Home Blog Page 76

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Ad…

વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

0

  • વલસાડ સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
  • પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરતા માહોલ દેશભક્તિમય બન્યો
  • અભ્યાસમાં વોટ્સઅપ અને યુટ્યુબ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ડેમોસ્ટ્રેશન પણ પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યું

વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના ધો. 1 થી 12 અને કોલેજ સુધીના 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય બ્રાંચના ચીફ મેનેજર રોહિણી ગોયલે સ્ટેટ બેંક હંમેશા તમારી સાથે છે એવી ખાતરી આપી ભવિષ્યમાં પણ જ્યારે સ્ટેટ બેંકની સેવાની જરૂર જણાય તો બેંક હંમેશા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડની સેવામાં તત્પર રહેશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. સ્ટેટ બેંકની સ્ટેશન રોડ શાખાના મુખ્ય પ્રબંધક બિરજુ શર્માએ સ્ટેટ બેંક સમાજ ઉપયોગી અનેક વિધ કાર્યક્રમો કરી સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી હોવાનું જણાવ્યું હતું. એનએબીના માનદ મંત્રી રામભાઈ પટેલે ધર્મપત્ની સીતાબેન સાથે ધ્વજવંદન કરી જણાવ્યું કે, દેશની આઝાદીમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશની રક્ષા માટે સરહદ પર શહીદ થયેલા જવાનોને આજના રાષ્ટ્રીય પર્વે કોટી કોટી વંદન છે.

આ સંસ્થા દ્વારા 130 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહેવા અને જમવાની નિઃશૂલ્ક સુવિધા પુરી પડાઈ છે. આ સિવાય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ સરકારી નોકરીમાં ઉપયોગી સીસીસીનો કોર્સ અને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ અપાઈ છે.
આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સ્વાગત ગીત, પ્રાર્થના, દેશભક્તિગીત, તબલાવાદન અને હારમોનિયમ વડે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ સ્માર્ટ ફોનમાં ગુગલ આસિસ્ટન્ટની મદદથી કેવી રીતે વોટ્સઅપ અને યુટ્યુબનો અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેનું કુશળ ડેમોસ્ટ્રેશન આપી સૌને અચંબિત કર્યા હતા. આ સિવાય વ્યસન મુક્તિ વિષય પર નાટક પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. સ્ટેટ બેંકની મોટા બજાર સ્થિત મેઈન બ્રાંચ દ્વારા બાળકોને મીઠાઈ અને ગીફટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસબીઆઈ મેઈન બ્રાંચના અધિકારી હેતલ પટેલ, પ્રતિક્ષા તલાવિયા અને ભાનુમતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન સંસ્થાના માનદ મંત્રી રામભાઈ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમી પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સના ઈન્સ્ટ્રક્ટર રાજેશ બારોટે કર્યું હતું.

Ad..

રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની બોટાદના આંગણે રંગારંગ ઉજણવી

0

રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની બોટાદના આંગણે રંગારંગ ઉજણવી; ૨૨૫ કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા…

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…

CMO Gujarat Bhupendra Patel Pankaj Kumar, IAS

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #RepublicDay #republicday2023 #Botad #Gujarat

Ad..

વલસાડના પારનેરા ડુંગર પર તા. 12 ફેબ્રુઆરીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

0

  • વલસાડના પારનેરા ડુંગર પર તા. 12 ફેબ્રુઆરીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
  • તા. 9 ફેબ્રુઆરી સુધીમાં તબીબી પ્રમાણપત્ર સાથે ફોર્મ રમત ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે
  • પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમે વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી વડે સન્માનિત કરાશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગર ખાતે તા. 12 મી ફેબ્રુઆરી 2023ને રવિવારના રોજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદને ધ્યાને લઈ આ વર્ષે પણ પારનેરા ડુંગર આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Ad…

