Home Blog Page 180

ગુજરાતભરમાં કોલ્ડવેવની હવામાન ખાતાની આગાહી, હજુ બે દિવસ અતિભારે, આબુ માઈનસ 1.5 ડિગ્રી સાથે ઠંડુંગાર

0

ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. રવિવારે પણ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.

જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી ૧૦ ડિગ્રીએ પહોંચીજતા લોકો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. જેથી વર્તમના ઠંડીનું મોજુ જળવાઇ રહેશે.

ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. ૫થી ૭ ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં ૮ ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે.

માઉન્ટ આબુ માઈનસ ૧.૫ ડિગ્રી સાથે ઠંડુંગાર

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧.૫ ડિગ્રી પહોંચી ગયું છે. જેથી સહેલાણીઓની હાલત કફોડી બની છે. આમ છતાં પણ આજે રવિવારની રજામાં ઠંડીની મોજ લેવા માટે સહેલાણીઓ ઉમટયા હતા.


કપરાડા વિધાનસભાની મોટાપોઢા જિલ્લા પંચાયતના ગામોમાં ડામર રોડનું ખાત મુહુર્ત ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું

0
કપરાડા તાલુકામાં 95 કરોડના  ડામર રોડ મંજૂર  કરવામાં અવિયા 
કપરાડા વિધાનસભાની મોટાપોઢા જિલ્લા પંચાયતના ગામોમાં ડામર રોડનું ખાત મુહુર્ત ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના  મોટપોઢા જિલ્લા પંચાયત ગામોમાં ડામર રોડનું ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ખુબજ અતિઉપયોગી જે રોડ ની વર્ષોથી લોકીની માંગ હતી. અતિ બિસ્માર રોડ નોન પ્લાનમાં હોવાથી કોઈ રીપેર કામ પણ કરવામાં આવતું ના હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે સરકાર માં વલસાડ જિલ્લાના સાંસદ ડૉ. કે. સી. પટેલ ધારાસભ્ય પારડી કનુભાઈ દેસાઇ દ્વારા રજૂઆતો કરાતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ડેપ્યુટી સી. એમ. શ્રી નીતિનભાઈ પટેલએ રૂપિયા 95 કરોડના રોડ માટે મંજૂર કરી આપીયા છે. 50 લાખ સ્ટેટ અને પંચાયત 35 લાખ નોનપ્લાન 10 લાખ બોર્ડર વિલેજ જેના ભાગરૂપે મોટાપોઢા જિલ્લા પંચાયત ના ગામોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મોટાપોઢા જિલ્લા પંચાયત ના કોઠાર પટેલ ફળિયા થી મુખ્ય રસ્તા થી ભંડારકચ્છ , વાજવડ પટેલ ફળિયા ગોડાઉન, સુખાલા માજપાડા મુખ્ય કેનાલ ગાંવિત મોહલ્લો તરફ, સુખાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી અંભેટી સાદડવેરી તરફ, સુખાલા પટેલ ફળિયા થી રામદરા  ગોઈમા  તરફ ,અંભેટી મુખ્ય રસ્તા થી સોસાયટી તરફ, કાકડકોપર સુખાલા ડોકિયા ફળિયા ધોધડકુવા તરફ , કાકડકોપર બારી થી બોરીપડા સુખાલા હટવાડા તરફના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કપરાડા ભાજપના પ્રમુખ  પ્રમુખ રમેશભાઈ ગાંવિત , તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સુમિત્રબેન નડગા તેમજ ભારતીય જનતા પાર્ટીના  હોદ્દેદારો કાર્યકરો અને સરપંચો હાજર રહ્યા હતા.

આખલાનો આતંક:કોડીનારમાં રાહદારી પાછળ આખલો દોડ્યો, ઉછાળીને જમીન પર પટક્યો, ધારાસભ્યના કાર્યાલય સામે બનેલી ઘટના CCTVમાં કેદ

0

ગીર-સોમનાથના કોડીનાર શહેરમાં ધારાસભ્યના કાર્યાલયની સામે રખડતા આખલાએ એક રાહદારીને પાછળથી શિંગડાંથી ફંગોળી દઈ પછાડી દેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આવી ઘટના છેલ્‍લા ત્રણ મહિનામાં બીજી વખત બની હોવાથી લોકોમાં બજારમાં નીકળવાના સમયે ભયની લાગણી પ્રસરી છે.

