મોટી દીદીનો આદેશ : ભાવતું હતું અને વૈદે કીધું કપરાડા માં ભ્રષ્ટાચારનો ભસ્માસુર ફરી પાછો જીવિત થયો.

0
1080

વલસાડ જિલ્લામાં શિક્ષણમાં શિક્ષકો ના બની બેઠેલા સેવકો દ્વારા ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી આવેલ છે. પરંતુ કેટલાક સમયથી ભ્રષ્ટાચાર બહાર આવી ગયો હતો. ACB નો કેસ પણ બની ગયો હતો.

આધારભૂત માહિતી અને વાયલ શિક્ષકો ના ગ્રુપમાં જે પૈસાની ઉઘરાણી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લા નો એક વિવાદાસ્પદ તાલુકા શિક્ષણ અધિકારી જે ભૂતકાળમાં પણ શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે મળી શિક્ષકો પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા -પૈસા ઉઘરાણી કરતો હતો તેનો વાયરલ ઓડિયોથી સમગ્ર શિક્ષક સમાજ પરિચિત જ છે.તેનાં નામથી,વોટ્સએપ ગૃપમા ટેક્ષ્ટ મેસેજ મુકી આશરે 1500/જેટલા શિક્ષકો પાસેથી શિક્ષકદીઠ 50/ રૂપિયા કેન્દ્ર શિક્ષક દ્વારા ઉઘરાણી કરવાનો, કેન્દ્ર દીઠ 1000/ રૂપિયા ફાળો આપવાના નામે મેસેજ વાયરલ થયો છે.

છગન ,મગન અને જગનના નામે ઓળખાતા શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકોનાં પૈસે લડતનાં નામે સુરતથીદિલ્હી હવાઇ યાત્રા કરી જલ્સા કરી આવ્યા હોવાનાં ફોટાઓ સોશિયલ મીડિયામાં મુકી શિક્ષકો પર રોફ જમાવી રહ્યા હોવાની વાત જાણવા મળી છે.

કપરાડા માં 24 કેન્દ્ર ના રૂપિયા 24000 ના બદલે 75000/ હજાર ની ઉઘરાણી કરી 51000/હજાર કમિશન દલાલી ખાનારા કેન્દ્ર શિક્ષકો,બીટ નિરીક્ષકો, તાલુકા શિક્ષણ અધિકારીને,સંઘના હોદ્દેદારોને સિંહનુ ચામડું ઓઢી ફરતાં શિયાળવાને શિક્ષકો દ્વારા ઓળખી લેવામાં આવે એ ખુબ જરૂરી છે.

વાયરલ મેસેજ તાલુકા માંથી બદલી થયેલા શિક્ષકો ને પહોંચી જતા આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here