12 જાન્યુઆરીને શુક્રવારે ધરમપુરમાં વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

On: January 11, 2024 2:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મ જયંતી (રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને બાદ યુવા સંમેલનન

  • યુવા સંમેલનમાં વિદ્યાર્થીઓને વલસાડના એસ.પી. ડો. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકૃષ્ણ શાસ્ત્રીજી યુવાનોને સંબોધન કરશે
  • ધરમપુર નગરના અને તાલુકાની વિવિધ શાળા અને મહાશાળાના 2500 થી 3000 વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આગામી તારીખ 12 જાન્યુઆરી અને શુક્રવારના દિને વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મજયંતી (રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને બાદ યુવા સંમેલનનું આયોજન હાથ ધરાયુ છે જેમાં ધરમપુર નગરના અને તાલુકાની વિવિધ શાળા અને મહાશાળાના 2500 થી 3000 વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે

શુક્રવારે સવારે 8.00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક સ્થિત વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેશે બાદ આયોજિત યુવા રેલીમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાશે યુવારેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્દી ફળીયા, ડોક્ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, થઈ અંતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સંપન્ન થશે

10.00 કલાકે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આયોજિત યુવા સંમેલનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વલસાડ એસ. પી. ડો. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકૃષ્ણ શાસ્ત્રીજી સંબોધન કરશે અંતમાં યુવા વિધાર્થીઓના તમામ પ્રશ્નો માટે વિશેષ પ્રશ્નોતરી કાર્યક્રમ પણ યોજાશે, યુવા રેલી અને યુવા સંમેલનની સફળતા અર્થે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!