Home Blog Page 77

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી

0

વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવી દબદબાભેર ઉજવણી

  • આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાના આશય સાથે ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશેઃ મંત્રીશ્રી
  • જિલ્લાને ગૌરવ અપાવનાર ખેલાડીઓ, ખેડૂતો, નિવૃત્ત સૈનિકો તેમજ વહીવટી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરાયુ
  • કપરાડા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીશ્રી દ્વારા કલેકટરને અર્પણ કરાયો

74 માં પ્રજાસત્તાક દિને યોગેશભાઈ (યોગી) પટેલ નું સન્માન કરવામાં આવ્યું.

“વર્તમાન સમયમાં બાળકોમાં જન્મજાત ગંભીર બીમારી અને જુવાનજોધ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક ખેતીનું આહવાન કરી સાથે સાથે ખોરાકમાં જાડા ધાન્યને પણ પ્રાધાન્ય આપવા માટેના તેમના પ્રયાસોના કારણે સમગ્ર વિશ્વ ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. જાડા ધાન્ય જેવા કે જુવાર, બાજરી અને મક્કાઈ સહિતના અનાજના ઉપયોગથી ખેડૂતોની આવક બમણું કરવાનું વડાપ્રધાનશ્રીનું સપનું પણ સાકાર થશે.” એમ કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વે દેશની આન,બાન અને શાન સમા તિરંગાને સલામી આપી તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ભારત દિન પ્રતિદિન વિકાસના નવા સોપાનો સર કરી રહ્યો છે. મોદી સાહેબે કંડારેલી વિકાસ યાત્રાને આપણા ગુજરાતના મૃદુ, મક્કમ અને ઉર્જાવાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. તેમના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશ અને સમગ્ર વિશ્વમાં ઝળકી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રથી ગામે ગામ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઈએ દેશની શાસન ધૂરા સાંભળ્યા બાદ ભારતને સૌ પ્રથમવાર G 20ની અધ્યક્ષતા મળી છે. વાઇબ્રન્ટ સહિતના કાર્યક્રમો થકી આજે ગુજરાત રોજગારી માટેનું હબ બન્યું છે. મોદીજીએ સુભાષચંદ્ર બોઝની 126 જન્મ જ્યંતી દેશભરમાં ઉજવી દેશની આઝાદીમાં તેમના યોગદાનને સન્માન આપ્યું છે.

મંત્રીશ્રીએ ગુજરાતમાં વલસાડ જિલ્લાનું મહત્વ જણાવી કહ્યું કે, વલસાડ જિલ્લો ખેતી, વન્ય અને દરિયાઈ માર્ગ સાથે જોડાયેલો છે. અહીં રોજગારી માટે વાપી GIDC પણ છે સાથે લીલીછમ હરિયાળીથી વલસાડ જિલ્લો સમૃદ્ધ પણ છે.

કપરાડા તાલુકામાં વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ અસ્ટોલ યોજના આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ બની હોવાનું કહી વધુમાં જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડમાં લાભની મર્યાદા રૂ. 5 લાખની હતી જે વધારીને હાલમાં રૂ. 10 લાખ કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્વદેશી વેકસીન બનાવવામાં સફળતા મળતા લોકોનું જીવન બચાવી શક્યા છે. લોકો ભૂખ્યા ન રહે તે માટે છેલ્લા 32 મહિનાથી દેશમાં કરોડો લોકોને નિઃશુલ્ક રાશન અપાઈ રહ્યું છે. કોરોનાકાળમાં લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા હોવાથી તેઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનેક યોજનાઓ પણ શરુ કરી છે. આ તમામ પ્રયાસોથી આપણો દેશ આજે તેજ ગતિથી દોડી રહ્યો છે. અંતે મંત્રીશ્રીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા હાકલ કરી હતી.

મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ તિરંગાના સન્માનમાં પોલીસ દ્વારા વોલી ફાયરિંગ કરાયું હતું. વિવિધ સરકારી ખાતાની જનહિતની યોજનાની માહિતી આપતા ટેબ્લોઝનું નિદર્શન પણ કરાયું હતું. જેમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના જિલ્લાની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી અને વંચિતોના વિકાસને વરેલી વર્તમાન સરકારની આદિવાસીઓના વિકાસની વિવિધ યોજનાઓની માહિતી આપતા ટેબલો પ્રથમક્રમે આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી કચેરીના પ્રાકૃત્તિક ખેતી, કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાઓનું નિદર્શન કરતો ટેબ્લોઝ બીજા ક્રમે વિજેતા થયો હતો. પરેડ/માર્ચ પાસ્ટમાં પ્રથમ ક્રમે જિલ્લા પોલીસની પુરૂષ પ્લાટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. સાંસ્કૃત્તિક કૃતિમાં પ્રથમ ક્રમે સુથારપાડાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા આદિવાસી નૃત્યની કૃતિ સાથે વિજેતા થઈ હતી. બીજા ક્રમે વારોલી તલાટની એમ.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલની રાસ કૃતિ અને ત્રીજા ક્રમે સિદુંબરની વનવાસી ઉત્તર બુનિયાદી શાળાનો બાંબુ ડાન્સ કૃતિ વિજેતા થઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિ પણ સંગીતના તાલે રજૂ થઈ હતી.

આ પ્રસંગે વહીવટીક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ, સેવાભાવી સંસ્થા, રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, ચંદ્રકથી સન્માનિત થનાર હોમગાર્ડઝના સભ્ય/ અધિકારીઓ, પોલીસ અધિકારી/કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ, કરૂણા અભિયાન 2023ની ઉજવણીમાં સામેલ એનજીઓ/ વ્યક્તિઓ, શિક્ષકો, માજી સૈનિકો, સરકારી કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકેની સેવા આપનાર શિક્ષિકા ઉન્નતિ દેસાઈ અને સ્મૃતિ દેસાઈ તેમજ ખાનગી અને સરકારી હોસ્પિટલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકાના વિકાસના કામ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીશ્રી દ્વારા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા કપરાડા મામલતદાર કપરાડા તાલુકા વિકાસ અધિકારી અગ્રણી આગેવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને સ્મૃત્તિબેન દેસાઈએ કર્યું હતું.

શા માટે 26 જાન્યુઆરીના દિવસે જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

0


પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતીક છે. 1930 માં આ દિવસે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ દિવસ ભારતીય લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની શક્તિની યાદ અપાવે છે. દેશમાં આ દિવસે રાષ્ટ્રીય રજા પણ છે.

26 જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું.
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી જેને સન 1930માં એક સપનાના રૂપમાં સંકલ્પિત કરવામાં આવી હતી અને આપણા ભારતના શુરવીર ક્રાંતિકારીઓએ સન 1950માં આને એક સ્વતંત્રતાના રૂપમાં સાકાર કરી હતી. ત્યારથી ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપમાં ભારતનું નિર્માણ એક ઐતિહાસિક ઘટના રહ્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે 31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ પણ કરવામાં આવી હતી. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તે બેઠકની અંદર હાજર રહેલ બધા જ ક્રાંતિકારીઓએ અંગ્રેજી સરકારના કબ્જાથી ભારતને આઝાદ કરવા અને પુર્ણરૂપે સ્વતંત્રતાને સપનામાં સાકાર કરીને 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં એક ઐતિહાસિક પહેલ બનાવવાના સોગંદ લીધા હતાં. ભારતના તે શુરવીરોએ પોતાના તે લક્ષ્ય પર ખરા ઉતરવા માટે ખુબ જ જોરદાર પ્રયત્ન કરતાં તે દિવસને સ્વતંત્રતાના રૂપમાં સાર્થક કરવા માટે એકતા દર્શાવી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો.

ત્યાર બાદ ભારતીય સંવિધાન સભાની બેઠકો થતી રહી જેની પહેલી બેઠલ 9 ડિસેમ્બર 1946માં થઈ, જેમાં ભારતીય નેતાઓ અને અંગ્રેજી કૈબિનેટે મિશનમાં ભાગ લીધો. ભારતને એક સંવિધાન આપવાના વિષયમાં કેટલીયે ચર્ચાઓ, વિનંતીઓ અને વાદ-વિવાદો કરવામાં આવ્યાં હતાં. ઘણી સમૌઅ સુધી સંશોધન કર્યા બાદ ભારતીય સંવિધાનને છેલ્લુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 1949ને અધિકારીક રૂપથી સ્વીકારવામાં આવ્યો હતો.
આ અવસરે ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં. જો કે ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.

“ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો“ અને “સ્વસ્થ રહો”નો સંદેશ સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના ગામડાઓમાં ગુંજતો કરનાર કરજુન ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત : રઘુનાથ ભોયા

0

સ્પર્ધાત્મક જમાનામાં નોકરી માટે રઝળપાટ કરતા યુવાઓ માટે નવી રાહ ચીંધતો યુવા ખેડૂત
પ્રાકૃત્તિક ખેતીથી ઝીરો બજેટ ખેતીનું સપનુ કપરાડાના માત્ર 33 વર્ષના એન્જિનિયર યુવકે હકીકતમાં સાકાર સ્પર્ધાત્મક જમાનામાં નોકરી માટે રઝળપાટ કરતા યુવાઓ માટે નવી રાહ ચીંધતો યુવા ખેડૂત પ્રાકૃત્તિક ખેતીથી ઝીરો બજેટ ખેતીનું સપનુ કપરાડાના માત્ર 33 વર્ષના એન્જિનિયર યુવકે હકીકતમાં સાકાર કર્યુ.

  • દેશી ગાય આધારિત ખેતી કરી યુવકે જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડની સાથે રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન પણ મેળવ્યું
  • માત્ર 1 એકર જમીનમાં પ્રાકૃત્તિક ખેતી કરી વર્ષે રૂ. 2.25 લાખથી વધુ ચોખ્ખો નફો મેળવી આર્થિક રીતે પગભર થયા
  • દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને રૂ. 900 અને ખેડૂત મિત્ર તરીકે મહિને રૂ. 1000 પણ મળે છે
  • સોલાર યોજનાથી સિંચાઈમાં 100 ટકા વીજળીની બચત, સોલાર ટ્રેપથી જીવાતનો ઉપદ્રવ પણ અટકાવ્યો

વલસાડની ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઈ મિકેનીકલની ડિગ્રી મેળવી નાસીકમાં ઓટોમોબાઈલ્સ કંપનીમાં અન્જિનિયર પદે નોકરી મેળવી હતી પરંતુ આ નોકરી છોડી પરત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં વતનમાં આવી પ્રાકૃત્તિક ખેતીની શરૂઆત કરી હતી.

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા…” સંસ્કૃતના આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃત્તિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃત્તિક ખેતીનું આહવાન કરી રહ્યા છે, જેને જગતના તાતે સર્હષ વધાવી લઈ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃત્તિક ખેતીના મંડાણ કર્યા છે. ત્યારે આજે અહીં એવા ખેડૂતની સફળ પ્રાકૃત્તિક ખેતીની વાત કરવા જઈ રહ્યા છે.

જેણે વલસાડની ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઈ મિકેનીકલની ડિગ્રી મેળવી નાસીકમાં ઓટોમોબાઈલ્સ કંપનીમાં અન્જિનિયર પદે નોકરી મેળવી હતી પરંતુ આ નોકરી છોડી પરત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં વતનમાં આવી પ્રાકૃત્તિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં ધારવા કરતા બમણી સફળતા મેળવી માત્ર 33 વર્ષની વયે જ ડિસેમ્બર 2021માં જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તો મેળવ્યો જ સાથે ગાંધી જંયતિએ વર્ષ 2022માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન મેળવી નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવા વર્ગને પણ નવી રાહ ચીંધી છે.

Ad…

તો આવો જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં…
“ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો“ અને “સ્વસ્થ રહો”નો સંદેશ સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના ગામડાઓમાં ગુંજતો કરનાર કરજુન ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત રઘુનાથ જાનુભાઈ ભોયા જણાવે છે કે, પહેલા માતા પિતાજી રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા ત્યારે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિક્લયુક્ત ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા અને અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડતી હતી. એક દિવસ ગામમાં અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂત શિબિર હતી જેમાં વિસ્તરણ અરવિંદભાઈ પટેલે શક્કરીયાની ખેતીની સમજ આપી હતી બાદમાં તેમણે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટના અધિકારી અંકુરભાઈ પ્રજાપતિ સાથે પરિચય કરાવ્યો હતો.

