બિપરજોય : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 જૂને વાવાઝોડું કચ્છમાં ત્રાટકી શકે છે.

On: June 13, 2023 9:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • બિપરજોય વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીનું પ્રજાજોગ સંબોધન
  • 15 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે
  • 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
  • અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગાંધીનગર / સીએમ ભુપેન્દ્ર પટેલે સ્ટેટ કન્ટ્રોલરૂમથી કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કન્ટ્રોલરૂમમાં અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી માહિતી મેળવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કન્ટ્રોલરૂમમાંથી હોટલાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારિકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલરૂમમાં વાતચીત કરી સ્થાનિક પરિસ્થિતિની વિગતો મેળવી હતી. તેમણે આ બે જિલ્લાઓમાં તત્કાલ બચાવ રાહત અને લોકોના સ્થળાંતર સહિતની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી. મુખ્યમંત્રી મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને સંભવિત વાવાઝોડાની સ્થિતિ નો ક્યાસ મેળવ્યો હતો.

બિપરજોય વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીનું પ્રજાજોગ સંબોધન
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ એની ભયંકર અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 જૂને વાવાઝોડું કચ્છમાં ત્રાટકી શકે છે. જેના પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે મંગળવારે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાંની પરિસ્થિતિને પગલે નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ કરી છે. ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો અને બહાર નિકળવવા ટાળવા કહ્યું છે.

AD.

15 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 જૂનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. જેના પગલે આજે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાંની પરિસ્થિતિને પગલે નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ કરી છે. ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો બહાર નિકળવાનું ટાળો તેમજ વૃક્ષ નીચે, વીજ ઉપકરણોને અડવું નહી, વીજ થાંભલાથી દૂર રહેવા અપીલ કરી છે.

AD..

15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે.

AD..

અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો, કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500, પોરબંદરમાંથી 543, દ્વારકામાંથી 4,820, ગીર-સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

AD…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!