આ સ્‍પર્ધા તા. 12 મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.30 કલાકે પારનેરા ગ્રામ પંચાયત ખાતેથી શરૂ કરવામાં આવશે. સ્‍પર્ધા 5 કેટેગરીમાં યોજાશે. જેમાં વર્ષ 14 થી 18, વર્ષ 19 થી 30, વર્ષ 31 થી 50, વર્ષ 51 કે તેથી વધુ વર્ષ અને પારનેરા ડબલ ટ્રેકિંગ સ્પેશ્યલ કેટેગરી (માત્ર 18 વર્ષથી ઉપરની વયના માટે) કેટેગરીનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા તમામ ભાઇઓ અને બહેનો માટે રહેશે. આ સ્‍પર્ધાના ફોર્મ જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરી, રૂમ નં.-106, જૂની બી.એસ.એન.એલ. કચેરી, તીથલ રોડ, વલસાડ ખાતેથી મળશે અને આ ફોર્મ ભરીને તા. 9 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ આધાર કાર્ડ અને તબીબી પ્રમાણપત્ર સાથે જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવી ચેસ્ટ નંબર મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત આ અંગેના ફોર્મ અને નિયમોની જાણકારી માટે કલેકટર કચેરીના ટવીટર હેન્‍ડલ @Collector Valsad અને પ્રાંત અધિકારી વલસાડના @SDM Valsad ટવીટર હેન્‍ડલ પરથી ઉપલબ્‍ધ થશે. ખાસ કરીને પારનેરા ડબલ ટ્રેકિંગ સ્પેશીયલ કેટેગરીમાં સ્પર્ધકે પારનેરા ગ્રામ પંચાયતથી પારનેરા ડુંગર પર અતુલ ગામ અને ત્યાંથી ફરી પારનેરા ડુંગર-પારનેરા ગ્રામ પંચાયત સુધી આવવાનું રહેશે. 5 કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધામાં તમામ સ્પર્ધકે પારનેરા ડુંગરના પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે. સ્પર્ધાના માર્ગમાં આવતી કેડી કે અન્ય ટૂંકા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહીં.
સ્‍પર્ધકો માટે વાહન પાર્કિગ અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ સ્‍પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવશે અને શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી મહાકાળી તથા શ્રી હનુમાન મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર દ્વારા પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકને અનુક્રમે રોકડ પુરસ્કાર રૂ. 1000, રૂ. 750 અને રૂ. 500 તથા ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવશે.

વ્યકિતગત નહીં પણ દરેક દીકરીના અધિકાર માટે જાગૃત્ત રહેવુ જોઈએઃ કલેકટરશ્રી

0

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી
રમત ગમત અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર 18 દીકરીઓનું સન્માન કરાયું
વ્યકિતગત નહીં પણ દરેક દીકરીના અધિકાર માટે જાગૃત્ત રહેવુ જોઈએઃ કલેકટરશ્રી

