બિપરજૉય વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે:પોરબંદરથી 640 કિમી દૂર, જખૌ તરફ આગળ વધી રહ્યું છે..

On: June 10, 2023 1:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે.
  • ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો
  • બિપરજોય વાવાઝોડાન પગલે તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ માછીમારો દ્વારા પોતાની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે,

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.

AD.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

દાંડીના દરિયાકિનારે સહેલાણી ઊમટી પડ્યા

બિપરજોય વાવાઝોડાને કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ગઈકાલે નવસારી જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન જોશી દ્વારા દરિયાના બીચ પર સહેલાણીઓને મનાઈહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાનીઓ બિનધાસ્તપણે દાંડીના દરિયાકિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લઈને સહેલાણીઓના જાનમાલને નુકસાન ન થાય તેવા હેતુથી બીચ પર મનાયહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાણીઓ જાણે વાવાઝોડાને માણવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી દરિયાકિનારે મોટી સંખ્યામાં જોવા મળ્યા

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.

રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.

દાંડીના દરિયાકિનારે સહેલાણી ઊમટી પડ્યા

બિપરજોય વાવાઝોડાને કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ગઈકાલે નવસારી જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન જોશી દ્વારા દરિયાના બીચ પર સહેલાણીઓને મનાઈહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાનીઓ બિનધાસ્તપણે દાંડીના દરિયાકિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લઈને સહેલાણીઓના જાનમાલને નુકસાન ન થાય તેવા હેતુથી બીચ પર મનાયહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાણીઓ જાણે વાવાઝોડાને માણવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી દરિયાકિનારે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

ઘોઘા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત

ભાવનગરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યા

બિપરજોય વાવાઝોડાન પગલે તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ માછીમારો દ્વારા પોતાની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે, આમ, ઘોઘા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને પોલીસનો પણ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં આજે ન્યૂનતમ તાપમાન 27.7 ડીગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 41 ટકા જેટલું રહ્યું હતું અને 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો, જ્યારે આજે મહત્તમ તાપમાન 40.1 ડીગ્રી નોંધાયું હતું, આમ, એક અઠવાડિયા બાદ ભાવનગરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો હતો.

માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ કરાયો

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કરછ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનાં તમામ નાનાં-મોટાં સાતેય બંદર પર બહાર લોકોની અવરજવર બંધ કરાવી છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ગત રાતથી પોલીસ દ્વારા બેરીકેડ લગાવીને બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રવેશબંધી છતાં અનેક પ્રવાસીઓ દરિયામાં ન્હાવાની મોજ માણતા જોવા મળ્યા હતા.

દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ અંગે સુરતના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે એવી શક્યતા છે. હાલ અમે એલર્ટ મોડ પર જ છીએ અને વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે. આ સાથે જ વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર રાખી રહ્યા છીએ.

વલસાડનો તિથલ બીચ સહેલાણી માટે બંધ, 28 ગામને એલર્ટ

વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.

અમરેલીમાં બે નંબરનું સિગ્નલ યથાવત્

અમરેલી જિલ્લામાં આજે પણ બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. આજે બપોર બાદ અમરેલી કલેક્ટર અજય દહિયા રાજુલા પ્રાંત કચેરી ખાતે કોસ્ટલના અધિકારીઓ સાથે બેઠક યોજશે.

દમણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દમણના દરિયાકિનારે પણ 2 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી છે. વાવાઝોડામાં વધુ કરંટ જોવા મળે તો દરિયાકિનારાનાં ગામોમાં બનાવેલા સેલ્ટર હોમ પર પહોંચી જવા જાગૃતિ શાળાઓમાંથી શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

જામનગરમાં લોકોને સલામત સ્થળે રહેવા સૂચના

જામનગર જિલ્લાનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. તૈયારીઓના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જો જરૂર પડી તો હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે એવું જિલ્લા કલેક્ટરે ગઈકાલે જણાવ્યું હતું.

નવાબંદર દરિયાકાંઠે 700થી વધુ બોટ લાંગરી દેવાઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ઉનાના નવાબંદર દરિયાકાંઠે 2 નંબરનું સીગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે. હાલ નવાબંદર દરિયાકાંઠે નાની-મોટી 700થી વધુ બોટ, જ્યારે સૈયદ રાજપરા બંદરકાંઠે 600 જેટલી બોટો લાંગરી દેવામાં આવી છે. નવાબંદર મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બિપરજોય વાવાઝોડું સક્રિય થયું હોવાથી માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડાને લઇ માછીમારોને જાનમાલની હાનિ ન થાય એની તકેદારી રાખવા ફિશીરીઝ ઓફિસ બહાર સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે.

લોકોની સલામતી માટે શાળામાં વ્યવસ્થા કરાઈ

નવાબંદરના સરપંચ સોમવારભાઇ મજીઠિયાએ જણાવ્યું હતું કે નવાબંદર મરીન પોલીસ અને ફિશરીઝ દ્વારા જાણ કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થાય છે, જેથી વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે વ્યવસ્થા કરવા અને તકેદારી રાખવા જણાવ્યું હતું. તાઉતે વાવાઝોડામાં તો ભારે નુકસાન થયું હતું. ત્યાં આ વખતે ફરીવાર વાવાઝોડું આવે તો અતિભારે નુકસાન થવાની સંભાવના છે. હાલ સરપંચે માછીમાર આગેવાનો અને ગ્રામજનો સાથે મિટિંગ બોલાવી વાવાઝોડાની વધુ અસર વર્તાય તો ઝૂંપડપટ્ટીના લોકોની સલામતી માટે શાળા તેમજ ગામના ચોરામાં વ્યવસ્થા કરવામાં આવી છે.

મરીન પોલીસ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચના

નવાબંદર ગામના માછીમાર આગેવાન મોહનભાઇએ જણાવ્યું હતું કે હાલ તો માછીમારીની સીઝન બંધ છે, પરંતુ જો વાવઝોડુ આવે તો તેમની કફોડી પરિસ્થિતિ થાય, કેમ કે પાર્કિગ કરેલી બોટો છે એ બધી ભાંગી પડે. જેમ અગાઉ બે વર્ષ પહેલાં આવેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુકસાની થઇ હતી અને માછીમારોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. એમાંથી માંડ માંડ બહાર આવ્યા તો બીજું વાવાઝોડુ માથે આવે છે, જેથી માછીમારોને મોટે પાયે નુકસાન થાય એમ છે. પોલીસ એન ફિશીરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડુ અહીંથી પસાર થશે. અહીં વાવાઝોડા માટે સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યું છે.

પોરબંદરના દરિયાએ તોફાનીરૂપ ધારણ કર્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિરજોય વાવાઝોડાની અસર પોરબંદરના દરિયામાં જોવા મળી રહી છે. પોરબંદરના દરિયાએ ગઈકાલે તોફાનીરૂપ ધારણ કર્યું હોય એમ જોવા મળી રહ્યું હતું. વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે એમ એમ દરિયામાં એની અસર વર્તાઈ રહી છે, ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે. પોરબંદરના દરિયાકાંઠે 10 ફૂટથી વધુ ઊંચાં મોજાં ઉછાળતાં જોવા મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે પોરબંદર બંદર પર હાલમાં 2 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

કચ્છના દરિયાકિનારે પવનની ગતિ વધી

આ તરફ કચ્છના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જિલ્લાનાં તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે, જ્યારે કંડલા દીન દયાળ પોર્ટ બહાર ખાણીપીણીનો વેપાર કરતા લારીગલ્લાધારકોને તંત્ર દ્વારા દૂર ખસેડવાની નોટિસ અપાઈ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!