” માનવતા – સેવા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરતું ગ્રુપ RAINBOW warriors Dharampur નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…

On: June 19, 2023 9:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં આદિવાસી ક્ષેત્રમાં સેવા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરતું ગ્રુપ rainbow warriors Dharampur પરિવારનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ ગ્રુપની વાર્ષિક પ્રવુત્તિ વિશે ચર્ચા કો.ઑ. Rainbow warriors Dharampur
કાર્યક્રમનું ઉદઘાટન ડૉ. હેમંત પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર તથા ડૉ.રિતેશ પટેલ ચાઈલ્ડ કેર હોસ્પિટલ ધરમપુરના હસ્તે સ્વ.દિનેશભાઈ પટેલના ફોટો સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું.આ પ્રસંગે RAINBOW WARRIORS DHARAMPUR ના દરેક ગામના સભ્યોનું મહેમાનોનાં હસ્તે પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. RAINBOW WARRIORS DHARAMPUR ના કો. ઓર્ડીનેટર શંકર પટેલે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા પાર્થ ટ્રેડર્સ વાપી, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સહયોગ થી થયેલ વાર્ષિક પ્રવુત્તિનો અહેવાલ રજૂ કરી RAINBOW WARRIORS DHARAMPUR ગ્રુપ દરેક ગામના સભ્યો ની પ્રવુતિ ને બિરદાવી હતી.આ પ્રસંગે ડૉ. હેમંત પટેલ, ડૉ રિતેશ પટેલ, કમલેશ ભાઈ પટેલ આદિવાસી એકતા પરિષદ ધરમપુર, મહેશભાઈ ગરાસિયા Rto કચેરી વલસાડ, રાજેશ પટેલ સરપંચ ખારવેલ, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ , ભાવિકા પાનેરિયા CRC સિદુંબર , ડૉ.વિરેન્દ્ર ગરાસિયા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક , કેતન ગરાસિયા મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, રાજેશ પટેલ સહમંત્રી ટીચર સો. ધરમપુર, હેમંત રાઠોડ પ્રચાર મંત્રી વલસાડ જિલ્લા પ્રા.શિ.સંઘ હિનલ પટેલ ( વાઈમેક્સ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર) વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.ડૉ હેમંત પટેલે રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું તથા Rainbow warriors Dharampur ની સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિ ને બિરદાવી હતી. બાળકો, યુવાનો ને જંક ફૂડ થી દુર રહી તંદુરસ્ત જીવન જીવવાની માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. રિતેશ પટેલે ગ્રુપ ની પ્રવુત્તિ ને બિરદાવી તમામ પ્રકાર ના સહયોગ ની ખાતરી આપી હતી. સરપંચ રાજેશ પટેલ તથા રજની કાંત પટેલે સાકાર વાંચન કુટીર ને અદ્યતન બનાવવા માટે તમામ પ્રકાર ના સહયોગ ની ખાતરી આપી હતી.કમિટી સભ્યો દ્વારા Rainbow warriors Dharampur ના આગામી વાર્ષિક કાર્યક્રમો નાં આયોજન બાબતે આર્થિક સહયોગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાનજી ફળિયા ના યુવાનો આગેવાનો રાજેશભાઈ લાડ, અંકિત પટેલ, મહેશ ગરાસિયા, મનીષ પટેલ, મેહુલ નાયકા, નીરવ પટેલ, જીગુ નાયકા, વિવેક આહીર, હિરલ પટેલ, નિતા પટેલ, રેખા ગરાસિયા વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી. Rainbow warriors Dharampur પરિવાર દ્વારા પ્રીતિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સફળ આયોજન તથા સંચાલન Rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો , ઉમેશ પટેલ , અંકિત પટેલ તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!