” રંગ દે બસંતી ” ફિલ્મનો એ સંવાદ આપણને સૌને યાદ જ છે. કેળધા ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ની ચૂંટણી..

On: July 15, 2023 12:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રંગ દે બસંતી ફિલ્મનો એ સંવાદ આપણને સૌને યાદ જ છે. કેળધા ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી હતી.

“કોઈ ભી દેશ પરફેક્ટ નહી હોતા ઉસે પરફેક્ટ બનાના પડતા હૈ!“ અને આપણું તો લક્ષ્ય છે “શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ !” અહીં, શ્રેષ્ઠ એટલે જ્યાં દરેકને પોતાનું જીવન જીવવા જેવું મજેદાર લાગે, પોતાના હક અને ફરજ પ્રત્યે જાગૃતતા હોય અને પોતાની સ્વતંત્રતાને રક્ષીને બીજાની સ્વતંત્રતાને પૂર્ણ આદર આપે છે.

કેળધા ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ની ચૂંટણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બધાજ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને SMC સભ્યો તથા શિક્ષણ વિંદ પણ હાજર રહ્યા હતાં..

કપરાડા તાલુકાના કેળધા ગામની પ્રાથમિક શાળામાં બાલ સંસદ યોજાઇ ગઇ. શાળા પરિવારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

બાળકોને મતાધિકાર, લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, કેવા ઉમેદવાર ચૂંટણી લડી શકે વિગેરેની સમજણ આપવામાં આવી હતી. મંત્રી-મહામંત્રી, પાણી સમિતી, આરોગ્ય સમિતી, મંત્રીઓની પસંદગી અને પ્રધાન મંડળની રચના કરવામાં આવી, બાળકો દ્વારા કરવામાં આવેલી સંસદની કામગીરીની પ્રસંશા લોકો દ્વારા કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વયસ્ક વ્યક્તિ કરતા બાળકોની ગ્રહણશક્તિ વધુ હોય છે. શાળામાં મળતા પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!