વલસાડ પાસે હાઇવે પર થયેલા ભીષણ ઍક્સિડન્ટમાં મલાડના ગુજરાતીનું મૃત્યુ

On: August 29, 2023 5:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મલાડ-વેસ્ટમાં નર્સિંગ લેનમાં રહેતું પારેખ-દંપતી રાજસ્થાનમાં કામકાજ માટે ગયું હતું. રવિવારે સાંજે ધીરેન પારેખ અને પત્ની કલ્પના પારેખ ડ્રાઇવર સાથે કારમાં મુંબઈ આવી રહ્યાં હતાં એ વખતે નૅશનલ હાઇવે પર વલસાડ પાસે સામેની લેન પર આવી રહેલી એસયુવીના ચાલકે સ્પીડ પરથી નિયંત્રણ ગુમાવતાં એ પારેખ-દંપતીની કાર સાથે અથડાતાં ભીષણ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કલ્પના પારેખ અને ડ્રાઇવરને ઈજા નહોતી થઈ, પરંતુ ધીરેન પારેખને માથા પર જોરદાર માર વાગતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. પારેખ-દંપતીનાં બે બાળકો વિદેશ હોવાથી એક દીકરો મુંબઈ પહોંચી ગયો છે અને દીકરી મુંબઈ આવી રહી હોવાથી આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મલાડમાં રહેતાં કલ્પના અને ધીરેન પારેખનો કાંદિવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે અડૂકિયા રોડ પર ધવલગિરિમાં શ્રીજી બ્રાઇડલ નામનો ડિઝાઇનર ઇમિટેશન જ્વેલરીનો શોરૂમ છે. રાજસ્થાનથી પોતાનું કામ પતાવીને રવિવારે સાંજે પોણાછ વાગ્યે મુંબઈ આવી રહ્યાં હતાં ત્યારે વલસાડ પાસેના ગુંદલાવ ગામ નજીક પારેખ-દંપતીની કારને મુંબઈથી સુરત જતી કારે અડફેટમાં લેતાં જોરદાર ઍક્સિડન્ટ થયો હતો.

ટવેરા કારને પણ નુકસાન થયું હતું

વલસાડ ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારી બિપિન મકવાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈથી સુરત આવતી લેનમાં ટવેરા કારમાં સવાર વલસાડનો રહેવાસી દિવ્યેશ પટેલ વલસાડ સિટીમાં હાઇવે પરથી જઈ રહ્યો હતો ત્યારે સ્પીડમાં હોવાથી કારે બૅલૅન્સ ગુમાવ્યું અને સીધી ડિવાઇડર કુદાવીને રૉન્ગ લેનમાં જતી રહેતાં સામેથી આવી રહેલી પારેખ-દંપતીની કાર સાથે જોશભેર અથડાઈ હતી. આ અથડામણમાં કારનો એક તરફથી કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલે દરવાજા તરફ પાછળની સાઇડ પર બેસેલા ધીરેન પારેખને સીધો માથા પર જોરદાર ફટકો વાગ્યો હતો. તેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમણે જીવ ગુમાવ્યો હતો. તેમનાં પત્ની કલ્પનાબહેન અને ડ્રાઇવરને ઈજા નહોતી થઈ. જોકે એ ઍક્સિડન્ટમાં દિવ્યેશ પટેલને ગંભીર ઈજા થઈ હોવાથી તે હૉસ્પિટલમાં છે. તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.’

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!