વર્ષ 2020માં પ્રથમ વર્ષે જ 1 એકરમાં 12 ટન શક્કરીયાનું મબલખ ઉત્પાદન કર્યું હતું. ત્યારબાદ બીજા વર્ષે આ વિસ્તારમાં નહીવત જોવા મળતી ફણસીની ખેતી કરી તો 10 ટન ફણસીનું ઉત્પાદન થયુ જેની આવક રૂ 2 લાખથી પણ વધુ થઈ હતી. ફણસીની ખેતીનો પ્રયોગ પ્રથમવાર કર્યો જેમાં સફળતા મળતા આત્માના અધિકારીઓ અમારા ખેતરે આવી પ્રાકૃત્તિક ખેતી હજુ પણ વધુ સારી રીતે કરી શકાય તેની પધ્ધતિસરની સમજ અને માર્ગદર્શન આપ્યુ હતું. બાદમાં આત્મા દ્વારા અમદાવાદ ખાતે મને 7 દિવસની તાલીમ આપવામાં આવી હતી. દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે રૂ. 10,800 સીધા મારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સિવાય ખેડૂત મિત્ર તરીકે મહિને રૂ1000 પણ આપવામાં આવે છે.

AD…

રઘુનાથ ભાઈ વધુમાં કહે છે કે, પહેલા રાસાયણિક ખાતરથી ખેતી કરતા ત્યારે ખાતર અને દવાનો ખર્ચ તો રહેતો જ પણ જ્યારે ખેતરમાં પાકને જંતુનાશક દવાનો છંટકાવ કરતા તો સ્વાસ્થયને હાનિ થતી હતી પરંતુ હવે પ્રાકૃત્તિક ખેતીમાં ખાતર અને જંતુનાશકનો ખર્ચ ઝીરો થઈ ગયો છે અને સરકાર દ્વારા અપાયેલી તાલીમ મુજબ હવે પ્રાકૃત્તિક ખેતી માટે ઘરે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, બ્રમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર તેમજ દેશી ગાયના દૂધની ખાટી છાસનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી ઈયળ, ચૂસીયા જીવાત અને ફૂગનો નાશ થાય છે. આ ખાતર પાકને ખોરાક તો આપે જ છે સાથે અળસિયાને પણ આકર્ષે છે જેથી 12 કલાક કામ કરતા અળસિયા 24 કલાક કામ કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 108 પ્રકારના 300 થી 500 કરોડ જીવાણુ હોય છે જે પાકના મૂળ સાથે મિશ્રણ થવાથી પાકને પોષણ મળે છે.
હાલ એક એકર ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવર, લસણ, મરચા, કોબીજ, મૂળા, ધાણા, પાપડી, હળદર, શક્કરીયા, પપૈયા, પાલક, રાઈ અને વેગણ સહિતના પાક વર્ષ દરમિયાન કરુ છુ. હું પ્રાકૃત્તિક ખેતીને “ઝીરો બજેટ ખેતી” એટલા માટે કહુ છુ કે, 1 એકરમાં 15 ટન ટામેટા કરુ તેની સાથે ધાણા પણ રોપુ છુ જેથી ધાણાની આવકમાંથી ખેડાણ અને છોડનો રૂ 40,000નો ખર્ચ નીકળી જાય છે જેથી ટામેટાની રૂ. 2,10,000 આવક એ ચોખ્ખો નફો ગણાય છે. દેશી ગાય આધારિત ખેતી કરવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યા વધે છે અને કાર્બન-નાઈટ્રોજનનો રેશિયો જળવાતા જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે જેથી જમીન બંજર બનતા અટકે છે.

