
સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા કથાકાર મોરારીબાપુની 934મી રામકથા યોજાવાની છે. આગામી 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થનારા હોય આ કથાની વિશેષતા અંગે કથાકાર શ્રી આસિષભાઈ વ્યાસ ધરમપુર દ્વારા તેમજ જિલ્લાના લોકો કથા અંગે માહિતગાર થાય તેવા ઉદેશથી ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે.
સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ખાંડા ગામ ધરમપુર તાલુકા (જિ. વલસાડ)ના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં તા. 9મી એપ્રિલ 2024, મંગળવારથી તા. 17મી એપ્રિલ 2024, બુધવાર દરમિયાન (નવ દિવસ) રામકથાનું ગાન ખાંડા ગામની ભૂમિ પર મોરારીબાપુ કરશે. રામકથાના પ્રથમ દિવસ તા. 9મી એપિલ 2024ના દિવસે સાંજે 4-00 કલાકે રહેશે. જ્યારે તા. 10-04-2024 થી તા. 17-04-2024ના રામકથાની સમય સવારે 10 થી 1 નો રહેશે. રામકથા દરમિયાન પ્રભુપ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા રાખેલ છે. સૌને કથાશ્રવણ કરવા અને પ્રભુપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે.2019 પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું એ રામકથાનો પ્રેમયજ્ઞ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખાંડામાં તા. 09 એપ્રિલ થી 17 એપ્રિલ, 2024 ચૈત્ર નવરાત્રી દરમિયાન થવા જઈ રહ્યો છે. મોરારી બાપુ ખાંડા ગામમાં જ નવ દિવસ રોકાશે અને સૌને પ્રેમથી મળશે.તુલસીકૃત રામાયણની પંક્તિ છે કે, “રામ હી કેવળ પ્રેમ પિયારા’ એ નાતે રામકથાનો પ્રેમયજ્ઞ યોજાયો છે ત્યારે સૌના પ્રિય મોરારીબાપુના શ્રીમુખે યોજાયેલ રામકથામાં પધારવા આયોજકોએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
Ad.









