સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

0
318

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

મહામાનવ ડૉ એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતી નિમિત્તે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં 29 વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા ખુબજ ઉત્સાહ પૂર્વક રજૂ કરી હતી.

સ્પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તરફથી ચાંદીના મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સ્વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2) ના સ્મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્ટીલ ડીસ સેટ

વૈજ્ઞાનિકો, શોધકોની વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warriors dharampur, ગ્રામ પંચાયત મરઘ માળનો અનોખો પ્રયાસ

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્થાપના દિનની ઉજવણી તથા મહામાનવ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા યોજાઈ હતી જેનું ઉદઘાટન દિવ્યેશ પટેલ (સિવિલ એન્જિનિયર), મહેશ ગરાસિયા (આર. ટી. ઓ. કચેરી વલસાડ) , કમલેશ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) તથા ઉત્તમભાઈ ગરાસિયાના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.

મહામાનવ ડૉ એ.પી.જે અબ્દુલ કલામની જન્મ જયંતી નિમિત્તે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં 29 વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા ખુબજ ઉત્સાહ પૂર્વક રજૂ કરી હતી.

વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ નંબર ક્રિષા એમ.પટેલ,દ્વિતિય નંબર પ્રિયાંશી એસ.પટેલ તથા તૃતિય નંબર જીયા કે. પટેલે મેળવ્યો હતો.

પ્રથમ 1 થી 3 નંબર મેળવનાર સ્પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તરફથી પ્રથમ નંબર 20 ગ્રામ ચાંદીનો મેડલ દ્વિતિય નંબર 10 ગ્રામ ચાંદીનો મેડલ તથા તૃતિય નંબર 5 ગ્રામ ચાંદીનો મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને લંચબોકસ ભેટ આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2) ના સ્મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્ટીલ ડીસ સેટ, ઉત્તમભાઈ ગરાસિયા તથા વિલાસબેન ગરાસિયા તરફથી સ્ટેશનરી તથા આરોગ્ય કીટ, અનિલભાઈ ગરાસિયા એમના પરિવારજનો તરફથી દરેક સ્પર્ધકને રોકડ ભેટ કવર તથા ડૉ. વિરેન્દ્ર ગરાસિયા ના પિતા સ્વ. મણીલાલ ગરાસિયા ના સ્મરણાર્થે રોકડ ભેટના કવર આપ્યા તેમજ મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ ગરાસિયા તરફથી રોકડ ભેટ કવર આપી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Rainbow warriors Dharampur અનોખી પરંપરા મુજબ સાકાર વાંચન કુટીરના વાચકો જેમણે સરકારી નોકરી મેળવી છે એવા આનંદ ચીમનભાઈ પટેલ ( ડે. સેકશન અધિકારી) ભૂમિક અનિલ ગરાસિયા ( ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ) તથા જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ (ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ) નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિવ્યેશ પટેલ સિવિલ એન્જિનિયર (લેક્ચર સુરત યુનિવર્સિટી) મહેશભાઈ ગરાસીયા (આર.ટી.ઓ કચેરી વલસાડ) જયંતીભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક) સુભાષભાઈ બારોટ (શિક્ષક આવધા ) ડૉ. વિરેન્દ્ર ગરાસીયા (શિક્ષક નાની ઢોલડુંગરી) હિનલ ટી પટેલ (મંત્રી નાયકા સમાજ વલસાડ) કમલેશભાઈ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) અનિલભાઈ ગરાસીયા (શિક્ષક), મહેન્દ્રભાઈ ગરાસીયા (શિક્ષક) રાકેશભાઈ ગરાસીયા તથા મરઘમાળ ગામ ના ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ રજનીકાંત પટેલ, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો આગેવાનો, તેજસભાઈ, સંજયભાઈ, જીજ્ઞેશભાઈ, જતીન પટેલ, ઈલેશ પટેલ , પિયુષભાઈ, સાવનભાઈ, સાઉન્ડ ના વિરેશભાઈ, લાઇટિંગ ના મહેશભાઈ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યો અંકિત પટેલ , ઉમેશ પટેલ, ભાવેશ પટેલ,જયેશભાઈ,અમ્રત પટેલ, હિનલ પટેલ, નીતા પટેલ, ભાવિકા પટેલ, વિલાસબેન ગરાસીયા મુકેશભાઈ પટેલ, સુભાષભાઈ બારોટ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુર ના કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here