
- વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર બિસ્માર રસ્તાઓને લઈને મુંબઈ તરફ જતા વાહનોની રફતાર ધીમી પડી જાય છે.
- ગત વર્ષે NHAIનું ભારે વરસાદમાં ધોવાણ થતા NHAI દ્વારા તાજેતરમાં બિસ્માર રસ્તાઓ ઉપર કાર્પેટિંગ કરવામાં આવ્યા હતા.
- વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલા ખડકી ગામ ખાતે નેશનલ હાઇવે 48 ઉપર પડેલા મોટા ખાડાના કારણે વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે.

વલસાડમાંથી પસાર થતો અમદાવાદ-મુબઈ નેશનલ હાઈવે નં. 48 બિસ્માર બન્યો, વાહનચાલકો પરેશાન
ગુજરાતના સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 બિસ્માર બન્યો છે. વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર બિસ્માર રસ્તાઓને લઈને મુંબઈ તરફ જતા વાહનોની રફતાર ધીમી પડી જાય છે. બિસ્માર રસ્તાઓને લઈને મુંબઈ તરફ જતા વાહન ચાલવકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હાઇવે ઉપર પડેલા ખાડાના કારણે વાહનોના અકસ્માતો થતા રહે છે. તો કેટલાક વાહનો મોટા ખાડામાં પડતા વાહનોમાં પણ ભારે નુકશાની પહોંચે છે.
ગત વર્ષે NHAIનું ભારે વરસાદમાં ધોવાણ થતા NHAI દ્વારા તાજેતરમાં બિસ્માર રસ્તાઓ ઉપર કાર્પેટિંગ કરવામાં આવ્યા હતા.
ચોમાસામાં પડેલા વરસાદમાં ફરી રસ્તાઓ ધોવાઇ જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતો ગુજરાતનો સૌથી વ્યસ્ત અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 બિસ્માર થઈ ગયો છે. નેશનલ હાઇવે 48 બિસ્માર થવાના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર ખડકી બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને મુંબઈ તરફ જતા વાહનોની રફતાર ધીમી થતા ચાલકોની ગતિ ધીમી પડતા ભારે ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલા ખડકી ગામ ખાતે નેશનલ હાઇવે 48 ઉપર પડેલા મોટા ખાડાના કારણે વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. સાથે ખાડાઓના કારણે વલસાડ નેશનલ હાઇવે 48 ઉપર વાહનોની લાંબી લાઇન જોવા મળી રહે છે. અર્ધો કલાકનો રસ્તો પસાર કરવા માટે વાહન ચાલકોને 2 કલાકથી વધુંનો સમય લાગી રહ્યો છે. નેશનલ હાઇવે 48 ગુજરાતનો સૌથી વ્યસ્ત હાઇવે ગણવામાં આવે છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 ઉપર રોજના લાખો વાહનો મુંબઈ અને અમદાવાદ જતા હોય છે. તેવામાં હાઇવે બિસ્માર થતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો બીજી તરફ હાઇવે ઓથોરીટી કરોડો રૂપિયાનો ટોલ વાહન ચાલકો પાસે લેવામાં આવે છે. તેમ છતાં વાહન ચાલકોને કોઈ પણ સુવિધા ન મળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. વલસાડના વાઘલધરાથી મહારાષ્ટ્રના તલાસરી સુધી નેશનલ હાઇવે બિસ્માર બનતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે નેશનલ હાઇવે ઓથોરિટી આના ઉપર જરૂરી ધ્યાન આપી હાઇવે વહેલી તકે રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ રીપેર કરવામાં એવી માંગ ઉઠવા પામી છે.
Ad…









