વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાંરૂપે પવનની પાંખે વરસાદ વરસવાની શરૂઆત થઇ ગઇ છે.

અરબી સમુદ્રમાં સક્રિય બનેલું ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે.વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા પારડી તાલુકાના અમુ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે વરસાદ ના ઝાપટા પડી રહ્યા છે.બપોરે 2.30 ધરમપુર માં ભારે વરસાદ થતાં રોડ પર પાણી કાદવ કિચંડ થતા વાહન વ્યવહાર લોકોને મુશ્કેલીની સામનો કરવો પડયો હતો.

નેશનલ હાઇવે 56 પર અનેક જગ્યાએ વૃક્ષો ની ડાળીઓ પડી હતીનેશનલ હાઈવે 56 પર ધરમપુર કરંજવેરી નદીના પુલ પર પાણી ભરાયાઆજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે. પવનની ગતિ વધીને 50થી 60 કિમી થવાની શક્યતા છે.
નેશનલ હાઈવે 56 પર પીપલખેડ નજીક અકસ્માત થયો