ખેતીમાં સિંચાઈની સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકારની સોલાર યોજનાના કનેકશનથી આવ્યો હતો. માત્ર રૂ 4000ના નજીવા ખર્ચે 3 એચપીની સોલારની 12 પેનલ વીજ કંપનીએ લગાવતા ખેતીમાં બારેમાસ પાણીની તકલીફ રહેતી નથી. ઝીરો વીજ બીલમાં ખેતી થઈ રહી છે. સાથે સોલાર ટ્રેપ પણ આત્માના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લગાવી છે જેનાથી રાત્રિ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ લાઈટ ચાલુ થતા પાક પર ઈંડા મુકવા આવતી જીવાત લાઈટથી આકર્ષાઈને અહીં આવે અને નાશ પામે છે. આ સિવાય ખેતરમાં ઝેરી સાપ કે વીંછીનું જોખમ રહેતુ હોવાથી નિંદામણ માટે કંઈક નવુ ઈનોવેશનના ભાગરૂપે વખરી અને પંજો નામનું સાધન જાતે બનાવ્યું છે જેના વડે સુરક્ષિત રહીને 10 માણસનું કામ એક વ્યક્તિ કરી શકે છે.
અંતે રઘુનાથભાઈ કહે છે કે, દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે, જમીન સુધરે છે, સ્વાસ્થ્ય સુધરે છે, સારૂ અનાજ મળે છે, ગૌમાતાની સેવા થાય છે, નહિવત ખર્ચ સામે આવક વધુ મળે છે, દેશી ગાયના નિભાવ માટે સરકાર પૈસા આપે છે, સોલાર કનેકશન વડે સિંચાઈ માટે બારેમાસ પાણી મળી રહે છે, 100 ટકા વીજળીની બચત થાય છે. નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃત્તિક ખેતી દ્વારા જ મળી શકે છે.
આમ, એન્જિનિયર થેયલા રધુનાથભાઈએ નવા નવા ઈનોવેશન વડે સફળતાપૂર્વક પ્રાકૃત્તિક ખેતી કરી “ઝીરો બજેટ ખેતી“ના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યુ છે. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃત્તિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે.

ધરમપુરના તીસ્કરી (તલાટ)માં સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અને શિવકથાનું ભૂમિપૂજન.

0

તીસ્કરી (તલાટ) મુકામે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અને શિવકથાનું ભૂમિપૂજન.
——————————

મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે “સમૂહ લગ્ન” અને “રક્તદાન કેમ્પ” જેવા સામાજીક કાર્યક્રમોનુ પણ ભવ્ય આયોજન.

અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન સોમનાથ મહાદેવની અસિમ અનુકંપાથી ધરમપુર તાલુકાનાં તીસ્કરી (તલાટ) ગામ સમસ્ત દ્વારા તા. ૧૨ થી ૧૮ ફેબ્રુ. મહાશિવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન ૪ વાર લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક (પેટન્ટ હોલ્ડર) વિશ્વ વિખ્યાત શિવ કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસની પ્રેરણાથી કરવામાં આવ્યુ છે.

આ દિવ્યાતિદિવ્ય ભવ્ય કાર્યક્રમમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી “શિવકથા”, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૩૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક અર્થાત ૩૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે.
કથા સ્થળ પર યોજાયેલા ભૂમીપૂજન અને ધ્વજારોહણ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ, મહામંત્રીશ્રી વલસાડ જીલ્લા ભાજપ મહેન્દ્ર ભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય હીરાભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ગાંવીત, જિલ્લા પંચાયત માજી પ્રમુખ મીનાબેન ચૌધરી, ધરમપુર નગરપાલિકા માજી પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, બારોલીયાનાં માજી સરપંચ શ્રી ગણેશભાઈ બિરારી તથા સમાજનાં આગેવાનો શ્રેષ્ઠીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ભગિરથ કાર્યમાં સર્વે શ્રદ્ધાળુઓને ભાગ લેવા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં તન, મન અને ધનથી સંમિલિત થઈ શ્રીપૂણ્યકોષમાં વૃદ્ધી કરવા શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સમાજનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, શ્રેઠીઓ, મહાનુભાવો તથા દેશ દેશાંતરનાં શ્રદ્ધાળુઓ શિવલિંગજીનો અભિષેક કરી કૃતાર્થ થશે. ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસની પાવન ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થશે.
( મહોત્સવનાં કાર્યક્રમો )
વિશાળ પોથી યાત્રાઃ ૧૨ ફેબ્રુ. રવિવાર બપોરે ૧૨ઃ૩૦ કલાકે ગ્રામ પંચાયત ભવન
થી નિકળી નગર ફેરી કરી “કૈલાસ
માનસરોવર ધામ” તળાવની પાસે, તીસ્કરી
(તલાટ) કથા સ્થળે પહોચશે.
• રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણઃ ૧૨ ફેબ્રુ. બપોરે
૨ઃ૪૫ કલાકે પૂજ્ય સંતો અને અગ્રણી
મહાનુભાવોનાં શ્રી વરદ્હસ્તે
શિવકથા દિપ પ્રાગટ્યઃ ૧૨/૨/૨૦૨૩ રવિવાર
બપોરે ૩ઃ૦૦ કલાકે
• ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞઃ રોજ
૮ઃ૩૦ થી ૧૨ઃ૦૦ કલાકે
• શિવકથાઃ

રોજ બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ કલાક
પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસનાં વ્યાસને.
• વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ મહાઆરતીઃ
રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે
• મહાપ્રસાદ / ભોજન / ભંડારોઃ રોજ રાત્રે ૬ઃ૩૦
કલાકે
• સમુહ લગ્નઃ તા. ૧૬ ફેબ્રુ. ગુરુવાર શિવ
વિવાહનાં રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે
• મહાશિવરાત્રી રાત્રિ પૂજાઃ તા ૧૮ ફેબ્રુ.
શનિવાર રાત્રે ૯ઃ૦૦ કલાક
• વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન-અભિષેક
સમયઃ સવારે ૮ઃ૦૦ થી રાત્રે ૮ઃ૦૦ કલાક
શિવકથા નાં ઉત્સવો
• શિવ પ્રાગટ્યઃ તા.૧૩ ફેબ્રુ. સોમવાર
સાંજે ૫ઃ૧૫ કલાકે
• ભગવતી સતિ પ્રાગટ્યઃ તા.૧૪ ફેબ્રુ.
મંગળવાર સાંજે ૫ઃ૧૫ કલાકે
• ભગવતી પાર્વતી પ્રાગટ્યઃ તા.૧૫ ફેબ્રુ.
બુધવાર સાંજે ૫ઃ૧૫ કલાકે
• શિવ વિવાહઃ તા.૧૬ ફેબ્રુ. ગુરુવાર
સાંજે ૫ઃ૩૦ કલાકે
• શ્રી ગણેશ પ્રાગટ્યઃ તા.૧૭ ફેબ્રુ. શુક્રવાર
સાંજે ૫ઃ૧૫ કલાકે
• કથા વિરામઃ તા. ૧૮ ફેબ્રુ. શનિવાર
સાંજે ૫ઃ૩૦ કલાકે

Ad..

વલસાડ જિલ્લા દ્વાર કપરાડા બ્લોક લેવલ સ્પોર્ટ મીટ નું આયોજન કરવામાં આવ્યું

0

નેહરુ યુવા કેન્દ્ર વલસાડ જિલ્લા દ્વાર કપરાડા બ્લોક લેવલ સ્પોર્ટ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા અંતરિયાળ વિસ્તારમાં યુવા નો ને જાગૃત કરવા માટે વિવિધ સ્પર્ધા જેમ કે વોલીબોલ કબડ્ડી ,ખો ખો,રસા ખીચ ,દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરી યુવાનોને જાગ્રત કરવા પહેલ કરવા માં આવ્યું હતું

આ કાર્યક્રમ મા જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર વલસાડ સત્યજીત સાહેબ ,ઉપ્રમુખ ગોપાલભાઈ ગાયકવાડ , જિલ્લા ઉપપ્રમુખ કિરણભાઈ ભોયા ,કપરાડા ,ડોકટર સેલ વલસાડ શ્રી દિવ્યેશભાઈ ચૌધરી,મનીષભાઈ મિસ્ત્રી વોલિયનટર સેવતાબેન,લતાબેન ,પૂર્વ વોલિયન્ટર પ્રસુદભાઈ ફાવડા , સહ્યાદ્રિ ટ્રસ્ટ પ્રમુખ રમેશભાઇ તેમજ વિવિધ સ્પર્ધા ના રમતવીરો ઊપસ્થિત રહ્યા હતા

જીતુભાઇ ચૌધરી ધારાસભ્ય કપરાડા

કપરાડાના બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા બ્લોક કક્ષાની સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં મારા કપરાડા મતવિસ્તારના જોશીલા યુવાનો અને રમતવીરોએ કબડ્ડી, વોલીબોલ, ખોખો અને 100 મીટરની દોડ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો.

