેડરલ બેન્કમાં છેલ્લા બે વર્ષથી ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે. તો તેમના મોટાભાઇ કવલજિતસિંગ પણ વાપીના ચલા ખાતે આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં બ્રાન્ચ હેડ તરીકે નોકરી કરતા હતા. 23 ફેબ્રુઆરી ગુરૂવારે સાંજે કવલજિતસિંગ ઉર્ફે સનીએ પોતાની રૂમમાં દુપટ્ટા વડે પંખાથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલે પોલીસને જાણ થતાં ત્યાં આવી પહોંચી મૃતકને પોલીસ અને ઘરના સભ્યોની હાજરીમાં પંખા ઉપરથી નીચે ઉતારી મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મૃજબ મૃતકની પત્નીના અન્ય યુવક સાથે લગ્નેત્તર સંબંધ હોવાથી માનસિક તાણમાં આવીને આ પગલું ભર્યાની આશંકા છે.
બપોરે જમીને રૂમમાં આરામ કરવા ગયા, સાંજે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
વલસાડ રૂરલ પોલીસમાં નાનાભાઇ અમરજિતસિંગે નોંધાવેલી અકસ્માત મોતની નોંધમાં જણાવ્યા મુજબ સેલવાસથી આવીને પોતાની પત્ની શીવાને પુછતાં તેણીએ જણાવ્યું હતું કે, ભાઇ કવલજિતસિંગ બપોરે જમીને તેના બેડરૂમમાં આરામ કરતા હતા અને ચારેક વાગ્યે કવલજિતસિંગના બેડરૂમમાં જઇને જોતાં તે પંખા સાથે લટકતી હાલતમાં હતો.
ફરિયાદી અમરજિતના જણાવ્યા મુજબ ભાઇ કંવલજિતસિંગની પત્ની ભૂમિકા છેલ્લા 3 માસથી સાથે રહેતી ન હતી અ્ને તેનું બીજા કોઇ માણસ સાથે અફેર હોય, જેથી મારા ભાઇ કવલજિતસિંગે ફાંસો ખાધો હોવાનું મારુ માનવું છે તેવુ અકસ્માત મોતની નોંધમાં જણાવ્યું હતું.
Ad..











