દેશમાં I.N.D.I.A અને NDA ગઠબંધનના શક્તિ :ભાજપે કુલ 7 સીટમાંથી 3 સીટ પર જીત મેળવી

On: September 8, 2023 9:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • કોંગ્રેસ ઉમેદવારને પોતાના પિતા અને સીનિયર નેતા ઓમાન ચાંડીના નિધનને કારણે સહાનુભૂતિનો ફાયદો પણ મળ્યો છે.
  • ઉત્તરપ્રદેશમાં પછાતોની રાજનીતિનું કેન્દ્ર બનેલી ઘોસી સીટ પર અખિલેશ યાદવને સફળતા મળી છે

દેશમાં I.N.D.I.A અને NDA ગઠબંધનના શક્તિ પ્રદર્શન વચ્ચે 6 રાજ્યોની 7 વિધાનસભા સીટ પર પેટાચૂંટણીના જે પરિણામ આવ્યા છે, તે તમામ માટે કભી ખુશી, કભી ગમ જેવો માહોલ છે. ભાજપે કુલ 7 સીટમાંથી 3 સીટ પર જીત મેળવી છે, પરંતુ યુપીના ઘોસીથી તેઓ સપાની તુલનાએ મોટા અંતરેથી હારી ગયું છે. અહીં સપાના સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણને માત આપી છે.

આ ઉપરાંત TMC, કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિત મોર્ચાને પણ એક-એક સીટ મળી છે.

ઝારખંડમાં JMMનો દબદબો
ડુમરી સીટ પરથી ઝારખંડ મુક્તિ મોર્ચાના બેબી દેવી 15 હજાર વોટથી જીતી ગયાં છે. EDના દરોડા અને ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે CM હેમંત સોરેન માટે આ મોટી રહાત છે. બંગાળની ધુપગુડી સીટ પર જોરદાર મુકાબલો જોવા મળ્યો. અહીં TMCના ઉમેદવાર નિર્મલચંદ્ર રૉયે 4000 જેટલાં મતથી જીતી ગયાં. ભાજપના ઉમેદવાર તપસી રાય પણ 92 હજારથી વધુ વોટ મેળવનાર બીજા નંબરે છે.

ત્રિપુરામાં ભાજપને રાહત
ભાજપ માટે મોટી રાહત ત્રિપુરાના પરિણામ પર છે, જ્યાં ધનપુર અને બોક્સાનગર સીટ પરથી જીતી ગયું છે. બોક્સાનગરથી ભાજપને તફઝ્ઝલ હુસૈન અને ધનપુરથી બિંદુ દેબનાથને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

દેવભૂમિ ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવારની જીત
બાગેશ્વર સીટ પરથી ભાજપના ઉમેદવારની જીત થઈ છે. અહીં ભાજપના પાર્વતી દાસે કોંગ્રેસના ઉમેદવાર વસંત કુમારને લગભગ અઢી હજાર મતથી હરાવ્યા છે. કોંગ્રેસને એકમાત્ર કેરળની પુથુપલ્લી સીટ પરથી સારા સમાચાર મળ્યા છે. અહીં તેમના કેન્ડિડેટ ચાંડી ઓમાને લેફ્ટના જેક થોમસને 37 હજાર વોટના મોટા અંતરથી હરાવ્યા છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ ઉમેદવારને પોતાના પિતા અને સીનિયર નેતા ઓમાન ચાંડીના નિધનને કારણે સહાનુભૂતિનો ફાયદો પણ મળ્યો છે.

ઘોસી સીટ પર સપાનો પરચમ, અખિલેશનો ઉત્સાહ વધ્યો
ઉત્તરપ્રદેશમાં પછાતોની રાજનીતિનું કેન્દ્ર બનેલી ઘોસી સીટ પર અખિલેશ યાદવને સફળતા મળી છે. સપા કેન્ડિડેટ સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાનની તુલનાએ 40 હજાર વધુ વોટ મેળવ્યા છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા પછાતની ઉપેક્ષાના નામે દારા સિંહ ચૌહાન સપામાં જતા રહ્યાં હતા. પરંતુ ગત દિવસોમાં ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા. એવામાં ઘોસી પછાત વર્ગની રાજનીતિનું કેન્દ્ર બની ગઈ હતી. આ જીતથી સપાનો જુસ્સો જરુરથી વધુ ગયો હશે જે સતત 4 ચૂંટણીમાં મળેલી હાર બાદથી નિરાશ હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!