ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી

On: February 29, 2024 5:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ
માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ
ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. જેથી રાજ્યની
તમામ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો,
વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા ધોરણ 10ના
તમામ ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવી.
આવી રીતે કરો ડાઉનલોડ
માર્ચ-2024ની જાહેર પરીક્ષા તા.11/03/2024થી
શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ)
તા.29/04/2024થી બોર્ડની વેબસાઇટ
ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org
પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી.
દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલટિકિટ ડાઉનલોડ કર્યા પછી શું કરવું?
પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના માર્ચ
2024 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/
માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે
નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી,
પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી
તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા
(અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે)
કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. તેની સાથે
પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 10ની સૂચના (નં.
1 થી 13) પ્રવેશપત્ર (હોલટિકિટ)ના પાછળના ભાગે
પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે
ફરજિયાત આપવાની રહેશે.

કોઈ વિસંગતતા જણાય તો અહીયા કરો સંપર્ક
પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં
આવેલા વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા
સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની
તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં
જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા
જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની
માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.

ધ્યાનમાં લેવા જેવું
માર્ચ 2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલા છે. જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર (Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર (Assessment Order)ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે. નિમણૂકપત્રનીનકલ (શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.

જાણો બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન…
ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
(જીએસઈબી)ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે, તે
માટેનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15
લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગયા
વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ
પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી
રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી
રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279
વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી
રિપીટર છે.

ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર
યોજાશે ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે.

જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી
ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15
સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981
કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506
કેન્દ્ર પર અને 1 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર
યોજાશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે
બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.

અમદાવાદમાં 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધોરણ 10માં 1,04,666,
ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર અને રિપીટર મળીને
15,908 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 58,584
વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિવિધ વિદ્યાર્થીઓની વિસ્તૃત
આંકડાકીય વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં
આવી છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!