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત તા.24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં રમત ગમત તેમજ શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 18 તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, પોતાનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે ખાસ વિચારવું જોઈએ. આપણે સમાનતાના આધારે સમાજ બનાવવા માંગીએ છીએ ત્યારે જવાબદાર નાગરિક તરીકે આપણે આપણી સાથેની યુવતી/મહિલાઓની મદદ કરવી જોઈએ. વ્યક્તિગત નહીં પણ દરેક બહેનોના અધિકાર માટે વિચારવુ જોઈએ અને તે માટે સજાગ રહેવુ જોઈએ. શિક્ષણ અને રમત ગમત ક્ષેત્રે તમે સિધ્ધિ મેળવી એ જોઈએ ખૂબ આનંદ થયો છે એમ કહી કલેકટરશ્રીએ શિક્ષણ કે રમત ગમત દરમિયાન દીકરીઓને કોઈ મુશ્કેલી પડી હોય તો તે અંગે પણ તેઓના પ્રતિભાવો જાણી યોગ્ય માર્ગદર્શન આપી સમજણ પુરી પાડી હતી.
પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરીએ જણાવ્યું કે, આરોગ્ય, શિક્ષણ, રમત ગમત અને નોકરી ક્ષેત્રે પહેલાના સમયમાં દીકરીઓનું પ્રમાણ ઓછુ હતુ પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે સેક્સ રેશિયો પણ વધ્યો છે. પોતાના હક્કો માટે પોતે જ જાગૃત બનવું પડશે. જીવનમાં જે પણ તક મળે તેને ઝડપી લઈ હંમેશા જાગૃત્ત રહેવાની શીખ આપી હતી.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીનું મહત્વ સમજાવી જણાવ્યું કે, પહેલાના સમયમાં એવી માન્યતા હતી કે, અમુક રમત માત્ર છોકરાઓ જ રમી શકે, છોકરીઓ તે રમત ન રમી શકે પરંતુ હવે આ માનસિકતા બદલાઈ છે. દીકરીઓ પણ રમત ગમત અને શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારર્કિદી બનાવી દેશનું નામ રોશન કરી રહી છે. દીકરી જન્મ દરમાં વધારો કરવા હેતુ સેવ ગર્લ ચાઈલ્ડ સહિતના કેમ્પેઈન પણ ચલાવાઈ રહ્યા છે. દીકરીઓના કાયદાકીય હક્કો, સમાનતા, શિક્ષણ અને આરોગ્ય અને ન્યુટ્રીશન અંગે પણ લોકોમાં જાગૃત્તિ આવી છે. ગુજરાતમાં દીકરીના જન્મનું પ્રમાણ વર્ષ 2016-17માં 1000 દીકરા સામે 910 હતુ જે 2021-22માં વધીને 927 થયું છે.
દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશ ગિરાસેએ જણાવ્યું કે, તા. 18 થી 24 જાન્યુઆરી સુધી જિલ્લામાં રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પ્રસંગે સિગ્નેચર કેમ્પેઈન અને પ્રતિજ્ઞા વાંચન, મહિલા ગ્રામ સભા, બેટી બચાવો, બેટી પઢાઓના સ્ટીકર સાથે પ્રચાર પ્રસાર, સ્કૂલોમાં વિવિધ સ્પર્ધા સાથે કાર્યક્રમ, 10 દીકરીઓના જન્મદિને વૃક્ષારોપણ અને રમતગમત તેમજ શિક્ષણ ક્ષેત્રે દીકરીઓનું સન્માન કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતે દીકરીના જન્મ, આદર – સન્માન, આત્મનિર્ભર, શિક્ષણ અને સલામતી અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના અધિકારી, રમત ગમત ક્ષેત્રના કોચ અને વિદ્યાર્થિનીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Ad..

મોટાપોંઢામા ૨૬મી જાન્યુઆરી ની અનોખી રીતે ઉજવણી કરાય

0

મોટાપોંઢામા ૨૬મી જાન્યુઆરી ની અનોખી રીતે ઉજવણી કરાય

મોટાપોંઢાના વિવિધ સમાજના જાગ્રુત સેવાભાવી યુવાનો,પ્રજાપતી સમાજ અને ગ્રામ પચાયંતના સહિયારા પ્રયાસમાં દ્વારા મોટાપોંઢા ખાતે આવેલા વાડી ફળિયા સ્મશાન ગ્રુહનુ બ્યુટીફિકેશન નું કાર્ય પુરજોશમા ચાલી રહેલ છે આ તબક્કે મોટાપોંઢાના હિરેનભાઇ પ્રજાપતિ અને એમના પરીવારએ એમના પિતાના સ્મર્ણતાર્થે અને એમની પુણ્યતિથિના દિવસે સ્મશાનભુમિ ના હોલને સ્વસ્છ કરી હોલને નવો રંગ કરાવી હોલની સુંદરતા વઘારી હતી અને એમના પિતા સ્વ છનિયાભાઇ પ્રજાપતિને એમની પુણ્યતિથિ એ શ્રંઘાજલી અર્પણ કરી હતી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું તેમજ યુવાનો દ્વારા આ સેવાકાર્યમા ગ્રામજનોને જોડવા માટે અપીલ પણ કરવામા આવી છે

મહેસાણા જિલ્લાના કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કડી ખાતે કરાઈ

0

મહેસાણા જિલ્લાના પ્રભારી તેમજ રાજ્યના સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ગરીમામય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કડી ખાતે કરાઈ

રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સંપૂર્ણ વિઝન પુરવાર થયું છે-મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી

0

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી

  • આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાના આશય સાથે ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશેઃ મંત્રીશ્રી
  • જિલ્લાને ગૌરવ અપાવનાર ખેલાડીઓ, ખેડૂતો, નિવૃત્ત સૈનિકો તેમજ વહીવટી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરાયુ
  • કપરાડા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીશ્રી દ્વારા કલેકટરને અર્પણ કરાયો

74 માં પ્રજાસત્તાક દિને યોગેશભાઈ (યોગી) પટેલ નું સન્માન કરવામાં આવ્યું.

