
- ED અને CBIની ધમકીઓના કારણે નેતાઓએ કોંગ્રેસ છોડ્યું: શક્તિસિંહ ગોહિલ
- ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન”કેટલાક લોકો મજબૂરીમાં કોંગ્રેસ છોડીના ગયા”
- આજકાલ કોંગ્રેસ છોડનાર છે તેમણે પણ મને ફોન કરીને વાત કહી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મજબૂર થઈને કોંગ્રેસને છોડી રહ્યા છે. : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસની કમાન હવે શક્તિસિંહ ગોહિલના હાથમાં રહેશે અને તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે.
ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલને પસંદ કરાયા બાદ તેની વરણી કરવામાં આવી હતી. જો કે આજે અમાસ હોવાથી પદભારનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આવતીકાલે તેઓ જગન્નાથના આશિર્વાદ લઈને પદભાર સંભાળશે.
ગુજરાત કોંગ્રેસની કમાન હવે શક્તિસિંહ ગોહિલના હાથમાં રહેશે અને તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે. આજે શક્તિસિંહ ગોહિલ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીધા જ પ્રદેશ કાર્યલય જવા રવાના થયા હતા.
ભાજપમાં જનાર નેતાઓને લઈ શક્તિસિંહનું નિવેદન
આજે શક્તિસિંહ ગોહિલ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમા કોંગ્રેસના નેતા શા માટે પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેને લઈને મોટું નિવેદન આપ્યુ હતું. તેણે જણાવ્યુ હતું કે ED અને CBIની ધમકીઓના કારણે નેતાઓ કોંગ્રેસ છોડે છે અને આજકાલ કોંગ્રેસ છોડનાર છે તેમણે પણ મને ફોન કરીને વાત કહી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મજબૂર થઈને કોંગ્રેસને છોડી રહ્યા છે. અત્યારે જે ચાલે છે તેમા માણસના ધંધા રોજગાર પર તરાપ મારવામાં આવે છે તેમજ કોઈ નેતા કે કાર્યકર્તાના પરિવારનો સભ્ય સરકારી નોકરીમાં હોય તો કા તો તેની બદલી દૂર કરી દેવામાં આવે છે અને કા તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે. ખોટી રીતે ફરીયાદ કરીને જેલોમાં નાખવાની, પરિવારને ત્રાસ આપીને ધમકી આપવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યુ હતું. જો કે એક દિવસ કોંગ્રેસ છોડીને જનાર લોકો હિંમતપૂર્વક કોંગ્રેસમાં પાછા આવશે તેમ શક્તિસિંહે આમંત્રણ આપ્યુ છે.
બિપોરજોય વાવાઝોડાને લઇ શક્તિસિંહનું નિવેદન
ગુજરાતમાં વાવાઝોડાને લઇ શક્તિસિંહનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતી જનતાએ બિપોરજોય વાવાઝોડાનો માર ઝીલ્યો છે. વાવાઝોડું ઓછી ઝડપથી આવ્યું જેથી કુદરતનો આભાર માનીએ છીએ.






