શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા વલસાડ ગુજરાતનાં પ્રમુખ યોગેશ પટેલ બ્લડ ડોનર ઇન ઋષિકેસ, ઉત્તરાખંડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમ્માન સમારોહમા યોગેશ પટેલ (યોગી) ને બ્લડ વૉલ્યતર એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.

On: August 28, 2023 10:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા વલસાડ ગુજરાતનાં પ્રમુખ યોગેશ પટેલ બ્લડ ડોનર ઇન ઋષિકેસ, ઉત્તરાખંડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમ્માન સમારોહમા યોગેશ પટેલ (યોગી) ને બ્લડ વૉલ્યતર એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.

સામાજિક કાર્યકરોની રાષ્ટ્રીય પરિષદ, બ્લડ ડોનર ઇન ઋષિકેશ ઉત્તરાખંડ દ્વારા 28 ઓગસ્ટ 2023ના રોજ ઋષિકેસ ઉત્તરાખંડમાં યોજાયેલ.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહીદ સૈનિકો, યુદ્ધમાં અપંગ લોકોના પરિવારજનોનું સન્માન કરવાનો છે
દેશભક્તિ, સમાજ સેવા, પરોપકાર જેવા ગુણો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવાનો, યોગ્ય શિક્ષણ, વિશ્વ શાંતિ માટે પરસ્પર અહિંસાનું બલિદાન આપવું અને વિશ્વ કુટુંબ અને માનવજાતમાં અને રાષ્ટ્રના હિતની ભાવના પેદા કરવા માટે સંસ્કારી સમાજનું નિર્માણ કરવું.
આ કાર્યક્રમમાં ભારતના તમામ રાજ્યોના 50 જેટલા સામાજિક કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવેલ જેમાં રકતદાન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરેલ બ્લડમેન યોગી ને છેલ્લા 21 વર્ષથી રકતદાન,એમ્બ્યુલન્સ સેવા તથા અનેક વિવિધ લોકોપયોગી અને સમાજલક્ષી સેવાનાં કાર્યો બદલ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ કુલ 41 એવોર્ડ પ્રાપ્ત કરી આ કાર્યક્રમમાં બ્લડ ડોનર ઇન ઋષિકેશ ઉત્તરાખંડ એવોર્ડ 2023 થી સન્માનિત થઈ 42 મો એવોર્ડ મેળવી બીનવાડા વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે તે માટે અભિનંદન.

સામાજિક કાર્યકરોની રાષ્ટ્રીય પરિષદને પરોપકારી રોહિત બીજલવાન દ્વારા પ્રેરિત સભાને સંબોધીને સામાજિક કાર્યકરોની સેવાને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાનાં પ્રમુખ યોગેશ પટેલની ઈચ્છા હર ઘર રકતદાતા, ઘર ઘર રક્તદાતા ને પરિપૂર્ણ કરી વલસાડ જિલ્લામાં ૧૦૦ % સ્વૈચ્છિક રકતદાનની દરેક ઘરેથી ૧ રકતદાતા જરૂર આગળ આવી નિયમિત રકતદાન કરે એમની આ અભિલાષા પૂર્ણ કરવા માટે તેઓ તમામ સમાજ પાસેથી અપેક્ષા સેવી રહ્યા છે જે આગામી સમયમાં પરિપૂર્ણ થાય એ માટે શુભેચ્છાઓ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!