
- કપરાડા દ્વારા મુખ્ય પ્રાથમિક શાળા નજીક પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું રૂ. ૧ કરોડ ૩૪ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
- આ પુસ્તકાલયમાં કુલ ૪ ખંડ, પીવાના પાણીની સુવિધા, વોશરૂમ, કમ્પ્યુટર લેબ અને સોલાર રૂફ ટોપની સુવિધા ઉપલ્બ્ધ
- નજીકની શાળાઓના બાળકોના શૈક્ષણિક ઉપયોગ માટે પ્રથમ માળે કમ્પ્યુટર લેબની સુવિધા પણ છે જેમાં કુલ ૮ કમ્પ્યુટર ઈન્ટરનેટની સુવિધા સાથે ઉપલબ્ધ છે.


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પ્રજાજનોના વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ આશય સાથે જિલ્લા પંચાયત વલસાડ અને તાલુકા પંચાયત કપરાડા દ્વારા મુખ્ય પ્રાથમિક શાળા નજીક પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું રૂ. ૧ કરોડ ૩૪ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે તા. ૧૬ જુલાઈ ૨૦૨૩ના રોજ રવિવારે સવારે ૯ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પણ કરાશે.
AD..

જિલ્લા કક્ષાએ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૨-૨૩) રૂ. ૩૫ લાખ, તાલુકા કક્ષાએ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૨-૨૩) રૂ. ૩૦ લાખ, જિલ્લા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૨-૨૩) રૂ. ૬૪ લાખ અને જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી (વર્ષ ૨૦૨૩-૨૪) રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૧૩૪ લાખની ગ્રાન્ટ મંજૂર કરી નવુ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરમાં કુલ – ૪ ખંડો, ૧ – પુસ્તકો માટેનો ખંડ, ૧ – ગ્રંથપાલ માટે ઓફિસ, જરૂરી ફર્નિચરો, પીવાના પાણીની સુવિધા અને સ્ત્રી-પુરુષ માટે અલગ- અલગ વોશરૂમની સુવિધા ભોય તળીયે (ગ્રાઉન્ડ ફ્લોર) પર ઉપલબ્ધ છે. નજીકની શાળાઓના બાળકોના શૈક્ષણિક ઉપયોગ માટે પ્રથમ માળે કમ્પ્યુટર લેબની સુવિધા પણ છે જેમાં કુલ ૮ કમ્પ્યુટર ઈન્ટરનેટની સુવિધા સાથે ઉપલબ્ધ છે.
Ad.

આ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરમાં રીન્યુએબલ એનર્જી – સોલાર રૂફ ટોપનો ૬ – KVAના પ્લાનની સુવિધા ઉપલબ્ધ છે જેથી વીજ બીલ પણ શૂન્ય આવશે અને વીજળીની પણ બચત થશે. આ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટર CCTV કેમેરાથી સુસજ્જ છે અને પુસ્તકાલયની ફરતે કમ્પાઉન્ડ વોલની સુવિધા ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના પુસ્તકો જેવા કે ધોરણ ૬ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકોના અભ્યાસને લગતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અભ્યાર્થીઓ માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો, દૈનિક વર્તમાનપત્ર, માસિક મેગેઝિન અને બાળકોથી લઇ સિનિયર સિટિઝનના વાંચન માટે વિવિધ પ્રકાશનોના પુસ્તકો ઉપલબ્ધ છે.
AD.

આ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરની જાળવણી અને સંચાલન માટે રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના નિયામકશ્રી, ગ્રંથાલય કચેરી, ગાંધીનગર દ્વારા ૨ કર્મચારી તથા માં-ફાઉન્ડેશન ટ્રસ્ટ, વાપી દ્વારા ૨ કર્મચારી મળી કુલ ૪ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
AD..







