વલસાડ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પોલીસની ઓળખ આપી રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતી ઠગ ટોળકીને અસલી પોલીસે ઝડપી પાડી

On: July 13, 2023 9:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • આ લોકોથી રહેજો સાવધાન! પોલીસનો રોફ બતાવી ખેરગામમાં વેપારીને માર્યો, રૂપિયા પડાવ્યા, પછી…
  • પોલીસ બનીને લોકોને લૂટતા મહમદ કાસમ ખલીફા અને બાબુ વજીર પટેલ છેલ્લા બે વર્ષોથી લોકોને ઠગીને રૂપિયા કમાઈ રહ્યા હતા.
  • પારડીના આસમા ગામના બાબુ વજીર પટેલ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવણી થઇ છે.

વગર મહેનતે અને ઓછા સમયમાં રૂપિયા કમાવા ચીખલીના 50 વર્ષીય મહમદ કાસમ ખલીફાએ પોતાના અન્ય મિત્ર અને વલસાડના પારડીના અસમા ગામના બાબુ વજીર પટેલની સાથે મળી ક્રાઈમ અંતર્ગત ચાલતી એક NGO માં સભ્ય બની તેના ઓળખ કાર્ડ બનાવડાવ્યા હતા.

નવસારી અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભંગાર વેચનારા, કરિયાણા દુકાન વગેરેમાં જઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હોવાનો રોફ જમાવી વેપારીઓ પાસેથી હજારો પડાવી લેતી ટોળકીને ખેરગામ પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આરોપીઓ ક્રાઈમ અંતર્ગત NGO ના કાર્ડ રાખી લોકોને પોતે પોલીસ હોવાનો ધાક આપીને લૂંટતા હતા.

વગર મહેનતે અને ઓછા સમયમાં રૂપિયા કમાવા ચીખલીના 50 વર્ષીય મહમદ કાસમ ખલીફાએ પોતાના અન્ય મિત્ર અને વલસાડના પારડીના અસમા ગામના બાબુ વજીર પટેલની સાથે મળી ક્રાઈમ અંતર્ગત ચાલતી એક NGO માં સભ્ય બની તેના ઓળખ કાર્ડ બનાવડાવ્યા હતા. જેનો ઉપયોગ કરી બંને પોતાને નવસારી અથવા વલસાડ જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ બતાવી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉન સહિતની અન્ય કિરાણા દુકાનો તેમજ અન્ય વ્યવસાયના વેપારીઓને તેઓ ગેરકાયદે વેપાર કરતા હોવા સાથે એનકેન પ્રકારે ધમકાવી તેમની પાસે હજારો રૂપિયા કઢાવી લેતા હતા.

જેમની સાથે છેલ્લા બે મહિનાથી વલસાડના ધરમપુરનાં માલણપાડા ગામના રોહિત ગાવિત અને જીતેન ગાવિંત સાથે જ એક સગીર વયના તરૂણને પોતાની સાથે રાખીને પોલીસનો રોફ જમાવી રોડ કરતા હતા. જેમાં ગત 6 જૂન 2023 ના રોજ ખેરગામના ભંગારના વેપારી ને ત્યાં પહોંચી તેના દ્વારા ગેરકાયદેસર રીતે ભંગારનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાવી, તેને પોતે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હોવાનો રોફ બતાવી, ધમકાવીને 25 હજાર રૂપિયા કઢાવ્યા હતા. આરોપીઓના ગયા પછી વેપારીએ તપાસ કરતા આવા કોઈ પોલીસ કર્મી નવસારી LCB માં ન હોવાનું જાણતા વેપારીએ ખેરગામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

જેથી હરકતમાં આવેલી ખેરગામ પોલીસે બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી મહમદ કાસમ ખલીફા, જીતેન ગાવીત, રોહિત ગાવીત અને સગીરને પકડી પાડયા હતા. જ્યારે મહમદ કાસમ, રોહિત અને જીતેનની ધરપકડ કરી તેમની પાસે પોલીસના ખોટા ઓળખ કાર્ડ કબ્જે કર્યા હતા. સાથે જ કોર્ટમાં રજુ કરી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવીને તપાસને વેગ આપ્યો છે. જ્યારે અન્ય આરોપી બાબુ પટેલને વોન્ટેડ જાહેર કરી, તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ બનીને લોકોને લૂટતા મહમદ કાસમ ખલીફા અને બાબુ વજીર પટેલ છેલ્લા બે વર્ષોથી લોકોને ઠગીને રૂપિયા કમાઈ રહ્યા હતા. જેમાં મહમદ કાસમ અગાઉ કબુતર બાજીમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસનું અનુમાન છે. જેથી રીઢા ગુનેગારોએ ધરમપુરનાં માલનપાડાના યુવાનો અને સગીરને સાથે કરીને ટોળકી મોટી તો કરી, પણ નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી જતા હવે જેલની હવા ખાવી પડશે.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો અનેક એવી ટોળકીએ જેલ ભેગી થઈ શકે…
નવસારી અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભંગાર વેચનારા, કરિયાણા દુકાન વગેરેમાં જઈ રોફ જમાવી વેપારીઓ પાસેથી હજારો પડાવી લેતી ટોળકીઓ ગ્રાહક સુરક્ષા અન્ય NGO ના કાર્ડ રાખી લોકોને પોતે પત્રકારો સંઘ હોદેદારો ન્યૂઝ પેપર યુટ્યૂબ ચેનલો નો ધાક આપીને મોટી તોડ કરવામાં આવે છે.કેટલીક વખત સરકારી અધિકારીઓ સાથે પણ રાખવામાં આવે છે. RTI માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવે છે.

વલસાડ જિલ્લા એવા અનેક NGO રૂપિયા લઈ ઓળખપત્ર બનાવી આપવામાં આવે છે.ક્રાઈમ, માનવધિકાર, ગ્રાહક સુરક્ષા જેવા ભારે નામો ભયભીત કરે એવા દિલ્હી અમદાવાદ થી એવા ઓળખપત્ર આપવામાં આવે છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!