પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

On: July 23, 2025 10:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કેનેડાની શીત વાતાવરણભરી ધરતી ઉપર છેલ્લાં 22 દિવસથી ગુંજતી ભગવદ ગાથા હવે વિરામ પર આવી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિના કથાકાર પ.પૂ.પ્રફુલભાઈ શુક્લની શ્રધ્ધાયુક્ત, સંસ્કારસભર અને ભાવવિભોર કરાવનારી કથાયાત્રાનો આજે મોંટ્રીયલ સ્થિત માંધાતા રામજી ટેમ્પલ ખાતે ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે વિધિવત સમાપન થયું.

આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવૃત્તિ નહીં રહી — આ યાત્રા એવી સંસ્કૃતિ સંવર્ધન યાત્રા બની કે જેમાં વૈશ્વિક ભારતીયોનું સનાતન પરમપરાપ્રેમ, પ્રફુલભાઈના વાણી સાધન અને ભગવદ્ગુંજ સાથે એકઠા થતું ગયું.

શ્રધ્ધાપૂર્વક ભરી આંખે વિદાય

પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તો ભરી આંખે વિદાય લેશે એવું કોઈ વિચાર્યું પણ ન હતું. પૂજ્ય બાપુએ જેમ જ સંસ્કારથી ભરેલા પ્રવચન આપ્યાં તેમ, વિદાય સમયે પણ દરેકના હ્રદયમાં ભાવના ભરાઈ ગઈ. એમણે કહ્યું:

તમે જે દેશમાં રહો છો એના વફાદાર રહો, ભારતના સંસ્કાર ક્યારેય ભૂલશો નહીં. ગમે તેટલા મતભેદ હોય પણ જ્યારે વાત સનાતન ધર્મની આવે, ત્યારે ભલે ભિન્ન વ્યક્તિત્વો હો, પણ હંમેશા એક રહેજો – આ જ મારી દક્ષિણાં છે.

આ શબ્દો માત્ર ઉપદેશ નહીં રહ્યા, પરંતુ ભક્તો માટે એ એક જીવનસૂત્ર બની રહ્યા.

યાત્રાનો વિસ્તાર: શીતલ કૃષ્ણ શુક્લના નોર્થ યોર્ક નિવાસેથી શરૂઆત

પ્રફુલભાઈની કથાયાત્રા નોર્થ યોર્કના શીતલ કૃષ્ણ શુક્લના નિવાસેથી શરૂ થઈ હતી. ત્યારપછી યાત્રાએ વિન્ડસર, લંડન, ગોલ્ફ, બેરી, હેમિલ્ટન, થાઉઝન્ડ આઈલેન્ડ અને મોંટ્રીયલ જેવા અનેક સ્થળોનો સંસારિક અને આધ્યાત્મિક સફર ભોગવી.

  • વિન્ડસર: અશોકભાઈ પટેલના યજમાની અને ભક્તજનોના સહકારથી વિન્ડસરમાં શ્રધ્ધાયુક્ત કથા યોજાઈ.
  • લંડન: અક્ષય જાનીના પ્રયત્નોથી વિધિવત ભાગવતનું સંચાલન થયું.
  • ગોલ્ફ: રસ્મિતાબેન પટેલ દ્વારા સુવ્યવસ્થિત આયોજન થયું અને ભાગવત કૃપાની વારસાદ વરસી.
  • બેરી: જયસુખભાઈ પલસારીયા અને તેમના પરિવારે યજમાની કરી.
  • શૃંગેરી વિદ્યાપીઠ, હેમિલ્ટન: ડો. હરિન્દ્ર જોશીના માર્ગદર્શન હેઠળ કથાનું વૈદિક અને શાસ્ત્રીય આયોજિત રૂપ જોવા મળ્યું.
  • ગુરુપૂર્ણિમા: તેજ કૌશિકભાઈ ટંડેલ દ્વારા ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ગુરુભક્તિ અને આધ્યાત્મિકતા સાથે વિદ્વાનોનો સન્માન પણ કરવામાં આવ્યો.
  • થાઉજન આઈલેન્ડ: અશ્વિનાબેન અને મુકેશભાઈ પટેલની હરેશભાઈ રાવલ યજમાનીમાં હજારો ભક્તોએ ભાગ લીધો.
  • બ્રામ ટન માં હરેશભાઈ રાવળ અને ચેતનભાઈ વાળંગર જેવા આયોજકો સાથે ભક્તિપ્રેમનો ઉમંગ સર્જાયો.

