News

ઉમરગામ ના સંજાણા 11થી 19 ઓક્ટોબર સુધી શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન !

સંજાણા-ઘોડિયાપાડ ખાતે 11થી 19 ઓક્ટોબર સુધી શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન

સંજાણા-ઘોડિયાપાડ વિસ્તારમાં આગામી તા. 11 ઓક્ટોબરથી તા. 19 ઓક્ટોબર, 2026 દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાનારી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement

કથાનું વક્તૃત્વ પૂજ્ય શ્રી પ્રકુલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવશે. તા. 11 ઓક્ટોબરથી પ્રારંભ થનારી કથા તા. 19 ઓક્ટોબર સુધી ચાલશે. દરરોજ બપોરે 3:30થી સાંજે 6:30 કલાક દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સાર્વજનિક મિત્ર મંડળ ઘોડિયાપાડા-સંજાણા, મધેશિયા વૈશ્ય સમાજ સંઘ-ઉમરગામ અને ૐ સાઈ પદયાત્રી મિત્ર મંડળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે ભાવનાબેન પ્રવિણકુમાર ગુપ્તા રહેશે. તેઓ સામાજિક કાર્યકર તેમજ ભાજપ વલસાડ જિલ્લા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત હોવાનું આમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.

કથાનું સ્થળ સંજાણા આગમન રોડ, ઘોડિયાપાડા-અંબામાતા મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું છે. આયોજકો દ્વારા કથા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમજ દરરોજ કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે.

શ્રીમદ્ દેવી ભાગવત કથા દરમિયાન દેવી ઉપાસના, ધાર્મિક પ્રસંગો અને આધ્યાત્મિક વિચારોનું શ્રવણ કરવાની તક શ્રદ્ધાળુઓને મળશે. આયોજક મંડળે આસપાસના વિસ્તારના ભક્તજનોને પરિવાર સાથે કથામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *