ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ચાલી રહી છે રોપણી…

On: July 9, 2023 11:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તેમજ અનેક વિસ્તારોમાં વાવાણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરી આદરી છે. અત્રે જણાવીએ કે, ચાલુ વર્ષે ચામાસાની શરૂઆતમા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકા મોંઘવારી વધી: ખેડૂત
રાજ્યભરમાં સારો વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વાવણીની મોસમ ચાલી રહી છે. ત્યારે સાણંદ તાલુકામાં ડાંગરની રોપણી શરૂ થઈ છે. જે સમગ્ર બાબતે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે મેઘરાજા મહેરાબાન બન્યા છે પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે 10 ટકા મોંઘવારી વધી છે.

ખેતી લાયક વરસાદ
રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે મોટા ભાગના ગુજરાતમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. જેમાં ડાંગર,મકાઈ, તુવેર, કપાસ અને મગફળી વાવેતર ચાલુ છે. ચોમાસુ બેસી જતા વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યાર બાદ ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી કરી રહ્યાં છે અને સારા વરસાદથી સારી ખેતીની આશા ખેડુતો સેવી રહ્યા છે.

રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશ જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેઓ સોનીપતના મદીના ગામના ખેતરમાં પહોંચ્યા જ્યાં ડાંગરનું વાવેતર કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રેક્ટર વડે ખેતર ખેડ્યું અને અન્ય મજૂરો સાથે ડાંગરનું વાવેતર પણ કર્યું. રાહુલે ત્યાં હાજર ખેડૂતોની હાલત પૂછી અને ખેતી વિશે વાત કરી. રાહુલ ગાંધીને તેમની વચ્ચે અચાનક જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

રાહુલ ગાંધીએ ટ્રેક્ટર ચલાવ્યું
કુંડલી બોર્ડર પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ અચાનક પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો અને સોનીપત તરફ પ્રયાણ કર્યું. તેઓ કુરાદ રોડ બાયપાસથી મુરથલ થઈ હાઈવે થઈને ગોહાના જવા નીકળ્યા હતા. ત્યાંથી તેઓ લગભગ સાત વાગ્યે બરોડાના મદીના ગામ પહોંચ્યા. તેમણે રસ્તામાં ઘણી જગ્યાએ ખેતરોનું નિરીક્ષણ કર્યું. મદીનામાં, તેમણે ખેતરોમાં ડાંગરની રોપણી વિશે શીખ્યા અને પોતે મજૂરો સાથે ડાંગર રોપવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ખેતરમાં ડાંગર રોપતા પહેલા જમીન તૈયાર કરવા માટે તેણે ટ્રેક્ટર પણ ચલાવ્યું.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!