આખલાએ ફંગોળતાં રાહદારીને માથાના ભાગે ઇજા પહોંચી
કોડીનાર શહેરની બજારમાં ધારાસભ્યના કાર્યાલયની સામેના રસ્‍તા પર એક રાહદારી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે એકાએક પાછળથી દોડીને આવેલા એક આખલાએ તેને શિંગડાંથી ઊંચકી લઈ ફંગોળીને પછાડી દીધો હતો, જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી પ્રથમ કોડીનાર અને ત્‍યાર બાદ વેરાવળની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેના ફૂટેજ વાઇરલ થતાં કોડીનારમાં રખડતા-ભટકતા આખલાઓનો કેવો આતંક છે એની પ્રતીતિ કરાવતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આખલાઓના ધામાથી રાહદારીઓની મુશ્કેલી વધી
અત્રે નોંધનીય છે કે કોડીનારના અનેક વિસ્‍તારો અને ધારાસભ્યની ઓફિસ આસપાસના રસ્‍તાઓ પર અનેક આખલાઓના ધામા જોવા મળે છે, જેથી રાહદારી અને વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે. તો સીસીટીવી કેમેરામાં વાઇરલ થયેલી ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્‍યારે શહેરમાંથી રખડતા-ભટકતા આખલાઓના આતંકને દૂર કરવા તંત્ર શું કરી રહ્યું છે ? એવો સવાલ લોકો કરી રહ્યા છે.

ઉઘાડી લૂંટ:સુરતમાં GD ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ બાળકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યાં, ફી નિર્ધારણ હોવા છતાં સ્કૂલ વધુ ફી વસૂલી રહી છે

0

 

સુરત શહેરમાં સ્કૂલોની દાદાગીરીઓ થોડા થોડા દિવસે સામે આવી રહી છે, ત્યારે હવે સુરત શહેરમાં જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. વાલીઓ આજે કલેકટર, DEO અને FRCને ફી બાબતે રજૂઆત કરશે. વાલીઓએ જણાવ્યું હતું કે ફી નિર્ધારણ હોવા છતાં સ્કૂલ વધુ ફી વસૂલી રહી છે, એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ છે.


ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
જયેશ સાવલિયા(વાલી)એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના જે રૂલ્સ છે એ બધી સ્કૂલો માટે એનું કોઈ પણ સ્કૂલમાં પાલન થતું નથી. જીડી ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં લેખિતમાં કલેક્ટર, ડીઈઓ, એફઆરસીને અરજી કરી છે. 3થી 7 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્કૂલ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે કે 20 તારીખ સુધીમાં તમામ ફી ભરવાની રહેશે, નહીં ભરો તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવામાં આવશે.

52 હજાર રૂપિયા ફી ભરી છે, હજુ પણ 40 હજાર ફી માગી રહ્યા છેઃ વાલી
રિંકલ પટેલ (વાલી)એ જણાવ્યું હતું કે ફી અને ઓનલાઈન ક્લાસનો મુદ્દો પણ છે. ફી 25 ટકા વધારો કરાયો છે. મારી દીકરી આખા વર્ષમાં 10 જ દિવસ ઓનલાઈન રહી હતી તોપણ 52 હજાર રૂપિયા ફી ભરી છે. હજુ પણ 40 હજાર ફી માગી રહ્યા છે. ઓનલાઈન હોવાથી ફી તો ભરવી જ પડશે, નહીં તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાનું સ્કૂલમાંથી જણાવે છે.

લોકડાઉનને કારણે આર્થિક પરિસ્થિતિ પણ સારી નથીઃ વાલી
રીના નવીન અગ્રવાલ (વાલી)એ જણાવ્યું હતું કે સ્કૂલની ફીને લઈને ઘણા પરેશાન છીએ. લોકડાઉનને કારણે તકલીફ થઈ છે, જેને લીધે ફી ભરી નથી. જેથી દબાણ કરવામાં આવે છે કે ફી નહીં ભરો તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવામાં આવશે. લોકડાઉનને કારણે આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી અને ફી પણ વધારે હોવાથી બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી નિરાકરણ લાવવું જોઈએ.

