કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે એક પેટ્રોલ પમ્પ ઉપર મધ્ય રાત્રીએ લૂંટારુઓ ત્રાટક્યા 7.67 લાખની લૂંટ ચલાવી ફરાર

On: July 14, 2023 8:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી હાથ ધરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
  • દિક્ષલ ગામ ખાતે તેજસ પેટ્રોલ પમ્પને લૂટારૂઓએ ટાર્ગેટ કર્યો હતો. 12 લૂંટારુઓએ દાંતેડા, કોયતા જેવા હથિયાર વડે પેટ્રોલ પમ્પ ઉપર ત્રાટકી કર્મચારીઓને બંધક બનાવી લૂંટ કરવામાં આવી હતી.

વલસાડ-નાસિક હાઇવે ઉપર કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે એક પેટ્રોલ પમ્પ ઉપર મધ્ય રાત્રીએ અજાણ્યા 12 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. વોચમેન સહિત 3 કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.67 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આરોપીઓનું પગેરૂ ન મળે તે માટે DVR પણ સાથે લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી હાથ ધરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ અને નાસિકને જોડતા સ્ટેટ હાઇવે ઉપર આવેલા દિક્ષલ ગામ ખાતે તેજસ પેટ્રોલ પમ્પને લૂટારૂઓએ ટાર્ગેટ કર્યો હતો. 12 લૂંટારુઓએ દાંતેડા, કોયતા જેવા હથિયાર વડે પેટ્રોલ પમ્પ ઉપર ત્રાટકી કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા વોચમેન સહિત 3 કર્મચારીઓને હાથ પગ બાંધી કેસીયરની કેબિનમાં તોડફોડ કરી હતી. પેટ્રોલ પમ્પના CCTV ફૂટેજ જોવા લગાવવામાં આવેલી LED TVની પણ તોડફોડ કરી હતી. લૂંટારુઓ પેટ્રોલ પમ્પના કર્મચારીઓના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 7.67 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધી આવ્યા હતા.

પેટ્રોલ પમ્પ ઉપર લાગેલા DVR પણ લૂંટારુઓ લૂંટી ગયા હતા. લૂંટારુઓ ગયા બાદ કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાની જાણ કપરાડા પોલીસ અને પેટ્રોલ પમ્પ સંચાલકોને કરી હતી. જેથી વલસાડ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટનાને લઈને વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી હાથ ધરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

SP કક્ષાના અધિકારીઓ PI-PSI, કોન્સ્ટેબલને ખુલ્લા મને સાંભળે: સંઘવી

આસલોણા ગામે ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ – કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી તપાસ હાથ ધરી !

મોકડ્રીલ :કપરાડા તાલુકાના અંભેટી ખાતે આતંકવાદી હુમલા સમયે સુરક્ષા અને રેસ્ક્યુ અંગે મોકડ્રીલ યોજાઈ !

વલસાડના નવા SP યુવરાજસિંહ જાડેજાની પારડી પોલીસ મથકે અચાનક મુલાકાત !

વાપી-વલસાડ નેશનલ હાઈવે પર ડાયવર્ઝન અને દિશાસૂચક બોર્ડના અભાવને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં !

error: Content is protected !!