
ઘરના ઉપરની છત તૂટી પડતા ઘરવખરી કાટમાળ ચાર પશુઓ નીચે દબાઈ ગઈ હતા. આથી પરિવારને મોટું નુકસાન થયું હતું.
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે
ટીસ્કરી જંગલ ગામમાં એક ઘર તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા પરિવાર ભર ચોમાસે આફત આવી પડી છે. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બપોરના 12 .30 વાગ્યો વરસાદ વરસ્યો હતો. વાડી- ટીસ્કરી જંગલ ગામના કસરપાડા ફળિયામાં રામભાઈ એસિયાભાઈ વડવલે નું ઘર તૂટી પડ્યું હતું. કોઈને ઈજા કે જાનહાની નથી થઈ.પરંતુ પશુઓ ઈજાઓ થઇ હતી.
ઘરના ઉપરની છત તૂટી પડતા ઘરવખરી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આથી પરિવારને મોટું નુકસાન થયું હતું. ભર ચોમાસે ઘર પડી જતા નોંધારો બનેલો પરિવાર સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યો છે.
Ad…













