ખેરગામના તળાવમાં ડૂબી જતાં બે બાળકોના મોત, બંધાળ ફળિયા ખાતે તળાવમાં નાહવા ગયા હતા, સ્થાનિક તરવૈયાએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

On: February 26, 2023 2:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પરિવારમાં છવાયો શોકનો માહોલ
નવસારી જિલ્લાના ખેરગામમાં ડૂબી જતાં દક્ષેશ પટેલ અને પ્રગ્નેશ પટેલનું મોત થયું છે. બંન્નેના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકોના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે લોકો મોટા ભાગે નદીઓ અને તળાવો પર ન્હાવા જતાં હોય છે. જ્યાં નદીમાં ન્હાવાથી ઘણી વાર મોટી દુર્ઘટના પણ ઘટી જતી હોય છે. જ્યારે ઉનાળાની ઋતુ શરૂ થતાં પહેલા જ નવસારીના ખેરગામના તળાવમાં ડૂબી જતાં બે બાળકોના કરૂણ મોત થયાં છે.બન્ને કિશોર પોમપાળમાં રહેતા હોવાની વિગત
ખરેગામના બંધાળ ફળિયામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત થયાં છે. પાપ્ત માહિતી અનુસાર બંધાળ ફળિયા ખાતે આવેલ તળાવમાં બેન્ને બાળકો ન્હાવા ગયા હતાં. પોમપાળમાં રહેતા બંને બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. 12 વર્ષના દક્ષેશ પટેલ અને 13 વર્ષના પ્રગ્નેશ પટેલના ડૂબી જવાથી કરૂણ મોત થયાં છે. સ્થાનિક તરવૈયાઓ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા છે.નદીમાં ન્હાવા જતા પહેલા ચેતજો
વારંવાર બનતી ડૂબવાની ઘટનાને લઈ જવાબદાર દરેકને સાચવેત થવાની જરૂર છે. તેમજ લોકોએ પણ નદીમાં કે તળાવમાં ન્હાવા પડવાથી બચવું જોઈએ. તળાવ, નદી અને કેનાલમાં ઉનાળા દરમિયાન ડૂબવાની ઘટના વધુ સામે આવતી હોય છે.Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!