વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ અવંતી ફાઉન્ડેશન દ્વારા ટીબીના દર્દીના નિદાન માટે Tru Naat મશીનનું લોકાર્પણ

On: June 14, 2023 10:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવા માટે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ CSR પ્રવૃત્તિ અંતર્ગત અવંતી ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના ટીબીના દર્દીઓના લાભાર્થે ટીબીના દર્દીના નિદાન માટે રૂ. ૯ લાખના ખર્ચે Tru Naat મશીનનું પારડીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો. હરજીતપાલ સિંઘે જણાવ્યું કે, આ Tru naat મશીન ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસિલ કરવા માટે વલસાડ જિલ્લાને ખૂબ જ મદદરૂપ થશે. આ મશીન દર્દીના ગળફામાંથી ટીબીના માઈકો બેકટેરીયાને ઝડપથી શોધી કાઢશે. જેથી દર્દીની ત્વરિત સારવાર કરી સ્વસ્થ કરવામાં સરળતા પડશે.લોકાર્પણ કાર્યક્રમમાં પારડી સીએચસીના અધિક્ષક ડો.સરિતા હાંડા, અવંતી ફાઉન્ડેશનના ડીજીએમ અજય શર્મા, એજીએમ અનુજ ત્યાગી અને આર.વી.રાજુ, મેનેજર એકાઉન્ટન્ટ રવિન્દ્રનાથ, લોજીસ્ટીક મેનેજર સુનિલસિંઘ, પારડી તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ રાઠોડ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ અને સીએચસી પારડીનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!