5 દિવસ પહેલાં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ વિરોધ કર્યો હતો
સુરતમાં આવેલી ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફીના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી શાળા બહાર વાલીઓએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ સરકારના હિસાબે ફી ભરવા વાલીઓ તૈયાર છે, પરંતુ સ્કૂલ-સંચાલકો પોતાની રીતે વધુ ફીની માગણી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે પારડી તાલુકાના ધગડમાળ ખાતે રૂા.૧૪૫.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત સંપન્ન

0

 

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે, રાજ્‍યમાં પીવાના પાણીનો દુષ્‍કાળ ભૂતકાળ બને તે

માટે રાજ્‍ય સરકારે ગુજરાતમાં પીવાના પાણીનું પાણીદાર આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્‍યના

નાગરિકોને ક્ષારયુક્‍ત પાણી પીવામાંથી મુક્‍તિ મળી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્‍ય સરકાર નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ

મળી રહે તે માટે પ્રતિબધ્‍ધ છે. રાજ્‍યમાં જળ જીવન મિશન હેઠળ રાજ્‍યના તમામ ઘરોમાં પીવાનું શુધ્‍ધ

પાણી પહોંચાડવા માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ

મોડેલ બન્‍યો છે.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ

ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે સાકાર

થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ રૂા.૩પ.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી

પુરવઠા યોજના પેકેજ-ર, આ યોજના સાકાર થતાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ

વસતિને પીવાનું પાણી મળશે.

તેમણે રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના

હેઠળ પેકેજ-૧, જેનાથી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના

પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા

યોજના હેઠળ વાપી તાલુકાના ૨પ ગામોના ૨૯૮ ફળિયાઓની અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા. ૪.૮૩

કરોડની ઔરંગા નદી આધારિત કાંજણહરી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્‍ટીવીટી યોજનાથી વલસાડ

તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા. પ.૩પ કરોડની પાર નદી

આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના પ૭ ફળિયાની ૩૧ હજાર જેટલી

વસતિ લાભાન્‍વિત થશે. આ તમામ યોજનાઓના સાકાર થતાં વલસાડ જિલ્લાના પારડી, વલસાડ અને

વાપી તાલુકાના ૧૧૪ ગામોની ૩,૮૨,૪૪૭ વસતિને પીવાનું શુદ્ધ પાણી મળશે. વલસાડ જિલ્લામાં પીવાના

પાણીની સમસ્‍યા નિવારવા રૂા.૧પ૦૦ કરોડના વિવિધ કામો ચાલી રહયા છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં પીવાના પાણી માટે ટેન્‍કરો ચાલતા હતા અને

ભ્રષ્‍ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો હતો. અમારી સરકારે ટેન્‍કરમુક્‍ત ગુજરાત બનાવ્‍યું છે. એટલું જ નહીં સરકારે

છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૧૮ હજાર કરોડની પાક ઉપજની ખરીદી કરી છે. ખેડૂતોને

દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના ૧૧૦૦ ગામડાઓને લાભ મળી રહયો

છે.

અમારી સરકાર ગરીબો, પીડિતો, ખેડૂતો, આદિવાસીઓની સરકાર છે, એમ જણાવતાં

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આદિવાસીઓના કલ્‍યાણ માટે પેસા એકટની અમલવારી, આદિવાસીઓને જમીન

માલિકીના હક્ક આપવા ઉપરાંત આદિવાસી વિસ્‍તારમાં મેડીકલ કૉલેજ, એકલવ્‍ય શાળા અને વિજ્ઞાન

પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍કર્ષ માટે વનબંધુ

કલ્‍યાણ યોજના અમલમાં મૂકી છે. જેને પરિણામે આદિવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી

નથી. છેલ્લા પાંચ માસમાં રાજ્‍યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં

આવ્‍યું છે.

