વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચ,ઘ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ  વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા

On: July 9, 2023 10:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ટેન્કરમાં ભરીને લઇ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૭૫ જેમાં કુલ બોટલ નંગ ૫૭૦૦ કિ.રૂ.૨૮,૫૦,૦૦૦/- નો વિપુલ પ્રમાણમાં પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ વડોદરા ગ્રામ્ય((૦૨))

ઉપરોકત પકડાયેલ ઇસમને સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લઇ આવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પુછતા પકડાયેલ ડ્રાઇવર ઇસમે આ વિદેશી દારુ ભરેલ ટેન્કર, ગણપત વનારામ, બિસ્નોઇ રહે.સાંચોર, તા.જી.સાંચોર (રાજસ્થાન) નાએ દિલ્લી બાયપાસ ખરગોદા બ્રીજ નીચે મુકેલ હોય, ત્યાથી લઇને આવેલ અને તેના કહ્યા મુજબ વડોદરા દુમાડ ચોકડી પહોંચી બ્રીજ પાસે પાર્ક કરવાની હકીકત જણાવતા પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવી વિદેશીદારૂનો જથ્થો મોકલનાર ઇસમની માહીતી મેળવી તેને સત્વરે ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :

(૧) શ્રી આર.બી.વનાર, પો.સ.ઇ. એલ.સી.બી.

(ર) અ.હે. કો. ભુપતભાઇ વિરમભાઇ બ નં ૧૦૧૯

(૩) અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઇ બ નં ૧૨૦૩

(૪) અ.હે.કો. કનુભાઇ ભારસિંગભાઇ બ નં ૯૫૧

(૫) આ.પો. કો. મેહુલસિંહ અનોપસિંહ બ નં ૨૩૨ (૬) આ.પો.કો. વિનોદકુમાર કિશનસિંહ બ નં ૨૪૫

(૭) અ.પો. કો. હર્ષકુમાર સનાતનભાઇ બ નં ૩૨૮

આમ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ,વડોદરા ગ્રામ્ય ઘ્વારા અન્ય રાજયમાંથી ભરીને લઇ અવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૮,૫૦,૦૦૦/નો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!