કપરાડા વાવર ગામના રીથમાળ ફળિયામાં કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલના કારણે થયેલ ચોરી બાબતે કપરાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું

On: September 11, 2023 11:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા વાવર ગામના રીથમાળ ફળિયામાં કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલના કારણે થયેલ ચોરી બાબતે કપરાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું

કપરાડાના વાવર ગામે દારૂની રેડ કરવા ગયેલી કપરાડા પોલીસ દ્વારા બંધ ઘરની બારી તોડવામાં આવતા થઈ ચોરી

વલસાડ જિલ્લાનીબોર્ડર મહારાષ્ટ્રના કાપરાડા પોલીસના હદમાં વાવર ગામે કપરાડા પોલીસ દ્રારા વાવર ગામના રિથમાળ ફળિયાના તારીખ 07/09/2023 ના રોજ દારૂ માટે રેડ પાડવામાં આવી હતી. રેડ 6 થી 7 ઘરોમાં પાડી હતી.

કપરાડા પોલીસ ની રેડ દરમિયાન છેલ્લે એક ઘર આવેલ છે. જે એક પરિવાર પેટયું રળવા મહારાષ્ટ્ર માં નાસિક ગયા હતા. એ પરિવારના ઘરે કોઇ પણ વ્યક્તિ હાજર ના હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ પોલીસ દ્વારા ઘરનું તાળું હોવાથી દરવાજા પર તાળુ પથ્થરથી તોડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાંર બાદ તાળુ ન તૂટતા બારી તોડી ઘરની ઝડતી કરવામાં આવી હતી. સ્થાનિક કે ગામના સરપંચ ને પણ જાણ કરવામાં આવી ના હતી.

પોલીસ દ્વારા પોતાની મનમાની ચલાવી બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.પરિવાર ઘરે આવતા ઘરમાં મુકેલાતે રોકડ રૂપીયા 5000 હજાર અને મંગળસૂત્ર પોલીસની બેદરકારીના કારણે ચૉરી થયેલ છે.જે અંગે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જે બાબતે આદિવાસી પરિવાર ને ન્યાય મળે એ માટે લેખિત ફરિયાદ મામલતદારશ્રીને આપવામાં આવી છે.

લેખિત ફરિયાદ માં 07/09/2023ના રોજ સાંજના સમય 6 કલાકે વાવર ગામના રીથમાળ ફળિયામાં ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલા, રઘુભાઈ કાશીરામભાઈ ભોયા, લક્ષ્મણભાઈ યેશુભાઈ ચૌધરી , સિત્યાભાઈ લાસુભાઈ જાદવ આમ ચાર ઘરોમાં એમને રેડ કરી હતી.

આ રેડમાં ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલા તેઓના ઘરમાં કોઈ પણ ન હતું, એના ઘરના ચિંતાભાઈ સહિત ત્રણ સભ્યો નાશિક કામ પર ગયેલા હતા,અને એમના ધર્મપત્ની કમળીબેન ચિંતાભાઈ વાગલા આશરે 700 મીટર ઘરથી દુર દુકાન પર હતી, અને ત્યારે ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલાના ઘરમાં કપરાડાના પોલીસ આશિષભાઈએ રેડ કરી હતી, તે દરમિયાન તેઓએ ના સરપંચને જાણ કરી કે ન તો કોઈ ત્યાના કોઈ આગેવાનોને અને ચિંતાભાઇના ઘરના બારણાને લાગેલ તાળાને પથ્થરથી તોડવાનો પ્રયત્ન કરતા તાળું ન તુટતા તેઓએ બારી તોડી ઘરમાં પ્રવેશ કરેલ હતો અને તે દરમિયાન તેમના ઘરનો કબાટ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો વેરવિખેર કરેલ હતું. તે દરમિયાન ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલાના ઘરમાંથી રોકડ રૂપિયા 5000 તેમજ મંગલસૂત્ર તુટેલ હોવાના કારણે ઘરના કબાટમાં મુકેલ હતું, તેમાં એક ડોરલુ અને દસ સોનાના મની ચોરાયેલ છે.આ સંપુર્ણ ઘટના કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈના કારણે થયેલ છે. કેમકે કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈએ વાવર ગામના સરપંચ અથવા જે તે વોર્ડના ચુટાયેલ સભ્યને કે ગામના કોઈ આગેવાનોને જાણ ન કરતા ઝડતી લીધેલ છે, અને એ ગેર કાનૂની છે. કપરાડા પોલીસ સ્ટેશનના આ હેડકોન્સ્ટેબલના કારણે ગરીબ ઘરના પરિવારના મંગળસૂત્ર ઘરેણુંએ કિંમતી છે. આ લોકો કામ ધંધા ઉપર જઈને આવી વસ્તુઓ મેળવતા હોય છે.જયારે હેડ કોન્સ્ટેબલની બેદરકારીના કારણે ખુબ મોટી ચોરી થયેલ છે. જે નિંદનીય ઘટના છે.

જેથી હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ અને એમની ટીમને ફરજ ઉપરથી મુક્ત કરવાની માંગ કરી છે. આ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ અને એમની ટીમ ભવિષ્યમાં પણ ચુટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવા શિવાય, પોતાની સત્તામાં મદમસ્ત બની પોતાને જ સરવો પરી માની ગરીબ કુટુંબોને હેરાન કરશે અને કાયદાની અવગણના કરશે જો સાહેબ રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજા કોની પાસે જશે.

લેખિત ફરિયાદ માં યોગ્ય નિર્ણય લઇ આ ગરીબ ઘરના પરિવારને એમના રૂપિયા તેમજ સોનાની મંગળસુત્ર આ હેડ કોન્સ્ટેબલના બેદરકારીના કારણે થયેલ ચોરીની ભરપાઈ કરાવવી અને એમને ફરજ ઉપરથી મુક્ત કરશો અને સમાજમાં એક સારો દાખલો બેસાડી શકાય એ માટે નકલ રવાના કલેકટર વલસાડ , DYSP કચેરી વલસાડ, PSI પોલીસ સ્ટેશન કપરાડા ને મોકલવા માં આવી છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

SP કક્ષાના અધિકારીઓ PI-PSI, કોન્સ્ટેબલને ખુલ્લા મને સાંભળે: સંઘવી

આસલોણા ગામે ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ – કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી તપાસ હાથ ધરી !

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

મોકડ્રીલ :કપરાડા તાલુકાના અંભેટી ખાતે આતંકવાદી હુમલા સમયે સુરક્ષા અને રેસ્ક્યુ અંગે મોકડ્રીલ યોજાઈ !

error: Content is protected !!