
વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે તા. ૧ માર્ચ, ૨૦૨૩ના રોજ સાંજે ૬-૩૦ વાગ્યાથી નાના બાળકો માટે નૈસર્ગિક વાતાવરણમાં બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા તિથલ ખાતેના શિશુવિહાર ‘ફન સ્ટેશન’ના મ્યુઝિક અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમી સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં શિશુવિહારના દરેક બાળકોએ ખુબ આનંદ-ઉત્સાહથી ભાગ લઈ શાળાના પ્રાંગણને ગીત સંગીત અને નૃત્યસભર વાતાવરણથી રંગીન બનાવ્યું હતું. વર્ષ દરમિયાન શિશુવિહારમાં કાર્યરત બહેનોની પ્રેમથી સમર્પિત કામગીરી આ કાર્યક્રમના આયોજનમાં તાદ્રશ્ય થતી હતી. વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં કુસુમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસુત કરાયેલ(સાઈડ સ્ટેજ) મનોરંજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિવેકભાઈ અને મૈત્રીબહેન દ્વારા કરવામાં આવ્યું હતું.
Ad…