આ નવયુવાન રમતવીરો પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી કપરાડા અને વલસાડ તેમજ સમગ્ર ગુજરાતનું નામ ગૌરવાન્વિત કરે તેવી અંતરમનથી શુભેચ્છાઓ પાઠવું છું.

Ad..

વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે: ગુજરાતની શાળાઓમાં યોજાયેલા ગુણોત્સવનું પરિણામ

0

જિલ્લાની કપરાડા અને ધરમપુર અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પીવાનું પાણી, મોબાઇલ નેટવર્કનો અભાવ સહિતની સુવિધાનો અભાવ છે,આમ છતાં ગુણોત્સવ 2.0માં વલસાડ જિલ્લા પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
  • અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે.
  • સ્માર્ટ સિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાંથી એકપણ સ્કુલ પ્રથમ ક્રમ લાવી શકી નથી, પરંતુ વલસાડ જિલ્લાનો પ્રથમ ક્રમ આવ્યો છે
  • 116 પ્રાથમિક શાળાઓ ગ્રીન ઝોનમાં (એ-1 ગ્રેડમાં) આવતાં (મૂંલ્યાંકનમાં લેવાયેલી શાળાના 42.29 ટકા) ગુજરાતમાં પ્રથમક્રમ મેળવી સૌને ચોંકાવી દીધા છે.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જેમાં અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે. એટલે કે, તમામ સ્કૂલોમાંથી 1256 સ્કૂલોએ જ એ ગ્રેડ એટલે કે ગ્રીન ઝોનમાં આવી છે. વિવિધ માપદંડમાં 90 ટકાથી વધુ ગુણ મળ્યા હોય તેવી સ્કૂલોને ગ્રીન ઝોનમાં રાખવામાંઆવી છે.જેમાંની વલસાડની સૌથી વધુ સ્કૂલો આવતા વલસાડ પ્રથમ ક્રમે છે. જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે.અમદાવાદની 57 સ્કૂલો અને વલસાડની 116 ગ્રીન ઝોનમાં આવી ગઇ છે.

વલસાડ જિલ્લાના પ્રા. શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાની 957 પ્રાથમિક શાળાઓમાંથી 273 શાળાનું પરિણામ આવ્યું છે. જે પૈકી 116 શાળાઓ ગ્રીન ઝોનમાં આવી છે. કોરોના મહામારી બાદ શાળાના રિપોર્ટકાર્ડના આધારે સુધારો કરવામાં આવ્યો હતો.દરેક બાબતોનું મુલ્યાંકન થાય છે. ત્યારબાદ સુધારો કરવામાં આવે છે. જેના કારણે પરિણામ સારુ આવ્યું છે. કોરોના મહામારી બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં શાળાના શિક્ષકોએ મહત્તમ પ્રયાસો કર્યા હતા અને હાલના પરિણામ મુજબ રેન્કિંગ લાવી શક્યા છે. પરંતુ વલસાડ જિલ્લાની ચાર શાળાઓ રેડ ઝોનમાં આવી છે. જેમાં વલસાડ તાલુકાની એક,ધરમપુરની બે અને કપરાડા 1 પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુણોત્સવમાં સ્કૂલોમાં હાજરી, શિક્ષણની ગુણવત્તા, પરિણામ, સ્કૂલની સ્થિતિ, શિક્ષકો સહિતના મુદ્દાને ધ્યાનમાં રખાય છે. સ્કૂલોના મેરિટ, ડિસ્ટિકશન અને એક્સેલેન્સ સહિતના માપદંડ પણ ચકાસવામાં આવે છે. 100 ટકામાંથી 75 ટકા કરતા વધુ માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને ગ્રીન ઝોન, 50થી 75 ટકા માર્ક્સ પ્રાપ્ત કરનારી સ્કૂલોને યલો ઝોન, 26થી 50 ટકા માર્ક્સ મેળવનારી સ્કૂલોને રેડ ઝોન અને 25 ટકાથી ઓછા માર્ક્સ મેળવનારી સ્કૂલોને બ્લેક ઝોનમાં મુકવામાં આવે છે.