વડાપ્રધાનશ્રીના જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને ચરિતાર્થ કરી કોરોના કાળમાં લોકોના જાનના

રક્ષણ સાથે રાજ્‍યમાં આર્થિક ગતિવિધિઓ અને રોજિંદુ જીવન ચાલુ રહે તેવી અસરકારક વ્‍યવસ્‍થાઓ કરી

હતી. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨.૧૦ લાખ જેટલા લોકો કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા

છે. એટલું જ નહીં રાજ્‍યમાં મૃત્‍યુદર પણ બે ટકાથી નીચો રહયો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા માસ્‍ક એ જ વેકસીન છે, ત્‍યારે કોરોના

વોરિયર્સ અને નાગરિકોના સહકારથી રાજયમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહયા

છીએ.

આવનાર દિવસોમાં કોરોના સામે વેકસીન ઉપલબ્‍ધ થનાર છે, ત્‍યારે રાજ્‍યમાં ડોકટર, પેરા

મેડીકલ સ્‍ટાફ અને પ૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને છેવાડાના વિસ્‍તારોમાં અસરકારક રસીકરણ

માટેનું નક્કર આયોજન કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્‍યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા

નીકળી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મુક્‍ત બજારની વકાલત કરી હતી, પરંતુ કેન્‍દ્રની

સરકારે કૃષિ સુધાર કાયદાનો અમલ કર્યો છે, ત્‍યારે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા ખેડૂતોને ગુમરાહ

કરી રહી છે. પરંતુ ગુજરાતના શાણા ખેડૂતો તેનાથી ભ્રમિત થવાના નથી.

ગુજરાતમાં આ જ કોંગ્રેસે ખેડૂતોને ગોળીએ દીધા હતા, તેનો ઉલ્લેખ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું

કે, કોંગ્રેસના રાજમાં જગતનો તાત સિંચાઇના પાણી, વીજળી, પાકવીમાથી વંચિત હતો. અમારી સરકારે

રાજ્‍યમાં ખેડૂતોને સિંચાઇનું પૂરતું પાણી, વીજળી અને પાકવીમા તેમજ શૂન્‍ય ટકા વ્‍યાજે પાક ધિરાણ

ઉપલબ્‍ધ કરાવ્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રીના હસ્‍તે તાજેતરમાં દુનિયાના સૌથી મોટા રીન્‍યુએબલ

એનર્જી પાર્ક અને દરિયાના ખારા પાણીને શુદ્ધ કરતા ડીસેલિનેશન પ્‍લાન્‍ટનું કચ્‍છમાં ખાતમુહૂર્ત કરવામાં

આવ્‍યું છે.

સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લાના નાગરિકો માટે

રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર પાંચ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ૧૧૪ ગામો, ૧૦૦૦ જેટલા

પેટાપરાની ૬ લાખ જેટલી જનસંખ્‍યાને પીવાનું શુદ્ધ પાણી મળશે. એટલું જ નહીં, વલસાડ શહેરને પણ

પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળશે. તેમણે ઉમેર્યું કે, વલસાડ જિલ્લાના પ૬ ટકા ઘરોમાં જળ

જીવન મિશન હેઠળ નળથી પાણી પહોંચાડવામાં આવી રહયું છે. બાકી ઘરોમાં નળ જોડાણની કામગીરી

પ્રગતિમાં છે.

પ્રારંભમાં પાણી પુરવઠા વિભાગના સભ્‍ય સચિવ શ્રી મયુર મહેતાએ સૌનો આવકાર કરતાં જણાવ્‍યું

હતું કે, મુખ્‍યમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્‍વમાં પાણી પુરવઠા વિભાગ રાજ્‍યના ૯૩ લાખ ઘરો સુધી નળથી જળ

પહોંચાડવા માટે પ્રતિબધ્‍ધ છે.અંતમાં કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર, આરોગ્‍ય અને પરિવાર

કલ્‍યાણ રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

મણિલાલ પટેલ, ધારાસભ્‍ય સર્વશ્રી કનુભાઇ દેસાઇ, જીતુભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ

પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, અગ્રણી હેમંતભાઇ કંસારા, શિલ્‍પેશભાઇ દેસાઇ, કમલેશભાઇ

પટેલ, મહેન્‍દ્રભાઇ ચૌધરી, પદાધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, અમલીકરણ

અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્‍થિત રહયા હતા.