
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહીણા ખાતે પારડી વિભાગ કિસાન પંચાયત આયોજીત ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહ 1લી સપ્ટેમ્બર 70માં “કિસાન મુક્તિ દિન” ઉજવણી કરવામાં આવી.

પારડી વિભાગ કિસાન પંચાયત પારડી આયોજીત ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહ 1લી સપ્ટેમ્બર 70 માં “કિસાન મુક્તિ દિન” ઉજવણી ચંપકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રી બબલીબેન ચંપકભાઈ વાડવા હોલ રોહિણા ખાતે યોજવામાં આવી હતી.

1 સપ્ટેમ્બરને ખેડ સત્યાગ્રહ મુક્તિ દિવસ ઉજવણી સ્વ. ઉત્તમભાઈ પટેલ, સ્વ.ઈશ્વર દેસાઈએ શરૂ કરેલા ખેડ સત્યાગ્રહ આંદોલનકારીઓ સહિત અગ્રણીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સાથે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.સ્વાગતમાં પ્રવચન નટુભાઈ પટેલ કર્યુ હતુ.
ઐતિહાસિક કિશાન મુક્તિ દિવસ કિસાન રેલીના અધ્યક્ષ ચંપકભાઈ પટેલે જણાવ્યું કે જમીન વિહોણા આદિવાસી ખેડૂતોને જમીનનો હક્ક અપાવવા સાથે આદિવાસી સમાજમાં અનેક અંધશ્રદ્ધા કુરિવાજોની પણ મુક્તિ અપાવી હતી. વ્યશન મુક્તિ, બાળ લગ્ન , મહિલાઓ પહેલા પરણવા જતી હતી સાથે આદિવાસીઓની પરંપરા મુજબ સંસ્કૃતિ ભૂલી ગયા છે અન્ય સંસ્કૃતિનું અનુકરણ થઈ થઈ રહ્યું છે જેપણ પરિવર્તન પર ભાર મુક્યો હતો.

પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે 1953 માં સતત 14 વર્ષ સુધી લોકોએ ખેડ સત્યાગ્રહ આંદોલન ચલાવવામાં આવ્યું હતું.તેની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરને ખેડ સત્યાગ્રહ દિવસ તરીખે ઉજવવામાં આવે છે.સત્યાગ્રહ વખતે પારડી તાલુકો સુરત જિલ્લામાં હતો. ઉત્તમભાઇ પટેલે મોરારજી દેસાઇના મુખ્ય મંત્રીપણા હેઠળ ચાલતી મુંબઇ સરકારને આવેદનપત્રો રજૂઆત કરી હતી. સરકાર પાસે જમીન વિહોણા લોકો માટે જમીનની માંગણી કરી હતી. ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વર દેસાઈએ કરેલા ખેડ સત્યાગ્રહ આંદોલનથી દરેક સમાજના લોકોને 14000 એકર જમીન ખેડ સત્યાગ્રહની ફળશ્રુતિ મળી હતી. તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ ૧ સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદમાં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે અને જેને અનુલક્ષી ૧ સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવે છે.
આંદોલન ગાંધીચિંધ્યા માર્ગે થયું હતું અને તે સમયે ખેડ સત્યાગ્રહ વખતે ગામડે ગામડે જોરશોરથી ગીત ગવાતું એ ગીત જીતુભાઇ ચૌધરી અને મંગળભાઈ પટેલ દ્વારા ગાવામાં આવ્યું હતું.

‘‘હાં રે અમે ધરતીના ખેડુ હવે જાગ્યા
ખેડે તેની ભોંય થાશે
જુગજુગથી પામ્યા અન્યાય
હવે ન્યાય કેરાં રાજ થાશે.’’
અગ્રણી મંગળભાઈ પટેલે કિશાન મુક્તિ દિવસની સાથે આદિવાસી સમાજને આવતા દિવસો માં અહિત ના થાય તે માટે ઉપસ્થિત નેતાઓ કેટલી ટકોર કરી હતી.ખેતી,ડેરી, જૈવિક ખેતી માહિતી આપી હતી. શિક્ષણ,આરોગ્ય, આદિવાસી સમાજ હિત માટે કામો કરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશભાઈ પટેલ કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ,એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, રમેશભાઇ ગાવિત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો,ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ ગામના સરપંચ રવિન્દ્રભાઇ પટેલ
દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રતિલાલ પટેલે કર્યું હતું.
Ad..