“વર્તમાન સમયમાં બાળકોમાં જન્મજાત ગંભીર બીમારી અને જુવાનજોધ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક ખેતીનું આહવાન કરી સાથે સાથે ખોરાકમાં જાડા ધાન્યને પણ પ્રાધાન્ય આપવા માટેના તેમના પ્રયાસોના કારણે સમગ્ર વિશ્વ ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. જાડા ધાન્ય જેવા કે જુવાર, બાજરી અને મક્કાઈ સહિતના અનાજના ઉપયોગથી ખેડૂતોની આવક બમણું કરવાનું વડાપ્રધાનશ્રીનું સપનું પણ સાકાર થશે.” એમ કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વે દેશની આન,બાન અને શાન સમા તિરંગાને સલામી આપી તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ભારત દિન પ્રતિદિન વિકાસના નવા સોપાનો સર કરી રહ્યો છે. મોદી સાહેબે કંડારેલી વિકાસ યાત્રાને આપણા ગુજરાતના મૃદુ, મક્કમ અને ઉર્જાવાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. તેમના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશ અને સમગ્ર વિશ્વમાં ઝળકી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રથી ગામે ગામ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઈએ દેશની શાસન ધૂરા સાંભળ્યા બાદ ભારતને સૌ પ્રથમવાર G 20ની અધ્યક્ષતા મળી છે. વાઇબ્રન્ટ સહિતના કાર્યક્રમો થકી આજે ગુજરાત રોજગારી માટેનું હબ બન્યું છે. મોદીજીએ સુભાષચંદ્ર બોઝની 126 જન્મ જ્યંતી દેશભરમાં ઉજવી દેશની આઝાદીમાં તેમના યોગદાનને સન્માન આપ્યું છે.

મંત્રીશ્રીએ ગુજરાતમાં વલસાડ જિલ્લાનું મહત્વ જણાવી કહ્યું કે, વલસાડ જિલ્લો ખેતી, વન્ય અને દરિયાઈ માર્ગ સાથે જોડાયેલો છે. અહીં રોજગારી માટે વાપી GIDC પણ છે સાથે લીલીછમ હરિયાળીથી વલસાડ જિલ્લો સમૃદ્ધ પણ છે.

કપરાડા તાલુકામાં વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ અસ્ટોલ યોજના આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ બની હોવાનું કહી વધુમાં જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડમાં લાભની મર્યાદા રૂ. 5 લાખની હતી જે વધારીને હાલમાં રૂ. 10 લાખ કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્વદેશી વેકસીન બનાવવામાં સફળતા મળતા લોકોનું જીવન બચાવી શક્યા છે. લોકો ભૂખ્યા ન રહે તે માટે છેલ્લા 32 મહિનાથી દેશમાં કરોડો લોકોને નિઃશુલ્ક રાશન અપાઈ રહ્યું છે. કોરોનાકાળમાં લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા હોવાથી તેઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનેક યોજનાઓ પણ શરુ કરી છે. આ તમામ પ્રયાસોથી આપણો દેશ આજે તેજ ગતિથી દોડી રહ્યો છે. અંતે મંત્રીશ્રીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા હાકલ કરી હતી.

મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ તિરંગાના સન્માનમાં પોલીસ દ્વારા વોલી ફાયરિંગ કરાયું હતું. વિવિધ સરકારી ખાતાની જનહિતની યોજનાની માહિતી આપતા ટેબ્લોઝનું નિદર્શન પણ કરાયું હતું. જેમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના જિલ્લાની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી અને વંચિતોના વિકાસને વરેલી વર્તમાન સરકારની આદિવાસીઓના વિકાસની વિવિધ યોજનાઓની માહિતી આપતા ટેબલો પ્રથમક્રમે આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી કચેરીના પ્રાકૃત્તિક ખેતી, કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાઓનું નિદર્શન કરતો ટેબ્લોઝ બીજા ક્રમે વિજેતા થયો હતો. પરેડ/માર્ચ પાસ્ટમાં પ્રથમ ક્રમે જિલ્લા પોલીસની પુરૂષ પ્લાટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. સાંસ્કૃત્તિક કૃતિમાં પ્રથમ ક્રમે સુથારપાડાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા આદિવાસી નૃત્યની કૃતિ સાથે વિજેતા થઈ હતી. બીજા ક્રમે વારોલી તલાટની એમ.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલની રાસ કૃતિ અને ત્રીજા ક્રમે સિદુંબરની વનવાસી ઉત્તર બુનિયાદી શાળાનો બાંબુ ડાન્સ કૃતિ વિજેતા થઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિ પણ સંગીતના તાલે રજૂ થઈ હતી.

આ પ્રસંગે વહીવટીક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ, સેવાભાવી સંસ્થા, રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, ચંદ્રકથી સન્માનિત થનાર હોમગાર્ડઝના સભ્ય/ અધિકારીઓ, પોલીસ અધિકારી/કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ, કરૂણા અભિયાન 2023ની ઉજવણીમાં સામેલ એનજીઓ/ વ્યક્તિઓ, શિક્ષકો, માજી સૈનિકો, સરકારી કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકેની સેવા આપનાર શિક્ષિકા ઉન્નતિ દેસાઈ અને સ્મૃતિ દેસાઈ તેમજ ખાનગી અને સરકારી હોસ્પિટલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકાના વિકાસના કામ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીશ્રી દ્વારા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા કપરાડા મામલતદાર કપરાડા તાલુકા વિકાસ અધિકારી અગ્રણી આગેવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને સ્મૃત્તિબેન દેસાઈએ કર્યું હતું.

શા માટે 26 જાન્યુઆરીના દિવસે જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

0

પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતીક છે. 1930 માં આ દિવસે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ દિવસ ભારતીય લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની શક્તિની યાદ અપાવે છે. દેશમાં આ દિવસે રાષ્ટ્રીય રજા પણ છે.

26 જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું.
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી જેને સન 1930માં એક સપનાના રૂપમાં સંકલ્પિત કરવામાં આવી હતી અને આપણા ભારતના શુરવીર ક્રાંતિકારીઓએ સન 1950માં આને એક સ્વતંત્રતાના રૂપમાં સાકાર કરી હતી. ત્યારથી ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપમાં ભારતનું નિર્માણ એક ઐતિહાસિક ઘટના રહ્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે 31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ પણ કરવામાં આવી હતી. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તે બેઠકની અંદર હાજર રહેલ બધા જ ક્રાંતિકારીઓએ અંગ્રેજી સરકારના કબ્જાથી ભારતને આઝાદ કરવા અને પુર્ણરૂપે સ્વતંત્રતાને સપનામાં સાકાર કરીને 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં એક ઐતિહાસિક પહેલ બનાવવાના સોગંદ લીધા હતાં. ભારતના તે શુરવીરોએ પોતાના તે લક્ષ્ય પર ખરા ઉતરવા માટે ખુબ જ જોરદાર પ્રયત્ન કરતાં તે દિવસને સ્વતંત્રતાના રૂપમાં સાર્થક કરવા માટે એકતા દર્શાવી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો.

ત્યાર બાદ ભારતીય સંવિધાન સભાની બેઠકો થતી રહી જેની પહેલી બેઠલ 9 ડિસેમ્બર 1946માં થઈ, જેમાં ભારતીય નેતાઓ અને અંગ્રેજી કૈબિનેટે મિશનમાં ભાગ લીધો. ભારતને એક સંવિધાન આપવાના વિષયમાં કેટલીયે ચર્ચાઓ, વિનંતીઓ અને વાદ-વિવાદો કરવામાં આવ્યાં હતાં. ઘણી સમૌઅ સુધી સંશોધન કર્યા બાદ ભારતીય સંવિધાનને છેલ્લુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 1949ને અધિકારીક રૂપથી સ્વીકારવામાં આવ્યો હતો.
આ અવસરે ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં. જો કે ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.