Ad.

વલસાડ જિલ્લાના કન્સ્ટ્રક્શન ઑફ પ્રપોઝ્ડ શેલ્ટર હોમ બિલ્ડીંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

0

વાપીના લવાછા ખાતે વલસાડ જિલ્લાના કન્સ્ટ્રક્શન ઑફ પ્રપોઝ્ડ શેલ્ટર હોમ બિલ્ડીંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કપરાડા વિભાગના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે વાપી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વાસંતીબેન પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ શ્રીમતી રંજનબેન પટેલ ઉપસ્થિત રહ્યા.

પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી નથી .. સ્વ ઘોષણા પત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે..

0

  • પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી નથી ..
  • સ્વ ઘોષણા પત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે..
  • હવેથી પેઢીનામાં કરાવવા માટે તલાટી દ્વારા જે સોગંદનામું કરાવવા કહેવાતું તે સરકારે બંધ કરીને સ્વ ઘોષણાપત્ર દાખલ કર્યું છે જેથી એક સ્વ ઘોષણાપત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે…
  • પેઢીનામાં માટે સ્વ ઘોષણા પત્ર અને પરિપત્ર
  • જુઓ…
  • આ એક અગત્યની માહિતી છે જે સમાજના દરેક ગ્રુપ સુધી શેર કરશો..

કયા નિયમ હેઠળ વિરોધ પ્રદર્શનની અનુમતિ ન અપાઈ તે જાણવાનો નાગરિકોને છે અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

0

  • વિરોધ પ્રદર્શનની મંજૂરીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળના નિયમોને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનની મંજૂરી અંગે HCમાં સુનાવણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવની મહત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. હાઈકાર્ટે જણાવ્યું કે, જે નિયમો હેઠળ વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી મળતી તે નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા જણાવ્યું છે. અરજદારે 29 ડિસેમ્બર, 2019ના રોજ CAAના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજવા પોલીસની મંજૂરી માગી હતી. પોલીસે મંજૂરી ન આપ્યા બાદ પણ અરજદારે રેલી યોજતા અટકાયત કરાઈ હતી.

નિયમો વેબસાઈટ પર પ્રકાશિત કરો ‘
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા હાઈકોર્ટે ટકરો કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં CAAના વિરોધમાં રેલી યોજવા અરજદારે મંજુરી માગી હતી.અને તેને મંજુરી ન આપતા તેણે મંજુરી વિના જ રેલી યોજી હતી.

Ad..

ધરમપુર કપરાડા દક્ષિણ ગુજરાત અને આદિવાસી સમાજ નું ગૌરવ..

0

વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા ,દક્ષિણ ગુજરાત અને આદિવાસી સમાજ નું ગૌરવ!!!!

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મા ઇન્ટર્ન- કૉલેજ ૧૦ km દોડ મા (૧)પુરુષ- સુનીલ કામડી -પ્રથમ ક્રમાંક, (૨)મહિલા- કૌશલ્યા- પ્રથમ ક્રમાંક અને (૩)સોનલ- પ્રથમ ૬ મા ક્રમાંક પ્રાપ્ત કરી ને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મા સ્થાન પ્રાપ્ત કરી ને ગૌરવ અપાવ્યું છે તમામ ને અભિનંદન અને હાર્દિક શુભેચ્છા!

અને સાથે સ્પર્ધા મા ભાગ લીધેલા તમામ ખેલાડી ને અભિનંદન!

મહત્વ નું એ છે તમામ ખુબજ ગરીબ કુટુંબ થી આવે છે છતાં પણ ખુબજ મજબૂત મનોબળ સાથે સતત મહેનત નું પરિણામ છે.

એમને મદદ કરતા ફોરેસ્ટ કર્મચારી યોગેશ ભાઈ દેશમુખ, સતીષ ભાઈ બારીયા, પ્રદીપ પટેલ, પ્રભાકર યાદવ,કૉલેજ ના પ્રોફેસર અને મંડળ અને તમામ મદદગાર નો આભાર!