કપરાડાના બાબરખડકમાં બ્રીકેટ્સ કંપનીમાં લાગેલી આગ વિકરાળ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

On: January 6, 2024 6:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામના બોર્ડર પર લાકડાં માંથી બ્રીકેટ્સ બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને લઈને કંપનીની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીમાં લાગેલી આગ જોત જોતામાં બેકાબૂ બની ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતાં. જોકે આગ બેકાબૂ બનતા લોકો ભયભીત થયા હતા.https://www.facebook.com/stories/104615002382636/UzpfSVNDOjY3MjEyMzIwMDQ2MjkzNzU=/?view_single=1&source=shared_permalink&mibextid=Nif5oz

બાબરખડક ગામે પારડી ના ગોઈમા ગામના કૌશિકભાઈ પટેલે ભાડા પર જમીન રાખી લાકડાં માંથી બ્રીકેટ્સ (ફેકટરીઓમાં બોઇલર વાપરવામાં આવે ) બનાવવા માટેની કંપની નાખવામાં આવેલી છે. લાકડાંનો જથ્થો રાખવામાં આવ્યો હતો. લાકડાં માંથી વહેર બનાવી પછી બ્રીકેટ્સ બનાવવામાં આવે છે.સાંજના સમયે 7 વાગ્યો કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ કંપનીના કામદારોને થતા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લાકડાં માંથી વહેર બનાવતી કંપની હોવાથી આગે જોતજોતામાં મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની ના મલિક દ્વારા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ધરમપુર પારડી વાપી ના ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પરંતુ આગમાં લાકડાં નો જથ્થો અને બે ટેમ્પો સંપૂર્ણ સળગી ગયા છે. ફાયરબ્રિગેડ 7.45 ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા વહેલી સવાર 5 વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી.ધરમપુર પારડી વાપી સહિતની ફાયરની ટીમોની મદદ લેવામાં આવી હતી. પોલીસ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ બનાવની જાણ થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા.કંપની માલિક કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે નુકશાન મોટું થયું છે.Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!