
12 મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ તથા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિન નિમિત્તે Rainbow warriors Dharampur , ગ્રામ પંચાયત આવધા તથા સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધાના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન નિમેષભાઈ ગાંવિત, દિનેશભાઈ રાથડ, રાજેશભાઈ પટેલ સરપંચ ખારવેલ , રમીલાબેન ચૌધરી તા. પંચાયત સભ્ય તથા સુરેશભાઈ મોકાશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીના સંચાલક મિતેષ પટેલે સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીની સફળતા વિશે ઝાંખી કરાવી હતી. એમણે સાકાર વાચન કુટીરનો લાભ લઇ ચાર જેટલા યુવા મિત્રોને સરકારી નોકરી મેળવી તેમ જણાવ્યું હતું .ડૉ વિરેન્દ્ર ગરાસિયાએ સ્વામીજીના જીવન તથા કાર્યો વિશે ખુબજ સુંદર માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ અને યુવાનો ને તેમાંથી પ્રેરણા લેવા માટે અપીલ કરી હતી.

મરઘમાળ ગામના સરપંચ રજનીભાઈ પટેલ દ્વારા ગામ ના વિકાસમાં શિક્ષણના મહત્વ વિશે સમજ આપી હતી. દિનેશભાઈ રાથડ (જિલ્લા તિજોરી અધિકારી વલસાડ )એ વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેની વિસ્તૃત માહિતી આપી હતી.


કાર્યક્રમના મુખ્ય મહેમાન નિમેષભાઈ ગાંવિત (જિલ્લા તિજોરી કચેરી વલસાડ) સાહેબે ગરીબ વિદ્યાર્થીઓ માટે ,સમાજ માટે લાઈબ્રેરીના મહત્વ વિશે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશે પોતાના સ્વાનુભવો રજૂ કર્યા હતા તથા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની નિષ્ફળતાની ચિંતા કર્યા વગર તૈયારી કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સભ્યો,પીયૂસ ભાઈ સંતોકી,નિશિથભાઈ ,મિલન ભાઇ,યુનિટી ગ્રુપ વાંગણના સભ્યો, આવધા, મરઘમાળ , નાની ઢોલ ડુંગરીના યુવાનો, આગેવાનો, નરેશભાઈ સાપટા (ડે.સરપંચ આવધા), વિજયભાઈ દલવી, કમલેશભાઈ દળવી, સાંઈ સેવા સહયોગ ગ્રુપના સભ્યો, ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગ્રામ પંચાયત આવધા, સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા તથા Rainbow warriors Dharampur કો. ઓ શંકર પટેલે કર્યું હતું.