નોર્થ યોર્કના બાપુના નિવાસસ્થાને શીતલ શુક્લ ખુશી જોશી અને અમી પ્રજાપતિ એ સેવા આપી હતી.

આયોજકો અને યજમાનોનું સન્માન :

પૂર્ણાહુતિ પ્રસંગે માંધાતા રામજી ટેમ્પલના યોગેશભાઈ પટેલ, જેરામભાઈ પટેલ, કિરણભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓ તથા પૂજારીશ્રી દર્શનભાઈ વૈદ્ય અને હેમાંશુભાઈ વૈદ્યનો પૂજ્ય બાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

આ દરમિયાન પૂજ્ય બાપુએ એવી સમજદારી ભરેલી વક્તવ્યમાં કે જ્યાં ‘સંસ્કાર’ અને ‘સત્કાર’ એકસાથે ભક્તહૃદયમાં પ્રવેશી ગયા.

યાત્રાને સાથ આપનાર પદયાત્રીઓ

આ યાત્રા માત્ર કથાવાચનની યાત્રા નહોતી, પરંતુ જીવનમુલ્યોના સંગાતોની યાત્રા હતી. એમાં જેમણે ટાંગે ટાંગ મળાવી, ભક્તિપૂર્વક યોગદાન આપ્યું તેવા દાતાઓ, ટ્રાન્સપોર્ટ સહાયકારો અને સેવકોનો ઉલ્લેખ પણ થયું:

  • ટ્રાન્સપોર્ટ સેવા: મનીશભાઈ નાયક અને કિરણભાઈ પટેલ
  • જ્યોતિષસહાય: અમદાવાદના પંડિત ભાવેશભાઈ – જેમણે સંપૂર્ણ યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક મુહૂર્ત તથા ઉપક્રમોને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાળ્યું.

Canada મા Sanatan Dharma નો ઉદ્ઘોષ

વિદેશી જમીન પર આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ ન રહી. તેણે ભારતના સંસ્કૃતિપ્રેમ, જૂના મૂલ્યો અને આજના આધુનિક પરિવાર વચ્ચેનું એક ગુપ્ત પુલ બાંધી દીધો. અનેક યુવાનો, બાળકો અને ગુજરાતી પરિવારોએ પ્રથમ વખત ભાગવત કથા માટે ઉત્સાહ દાખવ્યો.

કેટલાંયે યુવાનોએ સ્વીકાર્યું કે – “આજ સુધી કથા સમજાતી નહોતી, પણ પ્રફુલબાપુએ તો એટલી સરળ ભાષામાં જીવનને જ સમજાવી દીધું.

અંતમાં – પ્રાર્થનાનું બિંદુ

કથાનો અંત યથાવત વિદાયનો ભાવો લાવતો રહ્યો. “સર્વે સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ” ની પ્રાર્થના સાથે સમગ્ર કાર્યક્રમનો ઉજાસપૂર્ણ અંત આવ્યો. દરેકના ચહેરા પર સંતોષ, આંખોમાં ભક્તિ અને દિલમાં આગાહી હતી કે આવું ફરી એક વાર થવું જોઈએ.

પાછા વતન તરફ

પ્રફુલભાઈ શુક્લ હવે પોતાના વતન ભારત તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. પરત જતાં પહેલાં તેમણે જે વાત કહી, એ બહુ ગંભીર અને વિચારજાગૃત કરનારી હતી:

કથા એ જીવન જીવવાનું શાસ્ત્ર છે. હું માત્ર ભાગવત કહેવાનો બહાનું છું, ખરેખરમાં તો કથા એ જીવનના સત્યને સમજાવવાનું શાસ્ત્ર છે.


અહેવાલ: સમભવ સંદેશ, મોંટ્રીયલ
તારીખ: ૨૦ જુલાઈ ૨૦૨૫

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

error: Content is protected !!