ઉત્તર ગુજરાત બ્રહ્મ ક્ષત્રિય મહિલા મંડળ આયોજિત રિવર ફ્રન્ટ મક્કાઈ પુલ પાસે અડાજણ વ્રજધામ મા ચાલી રહેલી કથા કાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથામાં આજે નરસિંહ પ્રાયગત્ય ઉત્સવ ની ઉજવણી હેમાબેન વારડે પરિવાર દ્વારા કરવામાં આવી હતી મુખ્ય યજમાન અમિતભાઇ કિરી પરિવારે પોથી પૂજન કર્યું હતું તાપીકિનારે પ્રફુલભાઇ ની કથા રંગ જમાવી રહી છે નવસારી ના નરસિંહભાઇ સવાણી એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું કથા આયોજકો દ્વારા દરરોજ સાંજે શ્રોતા ઓ માટે અલ્પ હાર પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે આવતી કાલે સોમવારે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવમાં આવશે તેની તડામાર તૈયારી મહિલા મંડળ ની બેહનો દ્વારા થઇ રહી છે બાપુના સંગીતકારો ગોપાલ ગોંડલીયા કુંભણ, વેભવ જોશી દાંડિવલી, બિપીનભાઈ જાનીતાવીડા, હરેશભાઇ જાની ધરમપુર અને પ્રતીક પટેલ આછવણી દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવાય રહી છે.
સુરત ભાગવત કથામાં નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો






